ફૂડ સેફ્ટી વિભાગમાં સરકાી નોકરીની બમ્પર તક છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ આસિસ્ટન્ટ ડિરેક્ટર, ડેપ્યુટી મેનેજર, ફૂડ એનાલિસ્ટ, ટેક્નિકલ ઓફિસર અને અન્ય ઘણી જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ 254 ગ્રુપ A અને અન્ય પોસ્ટ્સની સીધી ભરતી માટે જાહેરાત બહાર પાડી છે.

આ પોસ્ટ્સ પર ભરતી માટે, તમે 8 ઓક્ટોબરથી સત્તાવાર વેબસાઇટ fssai.gov.in પર અરજી કરી શકો છો. તમે ઓનલાઇન અરજી ફોર્મ દ્વારા પણ અરજી કરી શકો છો. અરજી પ્રક્રિયા 8 ઓક્ટોબર 2021 થી શરૂ થઈ છે. ઉમેદવારો 7 નવેમ્બર 2021 સુધી પોતાની અરજી સબમિટ કરી શકશે.
FSSAI Report: ફૂડ સેફ્ટી ઈન્ડેક્સમાં ગુજરાત પહેલાં ક્રમે, મળે છે સૌથી સાફ ભોજન
ઓનલાઈન અરજી દરમિયાન ઉમેદવારોએ 1500 રૂપિયાની અરજી ફી પણ ચૂકવવી પડશે. જેમાંથી 500 રૂપિયા ઇન્ટીમેશન ચાર્જ તરીકે લેવામાં આવશે. જોકે, SC, ST, EWS, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારોએ માત્ર 500 રૂપિયાનો ઇન્ટીમેશન ચાર્જ ચૂકવવો પડશે. તેમને અરજી ફીમાં સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે છે. ઓનલાઈન માધ્યમથી ફી ચૂકવણી કરી શકાય છે.
આ જગ્યાઓ માટે ભરતી પ્રકિયા
ફૂડ સેફ્ટી વિભાગમાં જે જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે તેમાં પ્રિન્સિપાલ મેનેજર 1 પોસ્ટ, આસિસ્ટન્ટ ડાયરેક્ટ 15 પોસ્ટ્સ, ડેપ્યુટી મેનેજર 6 પોસ્ટ્સ, ફૂડ એનાલિસ્ટ 4 પોસ્ટ્સ, ટેક્નિકલ ઓફિસર 125 પોસ્ટ્સ, સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર 37 પોસ્ટ્સ, આસિસ્ટન્ટ મેનેજર (આઈટી) 4 પોસ્ટ્સ, આસિસ્ટન્ટ મેનેજર 4 પોસ્ટ્સ, આસિસ્ટન્ટ 33 પોસ્ટ્સ, હિન્દી ટ્રાન્સલેટર 1 પોસ્ટ, પર્સનલ આસિસ્ટન્ટ 19 પોસ્ટ્સ, આઈટી આસિસ્ટન્ટ 3 પોસ્ટ્સ અને જુનિયર આસિસ્ટન્ટ ગ્રેડ -1 3 પોસ્ટ્સ.
Share your comments