Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

જીરુંના ભાવમાં લાલચોળ તેજી, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાગી ઐતિહાસિક બોલી, 20 કિલો જીરૂનો ભાવ 36,001 રૂપિયા બોલાયો

ગોંડલ માર્કેટીંગયાર્ડમાં તમામ જણસીની આવક જોવા મળી રહી છે. ત્યારે આજે 1500 ગુણી જીરૂની આવક જોવા મળી હતી.

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja
Gondal Marketing Yard
Gondal Marketing Yard

ગોંડલ માર્કેટીંગયાર્ડમાં તમામ જણસીની આવક જોવા મળી રહી છે. ત્યારે આજે 1500 ગુણી જીરૂની આવક જોવા મળી હતી. હરાજીમાં 3 ગુણી નવું જીરૂ આવ્યું હતું. એ નવા જીરૂનો મુહુર્તનો 20 કિલો જીરૂનો ભાવ 36,001 સુધીનો મોટા દડવાના ખેડૂત ધર્મેન્દ્ર વસાણી અને સાણથલીના ખેડૂત રમેશ ઉકાભાઈ કચ્છીને મળ્યા હતા. યાર્ડમાં પરબઘણી એન્ટરપ્રાઇઝના વેપારી મેહુલ ખાખરીયાએ આ નવા જીરૂની ખરીદી કરી હતી. ખેડૂત અને વેપારીને હાર તોળા કર્યા હતા અને પેંડા ખવડાવી મીઠું મોઢું કરાવ્યું હતું. ભાવ સારા મળતા ખેડૂત ખુશખુશાલ થયા હતા. મુહુર્તના નવા જીરૂની હરાજી જોવા મોટી સંખ્યામાં વેપારી, દલાલો અને ખેડૂતો ઉમટી પડ્યા હતા.

Gondal Marketing Yard
Gondal Marketing Yard

ખેડૂતો જીરૂ લઈ ગોંડલ માર્કેટયાર્ડમાં આવી પહોંચ્યા

સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જણસી વેચવા માટે ગોંડલ માર્કેટયાર્ડજ પસંદ કરે છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરના ખંભાળિયા અને ગોંડલ જસદણ તાલુકામાંથી ખેડૂતો જીરૂ લઈને ગોંડલ માર્કેટયાર્ડમાં આવી પહોંચ્યા છે.

મસાલા બજારમાં સૌથી વધુ ગરમી જીરામાં

દરમ્યાન મસાલા બજારમાં સૌથી વધુ ગરમી જીરામાં આજકાલ જોવા મળી રહી છે. જીરા વાયદો ૨૨૦૦૦ સુધી રેકોર્ડ સ્તરે આવી જતા દોઢેક મહિનામાં ૩૦ ટકાનો વધારો થઈ ચૂક્યો છે. જીરાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થવાની ગણત્રીએ જીરાના હાજરમાં પણ ફંડામેન્ટલ સપોર્ટને કારણે વાયદા બજાર વન-વે ઉંચે આગળ વધતા સટ્ટાકીય માહોલ મજબૂત બન્યો છે. જીરાની આવકો પૂરજોશમાં હોળી બાદ શરૂ થાય તેવી સંભાવના છે. હાલમાં જીરાની ૧૦૦૦થી ૧૫૦૦ બોરી નવા માલ આવકો છે. ગત સીઝનમાં જીરાના સારો નહિ મળતા ખેડૂતોની રૂચિ ઓછી થતાં વાવેતરમા ઘટાડો ઉપરાંત માવઠાઓ જેવા પરિબળોને કારણે બગાડના કિસ્સાથી ઉત્પાદન ઓછું થવાની શક્યતાઓને પગલે જીરામાં તેજી સતત આગળ વધતાં જીરા બજાર લાલચોળ સ્વરૂપ પકડી રહ્યું છે.

બીજી તરફ કન્ટેનરોની અછતને કારણે તેમજ ભાડામાં પાંચ ગણો વધારો થતાં નિકાસી કામકાજ ઉપર અસર પડતા લેવાલીની ઉણપ છે. જો કે સ્ટોકિસ્ટોની લેવાલી રહેતા પંદરેક દિવસમાં જીરાના ભાવો પ્રતિ મણે ૬૦૦થી ૭૦૦નો ઉછાળો થતા સરેરાશ બજાર ૩૮૦૦થી ૪૧૦૦ની ઉંચી રેન્જમાં છે. જીરાનો જૂનો સ્ટોક ૧૮થી ૨૦ લાખ બોરીની સામે નવું ઉત્પાદન ૫૦ લાખ બોરીથી નીચે રહેવાની ગણત્રીએ બજારમાં ટોન મજબૂત બની રહ્યો છે. આ જ સ્થિતિ રહે તો જૂન અંત સુધીમાં જીરા વાયદો પ્રતિ ક્વિન્ટલે ૨૫૦૦૦ની સપાટી કુદાવે તેવી સંભાવનાઓ તેજ છે.

આ પણ વાંચો:28 કરોડથી વધુ લોકો લઈ રહ્યા છે ઈ-શ્રમ કાર્ડનો લાભ, આ રીતે કરો રજીસ્ટ્રેશન, મફતમાં મળશે લાખોનો વીમો

Gondal Marketing Yard
Gondal Marketing Yard

મગફળી, સોયાબીન, રાયડો, તલ જેવા તેલીબીયાના બજારોમાં પણ ગરમી 

વિદેશી બજારોમાં ખાદ્ય તેલોમાં તેજી હોવાની અસરથી સ્થાનિક બજારોમાં મગફળી, સોયાબીન, રાયડો, તલ જેવા તેલીબીયાના બજારો પણ ગરમી પકડી રહ્યા છે. ખાસ કરીને રાયડાને બાદ કરતા મોટા ભાગના ખાદ્યતેલોમાં બજારો ઉંચી છે. રાયડાનું ઉત્પાદન આ વર્ષે રેકોર્ડ બ્રેક થાય તેવી સ્થિતિ છે. સાથે સાથે ઘઉં તથા ચણાનું ઉત્પાદન એકાદ કરોડ ટન બમ્પર રહ તેમ છે. ઘઉંનું ઉત્પાદન બે ટકાના વધારા સાથે ૧૧ કરોડ ટનની આસપાસ અને ચણાનું ઉત્પાદન દશેક ટકાના ઉછાળા સાથે ૧.૩૦ કરોડ ટનની આસપાસ રહે તેમ છે. તેલોમાં આત્મનિર્ભર બનવા માટે સરકારે તેલીબીયાનું ઉત્પાદન આગામી પાંચ વર્ષમાં ૩.૫૦ કરોડ ટનથી વધારીને ૫.૪૦ કરોડ ટન સુધી લઈ જવા લક્ષ્યાંક રાખેલ છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ તેલીબીયાના ઉત્પાદન પ્રોત્સાહન માટે ૬૦૦ કરોડ રૂપિયા સુધી નાણાંની ફાળવણી કરી છે. અનાજનું સૌથી વધુ ઉત્પાદન કરતા પંજાબ તથા હરિયાણા ખેડૂતોને ઉપજના સારા ભાવ મળે તે માટે સરકારી ખરીદીમાં વધારો કર્યો છે. વર્ષે દહાડે લગભગ બારેક કરોડ ટન જેટલું અનાજ ખરીદી કરીને દોઢેક કરોડ જેટલા ખેડૂતોને લાભ આપવાનો સરકારે લક્ષ્યાંક રાખ્યો છે.’

Share your comments

Subscribe Magazine

More on News

More