ગુજરાતનું વર્ષ 2022-23નું બજેટ રજૂ થઈ ગયું છે, આ વર્ષના બજેટમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7,737 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે રૂપિયા 2310 કરોડની જોડવાઈ, કૃષિ યાંત્રિકીકરણ મશીનરી ખરીદીમાં સહાય માટે રૂપિયા 260 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રે Agriculture નવતર પ્રયોગો અને આધુનિક ટેકનોલોજી દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવાની સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેની હાકલ કરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત હોય કે કુદરતી સંકટ સમયે સહાયરૂપ થવાની વાત હોય, સરકાર ખેડૂત કલ્યાણ માટે દિવસ-રાત અવિરતપણે કાર્ય કરતી હોય છે. બજેટમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7,737 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ માટે રૂપિયા 213 કરોડની જોગવાઈ અને ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે 142 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત 81 કરોડની જોગવાઈ ફાળવવામાં આવી છે. અને ડ્રોનના ઉપયોગથી ખાતર જંતુનાશક દવાઓના છંટકાવ કરવા 35 કરોડની જોગવાઈ બનાવવામાં આવી છે. સાથે જ રાસાયણિક ખાતર પૂરું પાડવા અને ખાતર સંગ્રહ માટે 17 કરોડની જોગવાઈ નક્કી કરવામાં આવી છે.
ખેડૂત કલ્યાણને કેન્દ્રસ્થાને રાખી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પ્રત્યેક ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂપિયા 6 હજાર સહાય આપવાની યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત, આજ સુધી ગુજરાતનાં આશરે 61 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને સીધા તેમના બેંક ખાતામાં રૂપિયા 10 હજાર કરોડ પ્રાપ્ત થયા છે .
ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા રૂપિયા 8 હજાર 300 કરોડ જેવી માતબર રકમની સબસિડી આપવામાં આવે છે. વીજ જોડાણ માટે હાલમાં પડતર બધી અરજીઓનો આઝાદીના અમૃત મહોત્સવ પર્વ પહેલા નિકાલ કરી ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવશે.
કૃષિ યુનિવર્સિટીઓ
કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા રૂપિયા 757 કરોડની જોગવાઈ છે.
બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરાશે
બાગાયત ખાતાની યોજનાઓ માટે 369 કરોડ ની જોગવાઈ
કમલમ ફ્રૂટના વાવેતર વિસ્તારમાં વધારો કરવા માટે 10 કરોડ ફાળવાયા
મધ ક્રાંતિને વેગ આપવા 10 હજાર ખેડૂતોને ઉત્પાદનમાં જોડવા 10 કરોડ ફાળવાયા
કૃષિ યુનિવર્સિટી કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા 757 કરોડ ફાળવાયા
પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે ૩૦૦ કરોડની જોગવાઈ
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 500 કરોડની જોગવાઈ
ગ્રામ્ય વિસ્તારમાં રખડતા તેમજ નિરાધાર ઢોરના નિભાવ અને વ્યવસ્થા માટે 50 કરોડની જોગવાઈ
સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય પૂરી પાડવા 80 કરોડની જોગવાઈ
ફરતા પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખવા 58 કરોડ ફાળવાયા
કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ માટે 8 કરોડ ફાળવાયા છે.
કામધેનુ યુનિવર્સિટીના સંચાલન અને સંશોધનના કાર્યક્રમને વેગ આપવા 137 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે. આ બોર્ડ ખેડૂતોને આ અભિયાન સાથે જોડી કૃષિ ઉત્પાદન વધારવા માટે કાર્ય કરશે તે માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા રૂપિયા 100 કરોડ જોગવાઈ કરવાનો નિર્ણય લેવાયો છે.
બાગાયત
બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂપિયા 369 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ડ્રેગન ફુટનુ વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે રૂપિયા 10 કરોડની જોગવાઈ
મઘ ક્રાંતિને વેગ આપવા રાજ્યના 10 હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા રૂપિયા 10 કરોડની જોગવાઈ
કોમ્પ્રિહેન્સીવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ રૂપિયા 7 કરોડની જોગવાઈ
અમદાવાદ, જામનગર અને ખેડા જિલ્લામાં બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઊભા કરવા માટે રૂપિયા 7 કરોડની જોગવાઈ
આ પણ વાંચો : આખરે બિનસચિવાલયની પરીક્ષાની તારીખ જાહેર, 24 એપ્રિલે લેવાશે પરીક્ષા
આ પણ વાંચો : ખેડૂતો માટે ખુશખબર : મત્સ્યોદ્યોગ અને ડેરી પર સરકારનું વિશેષ ધ્યાન
Share your comments