ગુજરાત વિધાનસભાના બજેટ 2022માં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાની રકમમાં વધારો જાહેર કર્યો છે, બજેટમાં કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાના 60થી 80 વર્ષના લાભાર્થીઓને હાલ 750 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવે છે. જેમાં 250 રૂપિયાનો વધારો કરીને 1000 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ
ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈએ નાણાંકીય વર્ષ 2022-2023નું અંદાજપત્ર રજૂ કર્યુ છે. ગુજરાતની વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ બજેટ છે. નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ તેમની કારકિર્દીનું પ્રથમ બજેટ, ગુજરાત વિધાનસભા ગૃહ સમક્ષ રજૂ કર્યુ હતુ.
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાની રકમમાં વધારો
ગુજરાત વિધાનસભામાં બજેટ 2022માં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાની રકમમાં વધારો જાહેર કર્યો છે. બજેટમાં કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાના 60થી 80 વર્ષના લાભાર્થીઓને હાલ 750 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવે છે. જેમાં 250 રૂપિયાનો વધારો કરીને 1000 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે. 80 વર્ષ ઉપરના લાભાર્થીઓને હાલ 1000 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવે છે જેમાં 250 રૂપિયાનો વધારો કરીને 1250 માસિક પેન્શન આપવામાં આવશે . જેનો લાભ આશરે 11 લાખ લાભાર્થીઓને મળશે. આ યોજના માટે કુલ 977 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો : હવામાં બટાકા ઉગાડવાથી ખેડૂતોને મળશે બમ્પર ઉપજ, જેનાથી ખર્ચ અને સમય પણ બચશે
નવી યોજનાની જાહેરાત
ખેડૂતોને રવિ તેમજ ઉનાળુ પાક માટે પણ વ્યાજ સહાય મળી રહે તે માટે નવી યોજનાની જાહેરાત. પશુ પાલકો અને માછીમારોને કૃષિ સમકક્ષ ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત આપવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. બંને ક્ષેત્રોમાં દર વર્ષે અંદાજિત 8થી 10 હજાર કરોડનું ધિરાણ મેળવી શકાશે. આ સિવાય વર્ષ 2022-23ના બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2022-23નું રૂપિયા 2,43,965 કરોડનું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કર્યું હતુ. જેમાં રાજ્યના વૃદ્ધ પેન્શન ધારકો માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : RBI News : સ્માર્ટફોન ન ધરાવતાં લોકો માટે સારા સમાચાર, ફીચર ફોનથી હવે કરી શકાશે UPI પેમેન્ટ
રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજનાની રકમમાં વધારો
આ સિવાય રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજનાની રકમમાં વધારો અને સંત સૂરદાસ દિવ્યાંગ પેન્શરન યોજનામાં લાભાર્થીઓને હાલ 600 માસિક પેન્શન આપવામાં આવે છે. જેમાં 400નો વધારો કરી 1000 માસિક પેન્શન આપવામાં આવશે. આ યોજના માટે 35 કરોડ ફાળવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : બાળકના જન્મ માટે મહિલાઓને મળશે 5000 રૂપિયા, જાણો તમે કેવી રીતે મેળવી શકો છો લાભ
આ પણ વાંચો : રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ભારતીય ખેતીવાડી ક્ષેત્ર પર અનેક પ્રતિકૂળ અસર થવાની શક્યતા
Share your comments