Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Rain In Gujarat: ગુજરાતમાં ભારે વરસાદ

વરસાદી સિઝનમાં કુલ મૃત્યુઆંક 100થી વધારે થયો, કુલ 4 હજારથી વધુ પશુના થયા મોત

KJ Staff
KJ Staff
Rain In Gujarat: ગુજરાતમાં ભારે વરસાદ
Rain In Gujarat: ગુજરાતમાં ભારે વરસાદ

ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતમાં પડેલા ભારે વરસાદથી જાનમાલને વ્યાપક પ્રમાણમાં અસર થઈ છે. વરસાદને લીધે આ સિઝનમાં અત્યાર સુધીમાં આશરે 100 લોકોના મોત થયા છે અને 4 હજાર 119 પશુઓના પણ મોત થયા છે. 1 જૂનથી અત્યાર સુધી સરકારી ચોપડે 102 માનવ મૃત્યુ થયા છે.

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ અને નવસારીમાં જળબંબાકારની સ્થિતિ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદની થશે.  દ્વારકા અને પોરબંદર જેવા જિલ્લામાં એલર્ટ અપાયું છે. બીજી બાજુ જૂનાગઢમાં અનેક લોકો પૂરના પાણી વચ્ચે ફસાયા હતા. જેમની બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ 736 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે અને આશરે 358 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રાજ્યમાં વધુ પડતા વરસાદને લીધે 271 પંચાયતના રસ્તા સહિત કુલ 302 રસ્તાઓ બંધ કરાયા છે. આ ઉપરાંત 10 સ્ટેટ હાઈવે બંધ છે. 

આ પણ વાંચો : Credit Guarantee Scheme for Livestock Sector : પશુધન ક્ષેત્ર માટે ક્રેડિટ ગેરંટી યોજના

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં આગામી ત્રણ કલાક હજુ પણ ભારે રહી શકે છે. 23 જુલાઇએ બપોર બાદ અપડેટ પ્રમાણે, મોરબી, કચ્છ, અમદાવાદ, આણંદ, રાજકોટ, જૂનાગઢ, ભરૂચ, નર્મદા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પોરબંદરમા અગામી ત્રણ કલાકમાં વરસાદ તુટી પડશે. આ ઉપરાંત રાજ્યમાં અમરેલી, વડોદરા, ગીર સોમનાથ, જામનગર અને તાપીમા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, આમ આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં આ 24 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More