Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગુજરાતમાં કોરોનાની નવી ગાઈડલાઈનની જાહેરાત, કયા નિયમોમાં મળી રાહત ?

રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાત સરકારે રાજ્યમાં ચાલી રહેલા નિયંત્રણોમાં હળવી છૂટછાટ આપી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. તો જુઓ ક્યા નિયમોમાં છૂટ આપવામાં આવી છે.

Himanee Chauhan
Himanee Chauhan
CM Bhupendra Patel
CM Bhupendra Patel

રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાત સરકારે રાજ્યમાં ચાલી રહેલા નિયંત્રણોમાં હળવી છૂટછાટ આપી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. તો જુઓ ક્યા નિયમોમાં છૂટ આપવામાં આવી છે.

રાત્રે 12 વાગ્યથી સવારે 5 સુધી રાત્રિ કર્ફ્યૂ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતમાં યોજવામાં આવેલ કોર કમિટીમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. કોરોનાના કેસ ઘટતા સરકારે આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં બે કલાકનો ઘટાડો કર્યો છે. જે અનુસાર હવે 11 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી 2022 સુધી રાજ્યના માત્ર 8 મહાનગરોમાં રોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફયૂ અમલમાં રહેશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર સહિતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ અમલમાં રહેશે. 

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે 19 નગરોમાંથી નાઈટ કર્ફ્યૂમાં રાહત આપી છે, અને નાઈટ કર્ફયૂ હટાવવાનો નિર્ણય લીધો છે. નવી ગાઈડલાઇનમાં 19 નગરોને નાઈટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી છે. જેમાં આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, ગોધરા, વિજલપોર(નવસારી), જેતપુર, કાલાવડ, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે.

ક્યાં કેટલા પ્રતિબંધ અને કેટલી છૂટછાટ

દુકાન-વેપાર-ધંધા:

 દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરી બજાર, હાટ, સ્પા-સલૂન, બ્યૂટી પાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જે-તે દુકાન-ઓફિસના માલિક, સંચાલક, કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે.

હોટલ એન્ડ રેસ્ટોરન્ટ્સ:

હોટલ અને રેસ્ટોરન્ટ્સ  બેઠક ક્ષમતાના 75% સુધી 11 વાગ્યા ખુલ્લી રાખી શકાશે. હોટલ-રેસ્ટોરન્ટ હોમ ડિલિવરી સેવાઓ 24 કલાક ચાલુ રાખી શકાશે.

જાહેર કાર્યક્રમો: 

ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં રાજકીય, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમો યોજી શકાશે. ઉપરાંત બંધ અથવા ઈન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે.

જિમ, સિનેમા, વોટરપાર્ક, લાઈબ્રેરી:

લાઈબ્રેરી, જિમ, સિનેમા તથા વોટર પાર્કમાં બેઠક ક્ષમતાના 50 % લોકોને જ મંજૂરી આપી શકાશે. ઓડિટોરિયમ કે એસેમ્બ્લી હોલમાં પણ બેઠક ક્ષમતાના 50 % લોકોને મંજૂરી મળશે.

લગ્ન પ્રસંગમાં નિયંત્રણો:

માંગલિક અને લગ્ન પ્રસંગો ખુલ્લી જગ્યામાં માત્ર 300 લોકોની મર્યાદામાં યોજી શકાશે. જ્યારે ઈન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.

અંતિમક્રિયા/દફનવિધિ:

કોરોનાની નવી ગાઈડલાઈન અનુસાર સ્મશાનયાત્રા કે અંતિમવિધિને લગતા પ્રસંગોમાં મહત્તમ માત્ર 100 લોકો ઉપસ્થિત રહી શકશે.

બસમાં મુસાફરી:

નોન-એસી બસમાં ક્ષમતાના 75% મુસાફરોને જ મંજૂરી મળશે. પેસેન્જરોને ઊભા રહેવાની મંજૂરી નહીં મળે. એસી બસમાં પણ મહત્તમ 75% ક્ષમતા સાથે પ્રવાસીઓને મંજૂરી.ઉલ્લેખનીય છે કે બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ મળશે.

જાહેર બાગ-બગીચા: 

પબ્લિક ગાર્ડન અને પાર્ક રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. જેના માટે સામાજિક દૂરી અને  માસ્ક અનિવાર્ય રહેશે.

સ્કૂલ-કોલેજ અને પરીક્ષાઓ વિશે:

શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગની સૂચનાઓને આધારે ચાલુ રાખી શકાશે. સ્કૂલ, કોલેજની પરીક્ષાઓ કે ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઈડલાઇન્સના કડક પાલન સાથે એસઓપી સાથે યોજી શકાશે. તેમજ ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના 50 ટકાની સાથે ખુલ્લા રાખી શકાશે.

સ્પોર્ટ્સ સ્ટેડિયમ: 

સ્ટેડિયમમાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના મેચ કે સ્પર્ધા યોજી શકાશે.

આ પણ વાંચો : સ્માર્ટફોન ખરીદવા ખેડૂતોને સરકાર આપશે સહાય

આ પણ વાંચો : આંગણવાડી ભરતી : 2022

 

Share your comments

Subscribe Magazine

More on News

More