Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી થઈ બમણી, ગુજરાતથી મળ્યા ચોંકાવનારા આંકડા

ધીમે ધીમે પણ કૃષિ ક્ષેત્ર રોજગારની તક તરીકે ઉભો થઈ રહ્યો છે. વડા પ્રધાન નરેંદ્ર મોદીના વાત આવનારા સમય કૃષિ ક્ષેત્રનું છે, જો કે ધીમે ધીમે સાચુ પડી રહ્યો છે. યુવાનો હોય કે પછી મહિલાઓ બઘા કોકના કોક રીતે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. કૃષિ પ્રઘાન દેશ ભારત જ્યાની લગભગ 70 ટકા વસ્તી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, તેની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યાં સૌથી મહત્વની વાત એવું છે કે ખેતી કરવામાં પુરુષો કરતા મહિલાઓ મોખરે છે

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ધીમે ધીમે પણ કૃષિ ક્ષેત્ર રોજગારની તક તરીકે ઉભો થઈ રહ્યો છે. વડા પ્રધાન નરેંદ્ર મોદીના વાત આવનારા સમય કૃષિ ક્ષેત્રનું છે, જો કે ધીમે ધીમે સાચુ પડી રહ્યો છે. યુવાનો હોય કે પછી મહિલાઓ બઘા કોકના કોક રીતે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. કૃષિ પ્રઘાન દેશ ભારત જ્યાની લગભગ 70 ટકા વસ્તી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, તેની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યાં સૌથી મહત્વની વાત એવું છે કે ખેતી કરવામાં પુરુષો કરતા મહિલાઓ મોખરે છે, જેના કારણે ખેતી ખર્ચમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એક શોધ પછી જાહેર કરવામાં આવેલ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે કેંદ્ર સરકારની પરિવર્તનકારી યોજના જલ જીવન મિશન હર ઘર જલનું સકરાત્મક અસર જોવા મળી રહ્યો છે. આ યોજનાને કારણે મહિલાઓ દ્વારા ઘર માટે પાણી એકત્ર કરવામાં અગાઉ જે સમય પસાર થતો હતો તે ઘટી ગયો છે, જેથી કરીને મહિલાઓ હવે ખેતરોમાં વધુ સમય પસાર કરવા સક્ષમ છે. આનાથી ખેતીમાં મજૂરી ખર્ચ ઘટાડવામાં પણ મદદ મળી છે. ગુજરાત, આસામ, યુપી અને આંધ્રપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં કૃષિ ક્ષેત્રે કામ કરતી મહિલાઓની સંખ્યામાં ભારે વધારો થયો છે.

ગામડાઓમાં મોટું પરિવર્તન

કેન્દ્ર સરકારે 15 ઓગસ્ટ 2019 ના રોજ જલ જીવન મિશન (JJM) શરૂ કર્યું હતું જેથી ગ્રામીણ લોકોને ઘર આંગણે શુધ્ધ પાણી મળે. તેનું લક્ષ્ય 2024 સુધીમાં લગભગ 19.34 કરોડ ગ્રામીણ પરિવારોને નળનું પાણી પૂરું પાડવાનું હતું. તેની શરૂઆત સમયે, માત્ર 17 ટકા એટલે કે 3.23 કરોડ ગ્રામીણ પરિવારો પાસે જોડાણ હતું અને આ મિશનનો ઉદ્દેશ્ય બાકીના 16.10 કરોડ પરિવારોને આવરી લેવાનો હતો. ઑક્ટોબર 10, 2024 સુધીમાં, જલ જવીન મિશનએ 11.96 કરોડ વધારાના ગ્રામીણ પરિવારોને સફળતાપૂર્વક નળના પાણીના જોડાણો પૂરા પાડ્યા છે, જે કુલ કવરેજને 15.20 કરોડથી વધુ પરિવારો સુધી પહોંચાડે છે, જે ભારતના તમામ ગ્રામીણ પરિવારોના 78.62 ટકા છે. આનાથી ગ્રામીણ લોકો માટે તેમના ઘરોમાં પીવાનું પાણી પહોંચવાનું સરળ બન્યું.આની અસર એ થઈ કે જે મહિલાઓ પહેલા આખો દિવસ પાણી એકઠું કરવામાં વિતાવતી હતી તેઓ પોતાનો સમય બચાવવા લાગી અને તે સમયનો ઉપયોગ ખેતરોમાં ખેતીના કાર્યોમાં કરવા લાગી.

મહિલાઓનું યોગદાન 7 ટકા વધ્યું છે

SBI રિસર્ચએ ઘણા મુદ્દાઓ પર રસપ્રદ ડેટા બહાર પાડ્યો છે જે દર્શાવે છે કે કેવી રીતે કૃષિ અને સંબંધિત કામોમાં મહિલાઓની ભાગીદારીમાં તીવ્ર વધારો થયો છે. SBI રિસર્ચ અનુસાર, અખિલ ભારતીય સ્તરે, પરિસરમાં બહારથી પાણી લાવતા પરિવારોની ટકાવારીમાં 8.3 ટકાનો ઘટાડો થયો છે, પરંતુ કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં મહિલાઓની ભાગીદારીમાં 7.4 ટકાનો વધારો થયો છે. સંશોધન મુજબ રાષ્ટ્રીય સ્તરે કૃષિ ક્ષેત્રે કામ કરતી મહિલાઓની સંખ્યા 57 ટકાથી 7.4 ટકા વધીને 64.4 ટકા થઈ છે. કેટલાક રાજ્યોને બાદ કરતાં અન્ય તમામ રાજ્યોમાં ઘરની બહારથી પાણી લાવતા પરિવારોની ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો છે અને ખેતી અને તેને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી મહિલાઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે.

ગુજરાતમાં ખેતી કરનાર મહિલાઓની સંખ્યામાં વઘારો

રિપોર્ટ મુજબ કૃષિ ક્ષેત્રમાં ગુજરાતમાં મહિલાઓની સંખ્યામાં 16 ટકા વધારો જોવા મળ્યો છે. જ્યાં પહેલા કૃષિ ક્ષેત્ર સાથે ગુજરાતની 32 ટકા મહિલાઓ સંકળાયેલી હતી આજે તેઓની સંખ્યા વધીને 48 ટકા થઈ ગઈ છે. જો આપણે રાજ્યવાર આંકડાઓ પર નજર કરીએ તો જાણવા મળે છે કે 2017-18ની સરખામણીએ આસામમાં ખેતીની પ્રવૃત્તિઓમાં મહિલાઓની સંખ્યા 29 ટકા વધીને 2020-21માં 74.7 ટકા થઈ ગઈ છે. આ પછી, કૃષિ કાર્યમાં બિહારની મહિલાઓનું યોગદાન વધીને 28 ટકા થઈ ગયું છે અને આ આંકડો વધીને 82.8 ટકા થઈ ગયો છે. તેવી જ રીતે, કેરળમાં 19 ટકા મહિલાઓનો હિસ્સો 17 ટકા વધીને 37 ટકાની નજીક પહોંચી ગયો છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાં 64.6 ટકા મહિલાઓની સંખ્યામાં 15 ટકાનો વધારો થયો છે અને રાજ્યની 81.8 ટકા મહિલાઓ ખેતીમાં મદદ કરી રહી છે.

આ રાજ્યોમાં મહિલાઓની સંખ્યામાં નોંધાયો ઘટાડો 

SBIના રિસર્ચ અનુસાર મહારાષ્ટ્રમાં ખેતીની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી મહિલાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ડેટા અનુસાર, 2017-18ની સરખામણીએ 2020-21માં મહારાષ્ટ્રની કુલ 59 ટકા મહિલાઓ ખેતીનું કામ કરી રહી છે. આ સંખ્યામાં 6.5 ટકાનો ઘટાડો થયો છે. તેવી જ રીતે, હિમાચલ પ્રદેશમાં કૃષિ કાર્યમાં રોકાયેલી મહિલાઓની સંખ્યા 5.5 ટકા ઘટીને 78.5 ટકા થઈ છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં કૃષિ કામ કરતી મહિલાઓની સંખ્યા 4.6 ટકા ઘટીને 56.5 ટકા થઈ છે. ગોવામાં કૃષિ ક્ષેત્રે કામ કરતી કુલ મહિલાઓની સંખ્યામાં 3.9 ટકાનો ઘટાડો થયો છે.

Share your comments

Subscribe Magazine

More on News

More