Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Gujarat Weather Update : ગુજરાતમાં ગરમીનું થશે આગમન, તાપમાન 35 ડિગ્રી પહોંચવાની શક્યતા

ગુજરાત Gujarat માં ધીરે ધીરે શિયાળાની વિદાય થઈ રહી છે, અને છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના શહેરોમાં સવારથી લઈને મોડી સાંજ સુધી ગરમીનો Heat Wave અનુભવ થઈ રહ્યો છે. ઉપરાંત ફ્રેબ્રૂઆરીના અંત સુધી બેવડી ઋતુનો અનુભવ થશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

Himanee Chauhan
Himanee Chauhan
Tempreture Increase In Gujarat
Tempreture Increase In Gujarat

છેલ્લા બે દિવસથી ગુજરાતના મોટાભાગના શહેરોમાં સવારથી લઈને મોડી સાંજ સુધી ગરમીનો Heat Wave  અનુભવ થઈ રહ્યો છે. ઉપરાંત ફ્રેબ્રૂઆરીના અંત સુધી બેવડી ઋતુનો અનુભવ થશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 33 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે લધુત્તમ તાપમાન પણ 17 ડિગ્રી નોંધાયું છે. જો કે હવામાન વિભાગે  આગાહી કરી છે તે અનુસાર આગામી અઠવાડિયામાં રાજ્યમાં ગરમીનો પારો 35 ડિગ્રીની આસપાસ પહોંચશે. જેના લીધે લોકોને ફેબ્રુઆરી માસમાં જ ગરમીનો અનુભવ થશે. આ ઉપરાંત રાજ્યમાં લધુત્તમ તાપમાનમાં પણ વધારો થશે જેના લીધે ઠંડીની અસર ઓછી થશે. તેમજ તાપમાનમાં સામાન્ય વધઘટ પણ જોવા મળી શકે છે. જ્યારે આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. તેમજ વરસાદ કે માવઠાની પણ હાલ કોઈ સંભાવના નથી.

 

ઉનાળાનું આગમન The Arrival Of Summer

રાજ્યમાં શિયાળાનું પ્રભુત્વ ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે અને ગરમીમાં વધારો પણ થઈ રહ્યો છે, ત્યારે લોકોને રાજ્યના અનેક વિસ્તારોમાં રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. હજુ આગામી બે દિવસ ડબલ સિઝન યથાવત્ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે ફેબ્રુઆરી 24થી 26 દરમિયાન મહારાષ્ટ્ર તેમજ દક્ષિણ ભારતનું હવામાન બદલાઈ શકે છે અને વરસાદ પણ પડી શકે છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆત સુધીમાં પુનઃ દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, ભૂસ્ખલનની શક્યતાઓ રહેશે. માર્ચ માસમાં લઘુતમ ઉષ્ણતામાનનો આંક 36થી 38 ડિગ્રી સુધી થઈ શકે છે. માર્ચ મહિનામાં ગુજરાતના હવામાન પર તેની અસર રહેશે અને ગુજરાતમાં વાદળવાયુ અને કમોસમી વરસાદની શક્યતાઓ ફેબ્રુઆરી કરતાં વધુ રહેશે.

 

આ રાજ્યોમાં પડશે વરસાદ Rain Will Fall In These States

દેશના હવામાનની વાત કરીએ તો, પશ્ચિમ હિમાલયન પ્રદેશમાં 22 અને 23 ફેબ્રુઆરીએ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ભારતના ઘણા રાજ્યોમાં આગામી થોડા દિવસોમાં વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હિમવર્ષા થવાની પણ સંભાવના છે. પંજાબમાં 22 ફેબ્રુઆરીએ હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પંજાબના પડોશી રાજ્યો ચંદીગઢ-હરિયાણા, દિલ્હી અને ઉત્તર રાજસ્થાનના ઘણા ભાગોમાં પણ આગામી 22થી 23 ફેબ્રુઆરી વચ્ચે હળવો વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉપરાંત 22 ફેબ્રુઆરીએ હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં પવન ફૂંકાવવાની પણ સંભાવના છે. ઉપરાંત ઉત્તર રાજસ્થાનમાં પણ ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો : અશ્વગંધાની કરો ખેતી, વાવણી માટે આ સમય છે યોગ્ય

આ પણ વાંચો : SSY : કેન્દ્રની એક નવી બચત યોજના, જેમાં દીકરીના લગ્ન માટે મળશે 65 લાખ રૂપિયા

Share your comments

Subscribe Magazine

More on News

More