Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ભારત બંધ : 28 અને 29 માર્ચે ભારત બંધ, જાણો સમગ્ર વિગતો

28 અને 29 માર્ચ 2022ના રોજ એટલે કે આજે અને આવતીકાલે 48 કલાકની દેશવ્યાપી હડતાલ માટે વિવિધ ટ્રેડ યુનિયનો અને અન્ય લોકો દ્વારા ભારત બંધ Bharat Bandh નું એલાન આપવામાં આવ્યુ છે. આ એલાનને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ રાજ્ય સરકારની કચેરીઓ ખુલ્લી રહેશે અને તે દિવસોમાં તમામ કર્મચારીઓ ફરજ પર હાજર રહેશે.

Himanee Chauhan
Himanee Chauhan
Bharat Bandh
Bharat Bandh

28 અને 29 માર્ચ 2022ના રોજ  એટલે કે આજે અને આવતીકાલે 48 કલાકની દેશવ્યાપી હડતાલ માટે વિવિધ ટ્રેડ યુનિયનો અને અન્ય લોકો દ્વારા ભારત બંધ Bharat Bandh નું એલાન આપવામાં આવ્યુ છે.  આ એલાનને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ રાજ્ય સરકારની કચેરીઓ ખુલ્લી રહેશે અને તે દિવસોમાં તમામ કર્મચારીઓ ફરજ પર હાજર રહેશે.

કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોના જોઈન્ટ ફોરમે આજે અને આવતી કાલે ભારત બંધ Bharat Bandhની જાહેરાત કરી છે. જેમાં બેંક યુનિયન પણ સામેલ રહેશે. કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચે કામદારો, ખેડૂતો અને લોકોને અસર કરતી સરકારી નીતિઓના વિરોધમાં 28 અને 29 માર્ચે રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે. કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ 22 માર્ચે દિલ્હીમાં તેમની બેઠક દરમિયાન કામદાર વિરોધી, ખેડૂત વિરોધી, જનવિરોધી અને રાષ્ટ્ર વિરોધી નીતિઓને કારણે આ નિર્ણય લીધો છે. આ બંધને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોએ પોત પોતાના સ્તર પર તૈયારી પણ કરી લીધી છે.

દેશમાં મોંઘવારી માર વધ્યો

તાજેતરમાં યોજાયેલી રાજ્યની ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત થઈને કેન્દ્રની ભાજપ સરકારે મોંઘવારીનો ભોગ બનેલી પ્રજા પર તેના પ્રહારો કડક કરવાનું શરૂ કર્યું છે. જેના કારણે EPF સંચય પર વ્યાજ દર 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કરવામાં આવ્યો છે. તે જ સમયે પેટ્રોલ, એલપીજી, કેરોસીન, સીએનજી વગેરેના ભાવમાં અચાનક વધારો થયો છે

ભારત બંધમાં બેંકિંગ સેવાઓ થશે પ્રભાવિત

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશ AIBEAને ફેસબુક પર કહ્યું કે બેંકિંગ સેક્ટર હડતાળમાં જોડાશે. તે જ સમયે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા SBI એ કહ્યું હતુ કે બેંકિંગ સેવાઓને અસર થઈ શકે છે. અને જાણ કરવામાં આવે છે કે ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન AIBEA, બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન BEFI અને ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશને તેમના નિર્ણય અંગે નોટિસ જારી કરી છે.

28 અને 29 માર્ચે ભારત બંધમાં આ સેક્ટરો હડતાળમાં થશે સામેલ

રોડવેઝ, ટ્રાન્સપોર્ટ કામદારો અને વીજળી કામદારોએ હડતાળમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બેંકિંગ અને વીમા સહિત નાણાકીય ક્ષેત્ર હડતાળમાં જોડાઈ રહ્યા છે. કોલસા, સ્ટીલ, તેલ, ટેલિકોમ્યુનિકેશન, પોસ્ટલ, આવકવેરા, તાંબુ, બેંકો, વીમા જેવા ક્ષેત્રોમાં યુનિયનો દ્વારા હડતાળની નોટિસ આપવામાં આવી હોવાનું પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત એવું કહેવામાં આવ્યું છે કે રેલ્વે અને સંરક્ષણ ક્ષેત્રના યુનિયનો સેંકડો સ્થળોએ હડતાળના સમર્થનમાં સામૂહિક એકત્રિકરણનું આયોજન કરશે.

28 અને 29 માર્ચ 2022ના રોજ 48 કલાકની દેશવ્યાપી હડતાલ માટે વિવિધ ટ્રેડ યુનિયનો અને અન્ય લોકો દ્વારા આપવામાં આવેલા એલાનને ધ્યાનમાં રાખીને, નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ રાજ્ય સરકારની કચેરીઓ ખુલ્લી રહેશે અને તે દિવસોમાં તમામ કર્મચારીઓ ફરજ પર હાજર રહેશે.

ભારત બંધને લગતી મહત્વની વાતો જે જાણવી તમારા માટે છે અનિવાર્ય

  • શ્રમિકો ખેડૂતો અને સામાન્ય જનતાને પ્રભાવિત કરનારી સરકારી નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોના એક સંયુક્ત મોરચા દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન કરાયું છે. આ દરમિયાન મોટાભાગના કામકાજ પ્રભાવિત થશે.
  • ભારત બંધમાં 20 કરોડથી વધુ ઔપચારિક અને અનૌપચારિક કર્મચારીઓની ભાગીદારી થઈ શકે છે.
  • બેંક  કર્મચારીઓ પણ આ ભારત બંધમાં ભાગ લેશે. જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણની સરકારની યોજના સાથે સાથે બેંકિંગ કાયદા સંશોધક વિધેયક 2021ના વિરોધમાં બેંક યુનિયન હડતાળમાં ભાગ લઈ રહ્યા છે.
  • ભારતીય સ્ટેટ બેંક સહિત અનેક બેંકોએ નિવેદન બહાર પાડીને ગ્રાહકોને જાણ કરી છે કે સોમવાર અને મંગળવારે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.
  • બેંકો ઉપરાંત સ્ટીલ, તેલ, દૂરસંચાર, કોલસા, પોસ્ટ, આવક, તાંબા, અને વીમા જેવા અન્ય ક્ષેત્રના કર્મચારીઓ પણ હડતાળમાં ભાગ લે તેવી શક્યતા છે. આ સાથે જ રેલવે અને રક્ષા ક્ષેત્ર સંલગ્ન યુનિયનો પણ આ બંધના સમર્થનમાં રસ્તાઓ પર ઉતરી શકે છે. આ સાથે જ રોડવેઝ, પરિવહનના કર્મચારીઓ અને વીજ કર્મચારીઓએ પણ હડતાળમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : ખેડૂતોને આત્મનિર્ભર બનવામાં મદદ કરવા સરકાર ઉચ્ચ ટેકનોલોજીથી સજ્જ કૃષિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે

આ પણ વાંચો : એગ્રોકેમિકલ્સના જવાબદાર ઉપયોગ માટે કોરોમંડલનો કારભારી અભિગમ

Share your comments

Subscribe Magazine

More on News

More