વર્તમાન સમયમાં જીવનશૈલી બદલાઈ રહી છે અને અયોગ્ય આહારને લીધે કિડની સ્ટોનની સમસ્યા સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સંજોગોમાં કિટની સ્ટોનના દર્દીઓએ તેમના ભોજન પ્રત્યે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આજ અમે આ અંગે આ લેખમાં વિશેષ માહિતી આપવા જઈ રહ્યા છીએ. કિડની સ્ટોનના દર્દીઓ તેમના ભોજનમાં અનેક ચીજવસ્તુઓનો સમાવેશ કરી શકે છે.
નારિયેળ પાણી
તેના સેવનથી કિડની સ્ટોનના દર્દીને ઘણો લાભ થાય છે. માટે કિડની સ્ટોનના દર્દીએ પોતાના ડાયટમાં તેનો સમાવેશ કરવો જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય માટે નારિયેળ પાણીનું સેવન ખૂબ જ લાભદાયક હોય છે. આ સાથે કિડની સ્ટોનની સમસ્યાથી પણ છૂટકારો મેળવી શકાય છે.
પાણી
જો સ્વાસ્થ્ય અને ફિટ રહેવા ઈચ્છતા હોય તો કોઈ પણ વ્યક્તિએ પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરતા રહેવું જોઈએ, તેનાથી કિડનીની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.
તુલસી
તેના સેવનથી સ્વસ્થ્ય થવા માટે ખૂબ જ લાભદાયક હોય છે, આ માટ કિડની સ્ટોનના દર્દીએ તેના ડાયટમાં તુલસીનો સમાવેશ કરવો જોઈએ. જો તમે દરરોજ તુલસીનું સેવન કરતા હોય તો કિડની સ્ટોનની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે તુલસીમાં અનેક ઔષધિય ગુણ જોવા મળે છે,જે શરીરને માટે ખૂબ જ આરોગ્યપ્રદ હોય છે.
લીંબુનુ જ્યૂસ
લીંબુ રસ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે, આ માટે કિડની સ્ટોનના દર્દીઓને તેમની ડાયટમાં તેનો સમાવેશ કરી શકાય છે. જો દરરોજ લીંબુ જ્યુસનું સેવન કરવામાં આવે તો કિડની સ્ટોનની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.
Share your comments