Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પ્રગતિશીલ ખેડૂતોની સફળતાની વાર્તા શેયર કરશે સરકાર, કૃષિ મંત્રીએ લોન્ચ કર્યો વેબ પોર્ટલ

મોદી 3.O માં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તરીકે ફર્જ બજાવી રહેલા મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આજે કૃષિ મંત્રી તરીકે ખેડૂતોના કલ્યાણ માટે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ સબમિટ કરાયેલા બેંકોના વ્યાજ સબવેન્શન દાવાઓની પતાવટની પ્રક્રિયાને સ્વચાલિત અને ઝડપી બનાવવા માટે એક વેબ પોર્ટલની શરૂઆત કરી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

મોદી 3.O માં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તરીકે ફર્જ બજાવી રહેલા મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આજે કૃષિ મંત્રી તરીકે ખેડૂતોના કલ્યાણ માટે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ સબમિટ કરાયેલા બેંકોના વ્યાજ સબવેન્શન દાવાઓની પતાવટની પ્રક્રિયાને સ્વચાલિત અને ઝડપી બનાવવા માટે એક વેબ પોર્ટલની શરૂઆત કરી છે.

કૌભાંડ પર લાગશે પ્રતિબંધ

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ પાર્ટલ લૉન્ચ કર્યા પછી જણાવ્યું કે આ ઓટોમેશન એક દિવસમાં દાવાની સમયસર પતાવટ સુનિશ્ચિત કરશે, જો કે અન્ય મેન્યુઅલ સેટલમેન્ટના કારણે દિવસો કાઢી નાખે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારના આ પગલાથી પારદર્શિતા સુનિશ્ચિત થશે અને કૌભાંડ પર પ્રતિબંધ લાગશે. આનાથી ખેડૂતો અને કૃષિ ઉદ્યોગ સાહસિકોને આર્થિક રીતે મદદ મળશે અને દેશમાં કૃષિના વિકાસ માટે આવા વધુ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. ચૌહાણે જણાવ્યું, સરકાર દ્વારા 72 હજાર કરોડ રૂપિયાનું રોકાણ એકત્રિક કરવામાં આવ્યું છે, જેમાં 43 હજાર કરોડ અગાઉથી જ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ 67,871 પ્રોજેક્ટ માટે મંજૂર કરવામાં આવ્યા છે.વધુમાં, બેંકોના વ્યાજ સબવેન્શનના દવાઓની ઝડપી પતાવટની પણ તેથી અપેક્ષા રાખી શકે છે

પીએમ મોદી દ્વારા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફડ યોજના શરૂ કરવામાં આવી

કૃષિ મંત્રીએ વધુમાં પોતાની વાતમાં ઉમેર્યો પીએમ મોદી દ્વારા 2020 માં એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ યોજના શરૂ કરવામાં આવી હતી, જેનો હેતું નુકસાન ઘટાડવા, ખેડૂતોને વધુ સારા મૂલ્યની પ્રાપ્તિ, કૃષિમાં નવીનતા અને કૃષિ માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે રોકાણ આકર્ષત કરવા માટે લણણી પછીના વ્યવસ્થાપન માળખાના વિકાસના ઉદેશ્ય સાથે કરવામાં આવ્યો હતો.આ યોજના બેંકો દ્વારા ચૂકવવામાં આવતી ક્રેડિટ ગેરંટી ફીની ભરપાઈ ઉપરાંત મહત્તમ 7 વર્ષની મુદત માટે બેંકો દ્વારા આપવામાં આવતી 2 કરોડ રૂપિયા સુધીની લોન માટે યોજનાના લાભાર્થીઓને 3 ટકા વ્યાજની ભરપાઈની જોગવાઈ કરે છે. જણાવી દઈએ, આ પોર્ટલ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ અને નાબાર્ડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે.

ખેડૂતોની આવક વધારવા માટે સરકાર પ્રતિબંધ

સરકાર, નાબાર્ડ અને વિવિધ બેંકોના વરિષ્ઠ અધિકારીઓને સંબોધતા શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રતિબદ્ધ છે અને આ સંદર્ભે વિવિધ પગલાં અમલમાં મૂકવામાં આવી પણ રહ્યા છે.તેમણે કહ્યું કે પાકની સંગ્રહ ક્ષમતા વધારવા અને ખેડૂતોના નુકસાનને ઘટાડવા માટે પીએમ મોદી દ્વારા 1 લાખ કરોડ રૂપિયાના ભંડોળ સાથે કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ શરૂ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલનો ઉપયોગ બેંકો, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ અને નાબાર્ડના સેન્ટ્રલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (CPMU) દ્વારા પણ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કૃષિ કહ્યું કે સરકારે સમગ્ર દેશમાં ખેડૂતોના અનુભવો, આંતરદૃષ્ટિ અને સફળતાની વાર્તાઓ શેર કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મ તરીકે સેવા આપવા માટે એક બ્લોગ સાઈટ પણ લોન્ચ કરી છે.

ખેડૂતો એક બીજાના અનુભવોથી લાભ મેળવશે

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે નવું પોર્ટલ ખેડૂત સમુદાયને એકબીજાના અનુભવોમાંથી લાભ મેળવવા સક્ષમ બનાવશે. તેમણે કહ્યું કે એવા ઘણા ખેડૂતો છે જેઓ સ્વયં-પ્રયોગ કરી રહ્યા છે, તેથી તેમની સફળ વાર્તાઓ અન્ય લોકો માટે અનુકરણ કરવા માટે આગળ લાવવી જોઈએ. આ પહેલ પાછળના ઉદ્દેશ્યો જાગરૂકતા વધારવા, જ્ઞાનના આદાન-પ્રદાનની સુવિધા, સહયોગને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોનું સશક્તિકરણ કરવામાં મદદરૂપ થશે.

Share your comments

Subscribe Magazine

More on News

More