Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગુજરાત સરકારની મોટી જાહેરાત, ટૂંક સમયમાં ટેકાના ભાવે શરૂ થશે મગફળીની ખરીદી

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મોટી ખુશખબર આપવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર ભાઈ પટેલ દ્વારા શુક્રવારે 8 નવેમ્બરના રોજ જાહેરાત કરવામાં આવી છે કે ટૂક સમયમાં ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળીની ખરીરી કરવામાં આવશે. સાબરકાંઠાના હિમંતનગર તાલુકા ખાતે એક કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાને તેની જાહેરાત કરી હતી.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મોટી ખુશખબર આપવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર ભાઈ પટેલ દ્વારા શુક્રવારે 8 નવેમ્બરના રોજ જાહેરાત કરવામાં આવી છે કે ટૂક સમયમાં ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળીની ખરીરી કરવામાં આવશે. સાબરકાંઠાના હિમંતનગર તાલુકા ખાતે એક કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાને તેની જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે મગફળીના વેચાણ માટે અત્યાર સુધીમાં 3,33,000 વધુ ખેડૂતો નોંઘણી કરાવી છે, વધુમાં જણાવી દઈએ કે ઓનલાઇન નોંઘણી માટે 10 નવેમ્બર છેલ્લો દિવસ છે. તેના પછી ગમે ત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવશે.

મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ જાહેરાતને લઈને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવાનો નિર્ણઁચ લેવામાં આવ્યો છે. તેના સાથે જ તેમને ખેડૂતોને અફવાઓથી દૂર રહેવાનું પણ અનુરોધ કર્યો છે.

160 થી વધુ કેંદ્રો ખાતે થશે ખરીદી

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ વધુમાં જણાવ્યુ કે રાજ્યભરના 160 થી વધુ ખરીદી કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. તેમણે કહ્યું કે નોંધણી કરાવેલ તમામ ખેડૂતો પાસેથી રૂ. 1,356.60 પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે. એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર મુજબ 200 મણ મગફળી રાજ્ય સરકાર ખરીદશે. એટલે કોઈ પણ અફવાહમાં આવવાની જરૂર નથી.

ખેડૂતોની માંગણીના આધારે લેવામાં આવ્યા નિર્ણય

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે ખેડૂતોની માંગણી અને સરકાર પ્રત્યે તેમની લાંગણીઁને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અમે ઓનલાઇન નોંધણીની તારીખને પણ લંબાવી દીધી છે, જેથી ખેડૂતોને નોંધણી કરાવવામાં કોઈ સમસ્યા આવે નહીં. જણાવી દઈએ કે ઓનાલાઇન નોંધણી કરાવવાની તારીખ 10 નવેમ્બર કરી દેવામાં આવી છે. નોંધણીએ છે કે ઓગસ્ટ અને ઓક્ટોબરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભો પાક ગળી ગયો હતો, જેમાં સૌથી વધુ પાક મગફળીનું બગડ્યો હતો.

Share your comments

Subscribe Magazine

More on News

More