શાકભાજી પાકમાં લસણની માફસ લસણ પણ રોકડીયા પાકો છે લસણના પાકમાં ઉત્પાદનને અસર કરતા અનેક પરિબળો છે જેવા કે રોગ-જીવાત, નિંદામણ, તથા ખાતર અને પિયત વ્યવસ્થા વગેરે છે. લસણના પાકમા આવતા રોગો મુખ્યlત્વે પાકની ગુણવત્તા અને ઉત્પાદન તેમજ કાપણી, પ્રોસેસીંગ વગેરે પર અસર કરે છે. આ મુખ્ય રોગોના લક્ષણો અને નિયંત્રણ માટેની વિગતવાર માહિતી રજુ કરેલ છે.
લક્ષણો
આ રોગમાં શરૂઆતમાં નાના પીળાશ પડતા આછા નારંગી રંગના પટ્ટા પાન ઉપર જોવા મળે છે રોગનો ઉપદ્રવ વધતા લાંબા ત્રાક આકારના ઝાખા ડાઘ પડે છે જે પાનની ટોચ સુધી પહોચી જાય છે લાંબા ત્રાક આકારના ડાઘાના વચ્ચેનો ભાગ થોડા સમયમાં ભુખરા રંગનો થઈ જાય છે જેમા ફુગના બીજાણુ હોય છે. આ ડાઘ આગળ જતા ભેગા થઈ જાય છે અને પાન કે લસણના થડ સુકાઈ જાય છે આમ આખો છોડ ધીમે ધીમે બળી ગયો કે દાઝી ગયો હોય તેવો લાગે છે.
નિયંત્રણ :
રોગ પ્રતિકારક જાતનું વાવેતર કરવું.
પાક બે માસનો થાય ત્યારે અથવા રોગના લક્ષાણો જોવા મળે કે તુરંત જ મેન્કોઝેબ ૦.ર ટકા ના ત્રણ છંટકાવ ૧ર થી ૧પ દિવસના અંતરે કરવા.
લસણનો ભુકી છારો
આ રોગ લેવેસ્યુલા ટૌરીકા નામની ફુગથી થાય છે.
લક્ષણો
આ રોગમાં લસણના પાનની નીચેની સપાટી પર ફુગની અનિયમિત આકારના આછા પીળા રંગના છારી જેવા ધાબા જોવા મળે છે જે આખા પાન પર છવાઈ જાય અને રોગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો પાન પીળા પડી ઝડપથી સુકાય જાય છે.
નિયંત્રણ
રોગનો ઉપદ્રવ જણાય કે તુરત જ વેટેબલ સલ્ફર (દ્રાવ્ય ગંધક) ૦.૩ ટકા (સલ્ફર ૮૦ ટકા વે.પા. ૧૦ લિટર પાણીમાં ૩૦ ગ્રામ) અથવા ડીનોકેપ ૪૮ ટકા ઈ.સી. પ મિ.લિ. અથવા હેકઝાકોનાઝોલ ૦.૦૧ ટકા (હેકઝાકોનાઝોલ પ ટકા ઈ.સી. ૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ. ) અથવા કાબર્ેન્ડાઝીમ પ૦ ટકા વે.પા. ૧૦ લિટર પાણીમાં ૧૦ ગ્રામ મુજબ બે થી ત્રણ છંટકાવ ૮ થી ૧૦ દિવસના અંતરે કરવાથી રોગનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
લસણનો પોચો સડો:
આ રોગ સ્યુડોમોનાસ નામના જીવાણુંથી થાય છે.લસણનો પોચો સડો ઉભા પાકમાં તથા સંગ્રહ દરમ્યાન જોવા મળે છે તેમજ શરૂઆતમાં જો લસણનું વાવેતર કાંજીથી કરવામાં આવે તો ખેતરમાં ઉભા પાકમાં રોગનું નુકસાન જોવા મળે છે.
લક્ષણો
આ રોગની શરૂઆત પાક પાકતી વખતે લસણના કાંદાના ઉપલા ફોતરા પર થાય છે પરંતુ સડો સામાન્ય રીતે કાંદા જમીનમાંથી ઉપાડી લીધા બાદ જોવા મળે છે. આવા રોગિષ્ટ કાંદાઓને દબાવતા તેમાથી ચીકણું, વાસવાળુ પ્રવાહી નીકળે છે.
નિયંત્રણ
રોગિષ્ટ કાંદા કાંજીમાંથી દુર કરવા.
કાંદાની લળણી ગાંજો (થડ) સુકાયા બાદ જ કરવી.
બીજ માટેના નાના કાંદા (કાંજી) અને કાંદાનો સંગ્રહ નીચા ઉષ્ણતામાને (રપ0 સે.) અને હવાની અવરજવર સારી હોય તે જગ્યાએ કરવો.
૭. લસણના દડાની કાળી ફૂગ:
આ રોગ એસ્પરજીલસ નાઈઝર નામની ફુગથી થાય છે.સામાન્ય રીતે કાળી ફૂગ લસણના સંગ્રહ દરમ્યાન દડા પર જોવા મળે છે. લસણની કળીઓમાં પણ ફૂગનો ઉપદ્રવ જોવા મળે છે.
લક્ષણો
આ રોગની શરૂઆતમાં કાંદાના ઉપર સુકાયેલ પાનના ભાગ પરથી કાળી ફૂગનો ઉપદ્રવ શરૂ થાય છે. તદઉપરાંત કાંદા ઉપરના ફોતરામાં નુકશાન થયેલ હોય ત્યાંથી પણ આ ફૂગનો ઉપદ્રવ જોવા મળે છે. શરૂઆતમાં બે ફોતરાની વચ્ચે ફૂગની સફેદ વૃધ્િધ જોવા મળે છે. ત્યારબાદ તરત જ ફૂગના બિજાણું બનતા કાળી ભૂકી જોવા મળે છે.
નિયંત્રણ
કાંદા ઉપાડવા સમયે કાંદાને નુકસાન ન થાય તેની કાળજી રાખવી.
કાંદાના પરિવહન દરમ્યાન કાંદાને કોથળામાં ખીચોખીચ કાંદા દબાય તેમ ન ભરવા.
નીચા ઉષ્ણતામાને (રપ0 સે.) અને હવાની ખૂબ જ સારી અવરજવર વાળી જગ્યાએ સંગ્રહ કરવો.
Share your comments