Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

EVની ખરીદી પર ક્યાં કેટલી મળી રહી છે સબસિડી, રોડ ટેક્સ રજિસ્ટ્રેશનમાં શું છે છૂટ

ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ને પ્રોત્સાહન આપવા માટે, ઘણી રાજ્ય સરકારો આવા વાહનોની ખરીદી પર સબસિડી આપી રહી છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
electric vehicle
electric vehicle

ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ને પ્રોત્સાહન આપવા માટે, ઘણી રાજ્ય સરકારો આવા વાહનોની ખરીદી પર સબસિડી આપી રહી છે.

સૌથી વધુ સબસિડી મહારાષ્ટ્રમાં

આ યાદીમાં મહારાષ્ટ્ર ટોચ પર છે જ્યાં ઈવી (electric vehicle) ની ખરીદી પર સૌથી વધુ સબસિડી આપવામાં આવે છે. પ્રથમ 10,000 ખરીદદારોને ફોર વ્હીલર EVની ખરીદી પર 1.5 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. એ જ રીતે ટુ વ્હીલરની ખરીદી પર 10,000 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. EV નીતિ અમલમાં આવી ત્યારથી, મોટાભાગના રાજ્યોમાં રોડ ટેક્સ માફ કરવામાં આવ્યો છે. તેમાં ગુજરાત અને કેરળનો સમાવેશ થતો નથી જ્યાં રોડ ટેક્સની કુલ રકમના 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.

લોન પરના વ્યાજ પર કરમુક્તિ

જો તમે લોન લઈને EV ખરીદો છો, તો લોન પરના વ્યાજ પર કર મુક્તિ મળે છે. ઈન્કમ ટેક્સ એક્ટ હેઠળ આ વ્યાજ પર 1.5 લાખ રૂપિયા સુધીની કપાત લઈ શકાય છે. આવકવેરા અધિનિયમ 80EEB હેઠળ, EV ની ખરીદી પર લોન પરના વ્યાજને કરમાંથી મુક્તિ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર ઈવીની ખરીદી પર સૌથી ઓછો 5% GST વસૂલે છે. આ સાથે, મહારાષ્ટ્રે EVs માટે રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી માફ કરી દીધી છે.

દેશના મોટાભાગના રાજ્યોએ સબસિડીવાળી ઇલેક્ટ્રિક કારની કુલ સંખ્યા 10,000 યુનિટ સુધી સીમિત કરી છે. આ કેટેગરીમાં આવતા વાહનો માટે એક્સ-ફેક્ટરી ખર્ચ મર્યાદા રૂ. 15 લાખ નક્કી કરવામાં આવી છે, જેનો અર્થ છે કે હાલમાં, તે માત્ર Tata Tigor EV Ziptron અને Tata Nexon EV જ છે જે તમામ રાજ્યોમાં સબસિડી માટે પાત્ર છે. MG ZS EV અને Hyundai Kona Electric જેવી મોટી, વધુ મોંઘી EV આ સબસિડી માટે પાત્ર નથી. આ યાદીમાં મહારાષ્ટ્ર મોખરે છે જ્યાં 5,000 રૂપિયા પ્રતિ kWh ના દરથી ઈન્સેન્ટિવ  આપવામાં આવે છે. ફોર વ્હીલર EV માટે, આ રકમ 1.5 લાખ નક્કી કરવામાં આવી છે.

ગુજરાત, આસામ અને પશ્ચિમ બંગાળ 10,000 રૂપિયા પ્રતિ kWh ઈન્સેન્ટિવ  આપે છે, પરંતુ કુલ સબસિડી રૂ. 1.50 લાખ સુધી મર્યાદિત છે. દિલ્હીમાં પણ EV ની ખરીદી પર સમાન રકમ ઓફર કરવામાં આવે છે અને બિહારની હજુ સુધી સૂચિત EV નીતિ પણ સમાન લાભોનું વર્ણન કરે છે. ઓડિશા ઇલેક્ટ્રિક વાહનો માટે રૂ. 1 લાખ સુધીનું ઈન્સેન્ટિવ આપે છે, જ્યારે મેઘાલય રૂ. 4,000 પ્રતિ kWh ના ઈન્સેન્ટિવ સાથે કુલ રૂ. 60,000 ની સબસિડી આપે છે.

તમામ પ્રકારના EV પર રજીસ્ટ્રેશન શુલ્ક માફ

રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, ઉત્તરાખંડ, પંજાબ અને ઉત્તર પ્રદેશ તેમની નીતિઓમાં ઇલેક્ટ્રિક કાર અને SUV માટે સીધી સબસિડી આપતા નથી, પરંતુ રોડ ટેક્સ અને નોંધણી ફીમાં મુક્તિ આપે છે. સમગ્ર દેશમાં તમામ પ્રકારના ઈલેક્ટ્રિક વાહનો માટે રજીસ્ટ્રેશન શુલ્ક માફ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) એ જાહેરાત કરી હતી કે તમામ બેટરી સંચાલિત વાહનોને 'નોંધણી પ્રમાણપત્ર જારી કરવા અથવા નોંધણી નવીકરણ ચાર્જની ચુકવણી માંથી મુક્તિ આપવામાં આવી હતી.

આ પણ વાંચો:હવે બદલાશે કોલ અને ઈન્ટરનેટ ઉપયોગની પદ્ધતિ, જાણો શું હશે હવે આગામી સમયમાં નવીનત્તમ બાબત

Share your comments

Subscribe Magazine

More on News

More