Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કોરોનાની નવી ગાઈડલાઈન કરાશે નક્કી

ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા હતા, જેને લઈને નાઈટ કર્ફ્યૂ સહિતના કડક નિર્ણયો લાદી દીધા હતા. ત્યારે શુક્રવારથી નાઈટ કર્ફ્યૂની મુદ્દત પૂર્ણ થઈ રહી છે. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કોર બેઠકમાં મહત્વના નિર્ણય લેવાઈ શકે છે.

Himanee Chauhan
Himanee Chauhan
Night curfew Extended In Gujarat ?
Night curfew Extended In Gujarat ?

રાજ્યમાં નાઈટ કર્ફ્યૂની મુદ્દત વધશે ? 

ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા હતા, જેને લઈને નાઈટ કર્ફ્યૂ સહિતના કડક નિર્ણયો લાદી દીધા હતા. શનિવારથી સવારે 6 વાગ્યે નાઈટ કર્ફ્યૂની મુદ્દત સમાપ્ત થઈ રહી છે, તો 8 મહાનગરો અને 2 શહેરો ઉપરાંત વધુ 17 નગરોમાં જે રાત્રિ કર્ફયૂ લગાવવામાં આવ્યો હતો તે પૂર્ણ થઈ રહ્યો છે.  શુક્રવારે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળશે. જેમાં કોરોના સંક્રમણ નિયંત્રણની નવી ગાઈડ લાઈન જાહેર થશે.

ગુજરાતમાં કોરોનાનુ સંક્રમણ ઘટ્યું

હવે રાજ્યમાં કોરોના સંક્રમણ ઓછું થઈ રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા કોર કમિટીની બેઠકમાં કોરોના નિયંત્રણો હળવા કરવા અંગે ચર્ચા વિચારણા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે શનિવારે કોરોના ગાઈડલાઈનની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે ગાંધીનગમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને કોર કમિટીની બેઠક મળવાની છે. આ બેઠકમાં કોરોનાની નવી SOP મુદ્દે નિર્ણય લેવાશે. કર્ફ્યુની મુદત પૂર્ણ થઈ રહી છે. ત્યારે સવાલ તે ઉદ્દભવે છે કે શું ફરી 8 મહાનગરપાલિકા સહિત 17 નગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં કોઈ ફેરફાર થશે કે કેમ? આ સિવાય લગ્ન પ્રસંગની નક્કી કરેલી સંખ્યામાં વધારો કરવો કે નહીં તે બાબતે પણ નિર્ણય થઇ શકે છે. કમિટીની બેઠકમાં નવી SOP બાબતે નિર્ણય લેવામાં આવશે. 8 મહાનગરપાલિકામાં રાત્રિ કર્ફયૂ યથાવત રાખવામાં આવે તેવી શક્યતાઓ છે. અને લગ્નપ્રસંગની નક્કી કરેલી સંખ્યામાં વધારો કરવો કે નહીં તે બાબતે પણ નિર્ણય લેવામાં આવશે.

લગ્નપ્રસંગોમાં લોકોની સંખ્યા બાબતે નિર્ણય

કમિટીની બેઠકમાં નવી SOP બાબતે નિર્ણય લેવામાં આવશે. 8 મહાનગરપાલિકામાં રાત્રિ કર્ફયૂ યથાવત રાખવામાં આવે તેવી શક્યતાઓ છે. અને લગ્નપ્રસંગની નક્કી કરેલી સંખ્યામાં વધારો કરવો કે નહીં તે બાબતે પણ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો : રાજ્યમાં ઘટશે ઠંડી, હવામાન વિભાગે શું કરી આગાહી ?

આ પણ વાંચો : એલચીની કરો ખેતી, એલચીથી થશે લાખોની કમાણી

Share your comments

Subscribe Magazine

More on News

More