Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Gujarat Global Vibrant Summit 2024 : ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ નું આયોજન મહાત્મા મંદિર કન્વેક્શન સેન્ટર ખાતે કરવા માં આવ્યું

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નું ઉદ્ઘાટન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ નું આયોજન મહાત્મા મંદિર કન્વેક્શન સેન્ટર ખાતે કરવા માં આવ્યું છે. ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટનું આ 10મી આવૃત્તિ છે, આ વખતની 2024ની થીમ ગેટવે ટુ ધ ફયુચર રાખવા માં આવી છે,

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024
ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024

Gujarat Global Vibrant Summit 2024  :  ગુજરાતનું પાટનગર ગાંધીનગર માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆતની સાથે દેશ માં અને રાજય માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છો, તમને જણાવી દઈએ કે દેશના વડાપ્રધાન 8 જાન્યુઆરીએ ગુજરાત પહોંચી ગયા હતા. જેમાં ગઈકાલે  દેશ -વિદેશના મોટા મહેમાન અને બિઝનેસમેન ગાંધીનગર પહોંચ્યા હતા,રાજયના સી,એમ ભુપેન્દ્ર પટેલએ વસુધૈવ કુટુંમ્બક્મ થી વધાવી મહેમાનનું સ્વાગત કર્યું. સ્વાગત બાદ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં બધાજ મહાનુભાવોના ફોટા શૂટ કરવામાં આવ્યા. વધુ માં કહીએ તો નરેન્દ્ર મોદી 2003 માં  ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે પહેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કરવા માં આવી હતી, અત્યાર સુધી 9 આવૃત્તિ થઇ ચુકી છે. આ સમિટનું 9મી આવૃત્તિ 2019માં થયું હતું. મહત્વ અને ગૌરવની વાત એ છે કે આ વખતે 50 હજાર થી વધુ કંપનીએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

પ્રધાન મંત્રી મોદીએ શું કહ્યું  

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટને સંબોધિત કરતા સમયે લોકોએ જય શ્રી રામના જયકારા સાથે મોદીનું સ્વાગત કરવામાં આવ્યું, મોદી ૨૦૨૪ની શુભકામનાઓ પણ આપી, ભારતની આઝાદીના ૭૫વર્ષ પૂર્ણ કરી ચુક્યું છે, અને હવે ભારત આગલા ૨૫વર્ષ માટે કામ કરી રહ્યું છે. અમે ભારતને વિકસિત ભારતનું લક્ષયાંક રાખ્યું છે, અને તેને પૂરું કરવું એ આપણી સૌની ફરજ છે, ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટમાં આવેલા ૧૦૦ થી વધુ દેશના મહેમાનનું મહત્વનું યોગદાન આપ્યું છે. ભારત અને UAEના સંબધો વધુ મજબુત બની રહ્યા છે,

ભુપેન્દ્ર પટેલે શું કહ્યું

રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધિત કરતા કહ્યું દેશ પ્રગતિના પંથે છે સાથે નરેન્દ્ર મોદી જેવા નેતા દેશને મળ્યા અને દેશ આજે ઉંચાઈ ઓના શિખર પર છે, વધુ માં કહ્યું 20247 સુધીમાં દેશ વિકસિત ભારત બનશે, અને તેના માટે જે તન-તોડ મહેનત કરી રહયા છે. વધુ માં કહ્યું કે આ સમિટ ભારતના અમૃતકાલની પહેલી સમિટ છે, પ્રધાન મંત્રીજીની રાષ્ટ્રીય પ્રાથમિકતાને ધ્યાને રાખી સેમીકંડકટર, ઇલેક્ટ્રોનિક, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રોનિક મોબિલિટી, અને એમ.એસ.એમ.ઈની સ્કિલ ડેવલોપમેન્ટ પર MOU ફોકસ છે, ક્લાઇમેન્ટ ચેન્જ અને પર્યાવરણની રક્ષા માટે અને પ્રધાન મંત્રીના સપનાને સાકાર કરતા તેની પ્રતિબદ્ધતા આ MOU અને Gujarat Vibrant Summit 2024 દર્શાવે છે.

 આ પણ વાંચો : Vibrant Gujarat Global Summit વાઈબ્રાન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થી કૃષિ ક્ષેત્રને મળશે વધુ વેગ

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪  પર નજર કરતા મોદી જી
ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪ પર નજર કરતા મોદી જી

દેશના ટોચના બિઝનેશમેન અંબાણી એ શું કહ્યું

મોટા પાયે દેશ-વિદેશ થી આવેલા મહેમાન સમિટની અંદર ભાગ લેવા પહોંચ્યા હતા. દરમ્યાન અંબાણી એ પોતના સંબોધનમાં કહ્યું કે આ બધું મોદી છે તો મુમકીન છે, દેશની દશા અને દિશા બદલનાર પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ ઘણા કાર્યો સંપન્ન થતા દેખાય છે, વખતની 2024ની થીમ ગેટવે ટુ ધ ફયુચર રાખવા માં આવી છે,પ્રધાન મંત્રીના સપનાને સાકાર કરતા તેની પ્રતિબદ્ધતા આ MOU અને Gujarat Vibrant Summit 2024 દર્શાવે છે. રાખી સેમીકંડકટર, ઇલેક્ટ્રોનિક, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રોનિક મોબિલિટી, અને એમ.એસ.એમ.ઈની સ્કિલ ડેવલોપમેન્ટ પર રાષ્ટ્રીય સ્તરે વધુ ધ્યાન આપવા માં આવ્યું છે,

ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના મહેમાન સાથે  મોદીજીનું ફોટો સેશન
ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના મહેમાન સાથે મોદીજીનું ફોટો સેશન

આ સમીટ થી અને MOU થી દેશ અને રાજયમાં આર્થિક રૂપ અને રોજગારી થી સંપન્ન થશે, જેના થી વધુમાં વધુ રાજય માં પોતાના રોકાણ કરવા માટે આગળ આવતી વિદેશ કંપની પણ પોતાનું ભવિષ્ય લખશે. અને અનેક દેશ માટે અને બીજા રાજ્યો માટે ગુજરાત રાજય એક પ્રેરણારૂપી બનીને ઉભરશે.

Share your comments

Subscribe Magazine

More on News

More