Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

હવામાન વિભાગ : રાજ્યમાં ગરમીથી હાહાકાર, રોગચાળામાં પણ વધારો

ગુજરાતવાસીઓ હવે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ગરમીનો પારો હાલ પણ વધી જ રહ્યો છે. ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી પર પહોંચી ગયુ હતુ. ત્યારે હજુ 4 દિવસ ગરમી લોકોને રડાવશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

Himanee Chauhan
Himanee Chauhan
Heat Mercury Reached 42 Degree In Gujarat
Heat Mercury Reached 42 Degree In Gujarat

ગુજરાતવાસીઓ હવે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ગરમીનો પારો હાલ પણ વધી જ રહ્યો છે. ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી પર પહોંચી ગયુ હતુ. ત્યારે હજુ 4 દિવસ ગરમી લોકોને રડાવશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

ઓરેન્જ એલર્ટ કર્યુ જાહેર

ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગુજરાત, બિહાર, ઝારખંડ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં લૂની સ્થિતિ હાલ પણ યથાવત્ છે. ત્યારે તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે કાલથી 2 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

હવામાન વિભાગે કરી શું આગાહી

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 7 શહેરમાં તાપમાન 42 ડિગ્રીને પાર થયું હતું, અને 43.2 ડિગ્રી સાથે ભૂજમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 'ગુજરાતમાં આગામી 4-5 દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. આગામી બુધવાર-ગુરુવારે સુરત-પોરબંદર-ગીર સોમનાથ-જૂનાગઢ-કચ્છ-દીવ, શુક્રવારથી રવિવાર બનાસકાંઠા-મહેસાણા-પાટણ-સાબરકાંઠા-ગાંધીનગર-ખેડા-અમદાવાદ-વડોદરા-દાહોદ-સુરેન્દ્રનગર-રાજકોટ-પોરબદંર-જુનાગઢ-અમરેલી-કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ રહેશે.

સૌથી વધુ 43.2 ડિગ્રી સાથે ભૂજ ભૂંજાયુ

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 7 શહેરમાં તાપમાન 42 ડિગ્રીને પાર થયું હતું, અને 43.2 ડિગ્રી સાથે ભૂજમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. અમદાવાદમાં ૪૨.૪ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 29-30 એપ્રિલના રોજ અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જઈ શકે છે. આગામી 1 મે સુધી અમદાવાદમાં પારો 43 ડિગ્રીથી નીચે જવાની સંભાવના નહિવત્ છે.

આ પણ વાંચો : સરલ પેન્શન યોજના, નિવૃત્તિ પછી મેળવો 12,000 રૂપિયા પેન્શનનો લાભ

આ જિલ્લામાં ગરમીનો પ્રકોપ રહેશે

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ તથા રાજકોટ જિલ્લામાં ગરમીનું જોર વધી શકે છે. ઉપરાંત ગુરૂવાર અને શુક્રવારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર તથા રાજકોટ જિલ્લામાં ગરમ પવન લોકોને પરેશાન કરી શકે છે. આ દરમિયાન હવામાન વિભાગે યલો એલર્ટ વચ્ચે ગરમીથી બચવા માટે એડવાઇઝરી પણ જાહેર કરી છે. 

વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. ચાલુવર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો પણ થઈ રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવાના કેસો પણ વધી રહ્યા છે. જેની સમયસર સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : નવાઈની વાત : વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે કેરી, જાણો કેરી ખાવાના 7 મોટા ફાયદા

બીમારીઓમાં ધરખમ વધારો

ગરમી વધવાને કારણે શરીરની અનેક સમસ્યાઓમાં પણ વધારો થયો છે, તમને જણાવી દઈએ કે લુ લાગવાના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઊંચું હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે અને જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી. જે વ્યકિતના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે. જેમાં શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો, ખુબ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચઢવો, હૃદયના ધબકારા વધવા જેવી અનેક સમસ્યાઓ થાય છે.

આ પણ વાંચો : ગુજરાતીઓ માટે ગર્વની વાત : રાજ્યમાં બનશે આયુષ ઔષધનું વૈશ્વિક હબ

 

Share your comments

Subscribe Magazine

More on News

More