Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

જીજ્ઞેશ મેવાણી રાજકારણમાં કેવી રીતે સફળ બન્યા ? જાણો, આ લેખમાં

આમ તો જિજ્ઞેશ મેવાણી ગુજરાત વિધાનસભાના સભ્ય છે અને પોલીટીક્સમાં પોતાની કાર્કીદી બનાવવા માટે ઘણા બધા આંદોનના ભાગીદાર રહ્યા છે. જીજ્ઞેશ મેવાણી રાષ્ટ્રીય સ્તરે ત્યારે ચર્ચામાં આવ્યા હતા કે જ્યારે ગૌરક્ષાના નામે દલીતોને ઢોર માર મારવામાં આવ્યો હતો.

Sukhadev Thakor
Sukhadev Thakor
Jignesh Mewani
Jignesh Mewani

આમ તો જિજ્ઞેશ મેવાણી ગુજરાત વિધાનસભાના સભ્ય છે અને પોલીટીક્સમાં પોતાની કાર્કીદી બનાવવા માટે ઘણા બધા આંદોનના ભાગીદાર રહ્યા છે. જીજ્ઞેશ મેવાણી રાષ્ટ્રીય સ્તરે ત્યારે ચર્ચામાં આવ્યા હતા કે જ્યારે ગૌરક્ષાના નામે દલીતોને ઢોર માર મારવામાં આવ્યો હતો. જ્યારે આ હિંસા થઈ હતી ત્યારે સૌપ્રથમ જીજ્ઞેશ મેવાણીએ જ અવાજ ઉઠાવ્યો હતો. આ સમયે જીજ્ઞેશ મેવાણી ગુજરાતમાં દલિત આંદોન માટે જાણીતો ચહેરો બની ચૂક્યા હતા. તો ચાલો જાણીએ કે જીજ્ઞેશ મેવાણી એક સાધારણ માણસમાંથી રાજનેતા બન્યા અને કેવી રહી તેમની આ સફર.

જીગ્નેશ મેવાણીનો જન્મ 11 ડિસેમ્બર 1980 ના રોજ ગુજરાતના મહેસાણામાં થયો હતો. પરંતુ હાલમાં તેઓ દલિતોનો ગઢ ગણાતા અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહે છે. તેમના પિતા અમદાવાદ મહાનગરપાલિકામાં એક કર્મચારી હતા. જીજ્ઞેશ મેવાણીના અભ્યાસની વાત કરવામાં આવે તો સ્નાતકની ડિગ્રી મેળવેલ છે જેમાં પ્રાથમિક શિક્ષણ સ્વસ્તિક વિદ્યાલય અને પછી અમદાવાદ જિલ્લાની વિશ્વવિદ્યાલય માધ્યમિક શાળામાંથી શાળાનું શિક્ષણ પૂરુ કરેલ છે. બાદમાં વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ શરૂ કર્યું હતુ પરંતુ કોઈ કારણોસર તેઓ આ શિક્ષણ પૂર્ણ કરી શક્યા નહોતા અને બાદમાં માનવ વિજ્ઞાનમાં તેમનું ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ પૂર્ણ કર્યુ હતુ. આ પછી 2003 માં તેમણે ગુજરાત યુનિવર્સિટીની HK આર્ટ્સ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતકની ડિગ્રી લીધી હતી.

જીગ્નેશ મેવાણીએ આ ઉપરાંત માસ કમ્યુનિકેશન અને કાયદાનો અભ્યાસ પણ કર્યો છે. તેમણે મુંબઈના એક સમાચારપત્રમાં પણ કામ કર્યું છે. વ્યવસાયે વકીલ હોવા છતા પણ તેમને  સાહિત્યમાં પણ રૂચી છે. એક યુવાન દલિત નેતા તરીકે ઉભરી આવેલા જીગ્નેશ એક સામાજિક કાર્યકર અને વ્યવસાએ વકીલ છે. તેઓ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સંયોજક પણ છે. દલિતોના અધિકારોની વાત કરતા કરતા તેમને રાજકારણમાં રસ જાગ્યો અને 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ વડનગર વિધાનસભા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા. જીજ્ઞેશ મેવાણી સતત ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા રહે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More