Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ઈફકોએ લોંચ કર્યું નેનો યુરિયા લિક્વિડ, જાણો કિંમત-ફાયદા અને પાક પર તેનો પ્રભાવ

ખેડૂતભાઈઓ માટે સારા સમાચારા છે. હવે એક બોરી યુરિયા ખાતર માંડ 500 MLની બોટલ મળશે. સાંભળવામાં ભલે તે અટપટુ લાગે, પણ ઈફકોના વૈજ્ઞાનિકો અને એન્જીનિયરોએ આ કરી બનાવ્યું છે.

KJ Staff
KJ Staff
IFFCO Launches Nano Urea Liquid
IFFCO Launches Nano Urea Liquid

ખેડૂતભાઈઓ માટે સારા સમાચારા છે. હવે એક બોરી યુરિયા ખાતર માંડ 500 MLની બોટલ મળશે. સાંભળવામાં ભલે તે અટપટુ લાગે, પણ ઈફકોના વૈજ્ઞાનિકો અને એન્જીનિયરોએ આ કરી બનાવ્યું છે.

હકીકતમાં ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝેશન કોઓપરેટીવ લિમિટેડ (ઈફકો)ની 50મી વાર્ષિક સામાન્ય બેઠકમાં સમગ્ર વિશ્વના ખેડૂતો માટે વિશ્વની આ પ્રથમ નેનો યુરિયા તરલ રજૂ કરેલ છે.

નેનો યુરિયાથી વધશે ખેડૂતોની આવક

ઈફકો(IFFCO)ની 50મી વાર્ષિગ બેઠકમાં પ્રતિનિધિ મહાસભાના સભ્યોની ઉપસ્થિતિમાં આ અંગે જાહેરાત કરતા જણાવાયું છે કે નેનો યુરિયાથી પાકોનું ઉત્પાદન વધશે, જેથી ખેડૂતોની આવક વધી શકશે. એક બોરી યુરિયા ખાતરને બદલે અડધા લીટર નૈનો યુરિયાની બોટલ ખેડૂતો માટે પૂરતી રહેશે.

નેનો યુરિયાથી વધશે પાકોનું ઉત્પાદન

ગુજરાતના કલોકના નૈનો જૈવ ટેકનોલોજી સંશોધન કેન્દ્રમાં નેનો યુરિયાને સ્વદેશી અને પ્રોપાઈટરી ટેકનોલોજી મારફતે તૈયાર કરવામાં આવેલ છે. તેના ઉપયોગથી પાકમાં પોષક તત્વોની ગુણવત્તામાં સુધારો થાય છે. એટલું નહીં નેનો યુરિયા જમીનની ગુણવત્તા સુધારવા અને જળવાયુ પરિવર્તન અંગે સારી અસર કરે છે.

નેનો યુરિયા ખેડૂતો માટે રહેશે સસ્તું

ઈફતો નેનો યુરિયા લિક્વિડની 400 મિલી લીટરની એક બોટલ સામાન્ય યુરિયાની ઓછામાં ઓછી એક બેગની સમકક્ષ હશે. તેનો આકાર પણ નાનો હોવાથી તેને ખીસ્સામાં રાખી શકાશે. તેનાથી યુરિયાની બોટલ લાવવાના ખર્ચમાં પણ બચત થશે.

નેનો યુરિયાની બોટલ 10 ટકા સસ્તી થશે

ઈફકો નેનો યુરિયા લિક્વિડને સામાન્ય યુરિયાની માફક ઉપયોગમાં 50 ટકા સુધી ઘટાડો કરવામાં મદદ મળશે. તેની એક બોટલમાં 40,000 પીપીએમ નાઈટ્રોજન હોય છે. જે સામાન્ય યુરિયાની એક બેગની સમકક્ષ પોષક તત્વ ઉપલબ્ધ કરાવે છે. નૈનો યુરિયાનું ઉત્પાદન જૂન 2021 સુધી શરૂ થશે. ત્યારબાદ જલ્દીથી બજારમાં ઉતારવામાં આવશે.

નેનો યુરિયા ખેડૂતોને કેટલામાં મળશે?

ઈફકોએ ખેડૂતો માટે નેનો યુરિયાની એક બોટલની કિંમત રૂપિયા 240 નક્કી કરી છે. જે યુરિયાની એક બોરી કરતા 10 ટકા સસ્તી પડશે. સમિતિએ આ અંગે ખેડૂતોને સંપૂર્ણ માહિતી આપવા માટે દેશવ્યાપી તાલીમ અભિયાન ચલાવવાની યોજના તૈયાર કરી છે. નેનો યુરિયા ઈફકોની ઈ-કોમર્સ પ્લેટફોર્મ www.iffcobazar.in ઉપરાંત સહકારી વેચાણ કેન્દ્ર મારફતે ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવશે.

Share your comments

Subscribe Magazine

More on News

More