Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Har Ghar Tiranga:હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે કૃષિ જાગરણમાં પણ તિરંગો ફરકાવ્યો

હર ઘર તિરંગા (Har Ghar Tiranga)અભિયાનના ભાગરૂપે કૃષિ જાગરણની સમગ્ર ટીમે ઓફિસની છત પર તિરંગો ફરકાવ્યો હતો.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
tiranga hoisted in krishi jagran
tiranga hoisted in krishi jagran

દેશભરમાં મોદી સરકારના અભિયાનને કારણે દરેક ઘરમાં તિરંગો ફરકાવવામાં આવી રહ્યો છે, જેના કારણે દેશના દરેક ઘર, શાળા અને ઓફિસોમાં તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે. કૃષિ જાગરણ પણ સરકારના આ અભિયાનનો એક ભાગ બન્યુ છે, જેને તેની ઓફિસમાં મહેમાનો સાથે તિરંગો "રાષ્ટ્રધ્વજ" ફરકાવ્યો છે.

આ અભિયાન અંતર્ગત કૃષિ જાગરણ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌએ સાથે મળીને ઓફિસની છત પર તિરંગો ફરકાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે કૃષિ જાગરણની ટીમે આજે એટલે કે 13 ઓગસ્ટ, 2022 શનિવારના રોજ દિલ્હીમાં તેની ઓફિસમાં સવારે 11 વાગે તિરંગો ફરકાવ્યો અને હર ઘર તિરંગાનો કાર્યક્રમ ચાલુ રાખ્યો. સોમાણી સીડ્સના મેનેજિંગ ડિરેક્ટર કે.વી.સોમાણી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હતા. જેમણે કૃષિ જાગરણ ટીમ સાથે મળીને ઓફિસની છત પર તિરંગો ફરકાવ્યો હતો.

har ghar tiranga abhiyan
har ghar tiranga abhiyan

આ ક્ષણ બધા માટે ગર્વ અને આનંદની ક્ષણ હતી. આ કાર્યક્રમ દરમિયાન દરેકના હૃદયમાં દેશભક્તિની લાગણી જન્મી હતી. તિરંગો ફરકાવ્યા બાદ બધાએ સાથે મળીને રાષ્ટ્રગાન ગાયું અને સ્વતંત્રતાના નારા પણ લગાવ્યા. આ કાર્યક્રમમાં કૃષિ જાગરણના સ્થાપક એમ.સી ડોમિનિક, ડાયરેક્ટર શાયની ડોમિનિક તેમજ કૃષિ જાગરણના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન કે.વી.સોમાણીએ દેશના સ્વતંત્રતા દિવસ પર ટૂંકું વક્તવ્ય પણ આપ્યું હતું.

બીજી તરફ કૃષિ જાગરણના સ્થાપક અને એડિટર-ઈન-ચીફ એમસી ડોમિનિકે પણ આ શુભ અવસર પર કહ્યું કે આ એક યાદગાર ક્ષણ હશે.

આ પણ વાંચો:શું છે હર ઘર તિરંગા અભિયાન, કઈ તારીખ છે ખાસ, કેવી રીતે મેળવવું પ્રમાણપત્ર, જાણો બધું

Share your comments

Subscribe Magazine

More on News

More