Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરુ, તમામ પરીક્ષા કેન્દ્રોમાં CCTVની વ્યવસ્થા

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા Board Exams શરૂ થઈ ગઈ છે, જેમાં 14.98 લાખ વિદ્યાર્થીઓ રાજ્યભરમાંથી પરીક્ષા આપવાના છે. કોરોનાને કારણે હવે 2 વર્ષ બાદ બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. આ વર્ષે ૩ લાખથી વધુ પરીક્ષાર્થી ઘટતા રાજ્યમાં 14.98 જેટલા વિદ્યાર્થી નોંધાયા છે. રાજ્યના 137 ઝોનમાં 1625 કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે.

Himanee Chauhan
Himanee Chauhan
Gujarat Board Exams Of Standard 10 And 12 Started
Gujarat Board Exams Of Standard 10 And 12 Started

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા Board Exams શરૂ થઈ ગઈ છે, જેમાં 14.98 લાખ વિદ્યાર્થીઓ રાજ્યભરમાંથી પરીક્ષા આપવાના છે. કોરોનાને કારણે હવે 2 વર્ષ બાદ બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. આ વર્ષે ૩ લાખથી વધુ પરીક્ષાર્થી ઘટતા રાજ્યમાં 14.98 જેટલા વિદ્યાર્થી નોંધાયા છે. રાજ્યના 137 ઝોનમાં 1625 કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે.

આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. આ વખતે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.

પરીક્ષા કેન્દ્રો પર બાજ નજર

28 માર્ચથી ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા Board Exams શરુ થઇ ચૂકી છે, અમદાવાદમાં કુલ 12 ઝોનમાં 73 કેન્દ્રો, 3,312 બ્લોક પર પરીક્ષા લેવામાં આવશે. અને કુલ 97 હજાર 430 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 30 હજાર 493 અને વિજ્ઞાન પ્રવાહમાં 7 હજાર 652 વિદ્યાર્થી પરીક્ષા આપશે. તો શહેર અને ગ્રામ્ય મળીને કુલ 348 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાશે . અમદાવાદના તમામ પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડમાં CCTV દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે.  અમદાવાદમાં 348 CCTV કેમેરા દ્વારા પરીક્ષા કેન્દ્રો પર બાજ નજર રાખવામાં આવશે. તેમજ શિક્ષણ વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ 10 અને 12મી મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કોરોનાને લીધે ગત વર્ષે બોર્ડ પરીક્ષા રદ થયા બાદ 2020 પછી બે વર્ષે રાજ્યમાં બોર્ડ પરીક્ષા થઈ છે. ગુજરાતના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવીની વ્યવસ્થા છે અને સાથે દરેક કેન્દ્રમાં સીસીટીવી રેકોર્ડિંગનું સુપરવિઝન પણ કરવામા આવશે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્રો પર જિલ્લા લેવલે સ્કવોડ મોકલાશે અને દરેક જિલ્લામાં કલેકટર દ્વારા વર્ગ ૧-૨ના અધિકારીઓને પરીક્ષા સ્થળનું મોનિટરિંગ સોંપવામા આવ્યુ છે.

વિદ્યાર્થીઓનું કરાયુ સ્વાગત

રાજકોટમાં પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક નર્વસનેસ જોવા મળતી હતી. અનેક જગ્યાઓ પર પ્રથમ દિવસે બાળકોને આશ્વાસન આપી પુષ્પગુચ્છથી સ્વાગત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. રાજકોટમાં શરૂ થયેલી ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં ધો.10 માં 175 બિલ્ડીંગના 1592 બ્લોક પરથી 47760 વિદ્યાર્થીઓ, ધો.12 સામાન્ય પ્રવાહમાં 79 બિલ્ડીંગના 731 બ્લોક પરથી 21930 અને વિજ્ઞાન પ્રવાહમાં 30 બિલ્ડીંગના 359 બ્લોક પરથી 7180 વિદ્યાર્થીઓ મળી કુલ 76,870 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જે તમામ પરીક્ષા કેન્દ્રો પર સી.સી.ટી.વી. હોવાથી ટેબલેટની જરૂર રહેશે નહીં.

આ પણ વાંચો : ભારત બંધ : 28 અને 29 માર્ચે ભારત બંધ, જાણો સમગ્ર વિગતો

આ પણ વાંચો : Government Mobile Apps : આ 5 સરકારી એપ્લિકેશન છે તમારા માટે ઉપયોગી, અત્યારે જ મેળવો માહિતી

Share your comments

Subscribe Magazine

More on News

More