ગુજરાતના સૌરાષ્ટ્ર (Saurashtra) રીજનમાં થઈ રહેલી ધોધમાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જામનગર, રાજકોટ જેવા શહેરોમાં ગાડીઓ પાણીમાં તણાઈ રહી છે. ભારતીય નૌકાદળ રાહત પ્રયાસોમાં જોડાયું છે જ્યાં સતત વરસાદ અને પૂરના (Flood) કારણે રાજ્યના મોટા ભાગમાં પાણી ભરાયા છે, ખાસ કરીને રાજકોટ (Rajkot) અને જામનગર (Jamnagar) જિલ્લામાં.
ગુજરાતના સૌરાષ્ટ્ર (Saurashtra) રીજનમાં થઈ રહેલી ધોધમાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જામનગર, રાજકોટ જેવા શહેરોમાં ગાડીઓ પાણીમાં તણાઈ રહી છે. ભારતીય નૌકાદળ રાહત પ્રયાસોમાં જોડાયું છે જ્યાં સતત વરસાદ અને પૂરના (Flood) કારણે રાજ્યના મોટા ભાગમાં પાણી ભરાયા છે, ખાસ કરીને રાજકોટ (Rajkot) અને જામનગર (Jamnagar) જિલ્લામાં.પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 7,000 થી વધુ સ્થાનિકોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં એક વ્યક્તિના મોતની જાણ કરવામાં આવી છે.
ભારતીય નૌકાદળે (NDRF) જણાવ્યું કે, ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્ય માટે વધુ છ ટીમો તૈયાર છે. વરિષ્ઠ નૌસેના અધિકારીઓ બચાવના પ્રયાસોમાં સહાય આપવા માટે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે.પુરના કારણે ખેડૂતો પણ મુંઝાવણમાં છે.
પાકને મોટા પાચે નુકસાન
રાજકોટ અને જામનગરમાં થઈ ધોધમાર વરસાદના કારણે પાકને મોટા પાચે નુકસાન થયુ છે. રાજકોટની વાત કરીએ તો ત્યાં આપણે શક્તિસિંહ જાડેજા ( ખેડૂત) જોડે વાતે કરી. તેમને કહ્યુ, રાજકોટમા પૂરના કારણે ઢોર-ડાકર તણાઈ ગયા છે. પાકને નુકસાન થયુ છે. કપાસ અને મગફળી જેની વધારે વાવણી થાય છે તેને ઘણુ બધુ નુકસાન થયુ છે. જામનગરની સ્થિતિ પણ એજ છે. ત્યાંના ખેડૂત માચ્છાભાઈ રાધડીયા કહ્યુ, ડેમના લગતા ગામડાઓમાં પાણી ભરાઈ ગયુ છે. અને જેના કારણે પાક સુકાઈ ગયુ છે. કપાસના પાકને વધુ નુકસાન થયુ છે.
નોંધણીએ છે કે ભારતમાં સૌથી વધારે કપાસના પાક ગુજરાતના સૌરાષ્ટ્રમાં પાકે છે. જ્યાં પૂર આવવાના કારણે કપાસના પાક પાણીમાં તણાઈ ગયો છે. ખરીફના પાકને લઈને જો કેંદ્ર સરકારના સચિવ સંજય અગ્રવાલે અનુસર્યો હતો તે કદાચ પૂરાના કારણે ખોટુ થઈ જાય.. તમને જણાવી દઈએ કે અગ્રવાલે કહ્યુ હતુ, આ વર્ષે ખરીફ પાકના ઉત્પાદન 15 કરોડ ટન થવાની શકયતા છે. પરંતુ હવે રાજકોટ અને જામનગરમાં આવ્યો પૂરને જોતા આ સંભવ નથી લાગતો.
Share your comments