જો તમે નવો ધંધો શરૂ કરવા માંગો છો, પરંતુ તમારી પાસે ધંધામાં રોકાણ કરવા માટે પૈસા નથી તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી તમારા માટે એક ખાસ ભેટ છે. મુદ્રા શિશુ યોજના, આ યોજના હેઠળ તમે લોન લઈને કોઈપણ નાના વ્યવસાયની શરૂઆત કરી શકો છો. એટલું જ નહીં કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે સરકારે આ લોન પરના વ્યાજ દરમાં 2 ટકા સુધીની છૂટ આપી છે. એક-બે નહીં, પરંતુ 9 કરોડ 37 લાખ લોકો આ છૂટનો લાભ લઈ રહ્યા છે.
શું છે મુદ્રા લોન
આ લોન મુખ્યત્વે દુકાન ખોલવા, નાનો ધંધો કરવા માટે લેવામાં આવે છે. જો તમે આ લોન લેવા માંગતા હોવ તો પછી તમે તેને કોમર્શિયલ બેંકોથી લઈ સ્મોલ ફાઇનાન્સ બેંકો, એમએફઆઈ અને એચડીએફસીમાં થી લઈ શકો છો. આ યોજના હેઠળ લોન કોઈપણ ગેરંટી વિના ઉપલબ્ધ છે.
શિશુ મુદ્રા લોન શું છે?
જો તમે તમારો વ્યવસાય શરૂ કરવા માંગતા હો, તો પછી તમે શિશુ મુદ્રા યોજના હેઠળ લોન લઈને પોતાનો વ્યવસાય પ્રારંભ કરી શકો છો.. સરકાર આ લોન પર 2 ટકા સુધીની છૂટ આપી રહી છે. તેની મદદથી તમે નાનો વ્યવસાય શરૂ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, તમે 50 હજાર રૂપિયા સુધીની લોન પણ લઈ શકો છો.
શિશુ મુદ્રા લોન પર વ્યાજ કેટલું લાગે છે?
- આ યોજના અંતર્ગત 9 થી 12 ટકા જેટલું વ્યાજ લેવામાં આવશે
- હવે સરકાર 2 ટકા સુધીની રાહત આપી રહી છે.
- લોન લેનાર 1 લી જૂન 2021થી 31 મે 2022 સુધી વ્યાજની છૂટ મેળવી શકશે.
- આ યોજના માટે આ વર્ષે 1540 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
- ગેરેન્ટર વગર લોન મળે છે
કોઈ પણ ગેરંટી વિના આ યોજના હેઠળ લોન લઈ શકાય છે. આ લોન પર કોઈ પ્રોસેસિંગ ચાર્જ પણ લેવામાં આવતો નથી, તેથી ચુકવણીની મુદત 5 વર્ષ સુધી લંબાવી શકાય છે. આ લોન લેવા પર મુદ્રા કાર્ડ ઉપલબ્ધ છે. આ કાર્ડની મદદથી તમે જરૂરિયાત મુજબ બિઝનેસ સંબંધિત ખર્ચ કરી શકો છો.
શિશુ મુદ્રા લોન માટે અરજી કેવી રીતે કરવી?
તમે સંબંધિત સંસ્થાઓની મુલાકાત લઈને લોનની માહિતી મેળવી શકો છો, તેમજ લોન માટે અરજી કરી શકો છો. આ ઉપરાંત https://www.udyamimitra.in પોર્ટલ પર લોન માટે અરજી કરી શકો છો.
બીજી કઈ કઈ લોનની વિકલ્પ?
નાની લોન: PM સ્વાનીધી સ્કીમ
પીએમ સ્વાનીધી સ્કીમ 1 જુલાઈ 2020થી શરૂ થઈ છે. આ યોજના હેઠળ સરકાર શેરી વિક્રેતાઓને 10,000 રૂપિયા સુધીની લોન આપે છે. પીએમ સ્વાનિધિ યોજનામાં લોન 1 વર્ષમાં પરત કરવાની રહેશે. લોન હપ્તા સમયસર આપતા લાભાર્થીઓને સરકાર વાર્ષિક વ્યાજમાં 7 ટકાની સબસિડી પણ આપશે.આ યોજના 31 માર્ચ 2022 સુધી લાગુ રહેશે.
મોટી લોન: મુદ્રા યોજના
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી (મુદ્રા) ને લોન આપવામાં આવે છે. આમાં વ્યક્તિગત, એસએમઇ અને એમએસએમઇને લોન મળે છે. આ લોન 3 રીતે આપવામાં આવે છે. એટલે કે શિશુ, કિશોર અને તરુણ. મહત્તમ લોન 10 લાખ રૂપિયાની હોય છે. કોઈ ગેરેંટીની જરૂર નથી. આ લોન 3 વર્ષથી 5 વર્ષ સુધી ઉપલબ્ધ છે.
Share your comments