વડા પ્રધાને કર્યુ કે, કોરોના જેવી મહામારી 100 વર્ષમાં એકજ વાર આવે છે. કોરાના કારણે લાગેલા લૉકડાઉનના કારણે વિશ્વના અનેક દેશોના પ્રતિનિધિયો આ ચિંતા મુકાયા છે કે કોરાના કારણે લોકોના ભૂખ્યા રહાવાનો વારો આવ્યો છે
ગુજરાત સરકારે પોતાની એક પ્રેસ રીલિઝ જાહિર કરીને કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતના 71 લાખ પરિવારોના સાડા ત્રણ કરોડ લોકોને દિવાળી સુધી મફતમાં રાશન આપશે. રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા નવ દિવસીય સેવાયજ્ઞના ત્રીજા દિવસે અન્ન વિતરણ કાર્યક્રમમાં PM સહભાગી બન્યા હતા. PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, દેશમાં ગરીબોના સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિક્તા અપાઇ રહી છે.
વડા પ્રધાને કર્યુ કે, કોરોના જેવી મહામારી 100 વર્ષમાં એકજ વાર આવે છે. કોરાના કારણે લાગેલા લૉકડાઉનના કારણે વિશ્વના અનેક દેશોના પ્રતિનિધિયો આ ચિંતા મુકાયા છે કે કોરાના કારણે લોકોના ભૂખ્યા રહાવાનો વારો આવ્યો છે. પણ આપણા ભારતમાં એવુજ નથી કેમ કે અમે કેટલાક લોકોને લૉકડાઉનથી લઈને આજ સુધી મફતામાં રાશન આપી રહ્યા છે, જે સંખ્યા હવે 80 કરોડને વટાવી ગઈ છે.ભારતે આ સંકટનો પહેલેથી ઓળખી તેને ખાળવા માટે આગોતરૂ આયોજન કરીને આ યોજના અમલમાં મૂકી છે. દેશમાં 80 કરોડથી વધુ ગરીબોને મફત અનાજ આપવા પાછળ કેન્દ્ર સરકારે રૂ. 2 લાખ કરોડનો માતબર ખર્ચ કર્યો છે..
પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફતમાં રાશન
વડાપ્રધાને જણાવ્યું કે, ગુજરાતમાં આજે લાખો પરિવારોને PM ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે રાશન આપવામાં આવી રહ્યું છે. આ રાશન કોરોનાની મહામારીના સમયમાં ગરીબોની ચિંતામાં રાહત આપીને તેમનામાં આત્મવિશ્વાસનું સિંચન કરે છે. તેમણે ઉમેર્યું કે, આ યોજના છેલ્લા એક વર્ષથી સમગ્ર દેશમાં ચાલી રહી છે. દેશનો કોઇ ગરીબ ભૂખ્યો સુવે નહી, તે વાત આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. પડકારો ગમે તેવા હોય પરંતુ સમગ્ર દેશ ગરીબોની સાથે છે એવો અહેસાસ આ યોજનાના કારણે લોકોને થયો છે.
ગુજરાતની કરી પ્રશંસા
ગુજરાતની જાહેર વિતરણ વ્યવસ્થાની પ્રશંસા કરતા PM મોદીએ કહ્યું વન નેશન, વન રાશન યોજના લાગુ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય હતું. તેના કારણે લોકડાઉનમાં ફસાયેલા અનેક પ્રવાસી શ્રમિકોને તેમના વતન સિવાયના બીજા સ્થળેથી રાશન મળી રહ્યું અને તેનો કોરોનાકાળમાં પણ રાશનથી વંચિત ના રહ્યા.
તેમણે કહ્યું કે, થોડા વર્ષો પહેલા દેશમાં અનાજના ગોદામો વધતા ગયા પરંતુ ભૂખમરો અને કુપોષણની ટકાવારીમાં કોઇ જ ઘટાડો થયો નહી. તેનું મુખ્ય કારણ અસરકારક વિતરણ વ્યવસ્થાનો સંપૂર્ણ અભાવ હતો. આ સ્થિતિના બદલાવ માટે વર્ષ 2014થી નવી કાર્યશૈલીનો પુરવઠા વિતરણ વ્યવસ્થામાં અમલ કરવામાં આવ્યો અને જેમાં રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરીને અનેક ભૂતિયા રાશનકાર્ડ નાબૂદ કરવામાં આવ્યાથી સાથે ગરીબોના હક્કના સરકારી અનાજ વિતરણની વ્યવસ્થામાંથી કટકી કંપનીને પણ દૂર કરવામાં આવી છે
PMએ જણાવ્યું કે ગરીબોને આરોગ્ય માટે આષ્યુયમાન ભારત, શિક્ષણ અને માર્ગો, ગેસ અને વીજળી મફત આપીને તેમને મુખ્યધારામાં જોડવામાં આવ્યા છે અને વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવ્યા છે. મુદ્રા યોજના, આત્મ નિર્ભર ભારત યોજના થકી ગરીબોને સન્માન પૂર્વ જીવનનો માર્ગ ખોલી આપ્યો છે.
ગુજરાતમાં ડબલ ઇંજનની સરકાર
ડબલ એન્જીનની સરકારને કારણે ગુજરાતમાં અનેક વિકાસના કામો થયા છે. જેમાં સ્ટચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કચ્છમાં બનનારા રિન્યુએબલ એનર્જી પાર્ક, રેલવે, હવાઇ જોડાણ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અનેક પ્રોજેક્ટ ગુજરાતમાં કાર્યરત છે. અમદાવાદ અને સુરતમાં મેટ્રો, હેલ્થકેર, મેડિકલ શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી થઇ છે.
Share your comments