ગુજરાતના સ્થાપના દિવસે યોજાઈ શકે છે વાઈબ્રન્ટ સમિટ
કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થયો હતો, જેના કારણે સરકારે વાઈબ્રન્ટ સમિટને મોકૂફ રાખવામાં આવી હતી, સાથે જ શહેરમાં ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલને પણ રદ કરવામાં આવ્યા હતા. તો હવે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા ફરી એકવાર વાઈબ્રન્ટ યોજવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા મોકૂફ રાખવામાં આવેલ વાઈબ્રન્ટ સમિટ 2022નું (Gujarat Vibrant Summit 2022) આયોજન 1 મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસે કરવામાં આવી શકે છે. જો કે સરકાર દ્વારા હજી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યુ નથી.
1 મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022નું આયોજન કરવાની શક્યતા છે. જોકે સરકાર દ્વારા હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
કોરોનાની ગાઈડલાઈનનુ કરાશે પાલન
મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં વાઈબ્રન્ટ સમિટ 2022નું આયોજન 1 મેના રોજ કરવા માટે સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વાઈબ્રન્ટ સમિટ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે યોજવામાં આવી શકે છે. તો બીજી બાજુ સરકાર દ્વારા લાદવામાં આવેલ નાઈટ કર્ફયૂ સહિતના પ્રતિબંધો પણ હટી શકે છે. જો ગુજરાતના સ્થાપના દિવસે વાઈબ્રન્ટ સમિટ 2022નુ આયોજન કરવામાં આવશે તો આ વાઈબ્રન્ટ મહોત્સવ ખૂબ જ ભવ્ય હશે. આ સમિટમાં રાષ્ટ્રવડાઓ ઉપસ્થિત રહી શકે તે દિવસમાં સરકાર તૈયારીઓ કરી રહી છે.
વાઈબ્રન્ટ હશે ભવ્ય
વાઈબ્રન્ટ યોજવા માટે સરકારે તાડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, તો વાઈબ્રન્ટની પૂર્વ સંધ્યાએ ભવ્ય ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવી શકે છે. આ ડ્રોન શો રાજ્યમાં વિશાળ અને વૈવિધ્યસભર હશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં યોજવામાં આવેલ એક શોમાં 1000 ડ્રોન સાથે શો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ફેબ્રુઆરી મહિનામાં ઉગાવી શકાય તેવા 5 પાક, મળશે ખૂબ લાભ
આ પણ વાંચો : રાજ્યમાં કેરી આવશે એક મહિનો મોડી
Share your comments