Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગુજરાત વિધાનસભામાં વર્ષ 2021-22 માટે રૂપિયા 2.27 લાખ કરોડનું બજેટ રજૂ, નવા કરવેરાનો બોજ નખાયો નહીં

ગુજરાત વિધાનસભામાં વર્ષ 2021-22 માટેનું આશરે રૂપિયા 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ અગાઉના વર્ષની તુલનામાં રૂપિયા 9742 કરોડનો વધારો ધરાવે છે.

KJ Staff
KJ Staff

ગુજરાત વિધાનસભામાં વર્ષ 2021-22 માટેનું આશરે રૂપિયા 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ અગાઉના વર્ષની તુલનામાં રૂપિયા 9742 કરોડનો વધારો ધરાવે છે. આ વખતની ખાસ વાત એ છે કે કોરોનાને લીધે કથળેલી પરિસ્થિતિને લીધે રાજ્ય સરકારે કોઈ જ પ્રકારનો કરવેરાનો બોજ પ્રજા પર લાદ્યો નથી. બજેટ અંદાજ પ્રમાણે રૂપિયા 1,67,969 કરોડની મહેસુલી આવક થવાનો તેમ જ તેની સામે રૂપિયા 1,66,760.80 કરોડનો મહેસુલી ખર્ચ થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. સિંચાઈ, પોર્ટના વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, પાવર સેક્ટર તથા માર્ગના વિકાસ માટે નોધપાત્ર પ્રમાણમાં ભંડોળની ફાળવણી કરી છે. આ ઉપરાંત સરકારે નવી ઔદ્યોગિક નીતિ, પ્રવાસન તથા સૌરઉર્જા ક્ષેત્રની નીતિ મારફતે રોજગારીની નવી તકોનું સર્જન કરવા પર ભાર મુક્યો છે. સરકારે આગામી પાંચ વર્ષમાં સરકારી નોકરીઓમાં ભરતી કરવા અંગે પણ જાહેરાત કરતા જણાવ્યું છે કે સરાકરી, અર્ધ-સરકારી, બોર્ડ-નિગમ તથા સ્વરાજ સંસ્થાઓના કાર્યાલયોમાં યોગ્યતા ધરાવતા આશરે બે લાખ યુવકોની ભરતી કરવામાં આવશે.

સરકારે આદિજાતિ સમાજના કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના માટે રૂપિયા 1 લાખ કરોડની ફાળવણી કરી છે. સાગર ખેડૂ યોજના અંતર્ગત વિકાસ કાર્યો માટે રૂપિયા 50,000 કરોડની ફાળવણી કરી છે. નાણાં મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે આગામી પાંચ વર્ષમાં ફાર્માસ્યુટીકલ, પર્યટન, ફૂડ પ્રોસેસિંગ, સેવાકીય, બેન્ક તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં 20 લાખ યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષ 2021-22 માટેની જાહેરાતના કેટલાક અંશોઃ

  • સરકારે દસ ગામદીઠ એક ફરતુ પશુ દવાખાનુ શરૂ કરવાની જાહેરાત કરી છે
  • ઓટોમેટીક વેધર સ્ટેશન બનાવવામાં આવશે
  • ખેડૂતો તેમના ઉત્પાદનોનું સીધુ વેચાણ કરી શકે તે માટે ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ
  • રાજકોટ, ભાવનગર, જામનગર અને વડોદરામાં મેટ્રોલ રેલવે શરૂ કરવામાં આવશે
  • ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવામાં આવશે.
  • અમદાવાદ, સોમનાથ, અંબાજી, સાપુતારા, ગીરમાં હેલીપાર્ક તૈયાર કરાશે.
  • કેવડિયામાં આદિવાસી કલા-સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાવવામાં આવશે
  • કેવડિયાના 50 કિમી વિસ્તારમાં કલળના વાવેતરને પ્રોત્સાહન આપાશે.
  • સાયન્સ સિટી ખાતે બાળકો માટે ટોય મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે.

Share your comments

Subscribe Magazine

More on News

More