
કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના "૧૦,૦૦૦ ખેડૂત ઉત્પાદક સંગઠનોની (FPOs) રચના અને પ્રોત્સાહન" અંતર્ગત કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં સ્મોલ ફાર્મર એગ્રી બિઝનેસ કન્સોર્ટિયમ ( SFAC, Gov. of India) હેઠળ સમર્થ એગ્રીકલ્ચર (CBBO), અમદાવાદના સક્રિય સહયોગ અને માર્ગદર્શનથી કચ્છ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ (FPO) ની ખેડૂતો દ્વારા રચના કરવામાં આવેલ છે. જેનો મુખ્ય ઉદ્દેશ કૃષિ લક્ષી તમામ વ્યવસ્થાઓ અને યોજનાઓનો લાભ ખેડૂતોને એક છત્ર નીચે મળી રહે તથા ખેડૂતોની ખેત પેદાશોનું પ્રોસેસિંગ થઈ અને સારા ભાવો મળે તે છે.

જે શૃંખલામાં તારીખ ૫ મે ૨૦૨૫ ના રોજ અંજાર ખાતે કચ્છ કિસાન માર્ટ ( એગ્રી ઇનપુટ શોપ) નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ પ.પૂજ્ય શ્રી ભરતરાજા (લઘુ મહંતશ્રી, ભારપર જાગીર- કચ્છ) તથા પ.પૂજ્ય મહંત શ્રી સીતારામદાસજી બાપુ ( શ્રી પંચમુખી હનુમાન ટેકરી સાપેડા) ની દિવ્ય નિશ્રામાં સંપન્ન થયો. આ પ્રસંગે ખાસ શ્રી. બી.કે. સિંઘલજી ( ચીફ જનરલ મેનેજર, નાબાર્ડ, ગુજરાત), શ્રી મિતેશજી ગામીત ( ડીસ્ટ્રીકટ લીડ બેંક મેનેજર) ,શ્રી નીરજ કુમાર સિંઘ ( DDM, કચ્છ નાબાર્ડ), શ્રી વી.આર હુંબલ (વાઇસ ચેરમેનશ્રી, અમૂલ), શ્રી હરિભાઈ મ્યાત્રા ( પ્રમુખશ્રી, તાલુકા કિસાન મોરચા), શ્રી શંભુભાઈ ( અંજાર ભાજપ પ્રમુખ ), શ્રી રવિન્દ્રભાઈ ગામી( ડિરેક્ટર્સ, કરછ નિશાન FPO, ભચાઉ), શ્રી રમેશભાઈ ( ચેરમેન,કારોબારી) વગરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી આશિષભાઈ પટેલ ( ટીમ લીડર,સમર્થ એગ્રીકલ્ચર- CBBO) ખાસ ખેડૂતોને એફ.પી. ઓ યોજના અને તેના લાભો વિશે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપી હતી. અને ખેડૂતોને એફપીઓમાં સભ્ય બની વધુબે વધુ એફપીઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી. તથા સમર્થ એગ્રીકલ્ચર (સીબીબીઓ) અને સંપ ઇન્ડિયા કન્સોર્ટિયમ ઓફ ફાર્મર પ્રોડ્યુસર કંપની ( એફપીઓ ફેડરેશન) દ્વારા એફપીઓના વિકાસ માટે સંપૂર્ણ સહકાર માટે કટિબદ્ધતા દર્શાવી હતી. આ તબ્બકે સમગ્ર તાલુકામાંથી ૮૦૦ કરતા વધારે ખેડૂતોએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શ્રી દીપેનભાઈ કાથરોટિયા તથા શ્રી ધવલભાઈ દલસાણીયા ( સીબીબીઓ જીલ્લા અધિકારી)ના માર્ગદર્શન હેઠળ કચ્છ એફપીઓના બોર્ડ સભ્યો, સીઈઓ અને તેની ટીમના પુરુષાર્થથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.
Share your comments