Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ONOR : ગુજરાત સહિત 9 રાજ્યોમાં લાગુ કરાઈ ‘એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ’ યોજના

ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના ‘વન નેશન વન રાશન કાર્ડ યોજના’ (One Nation One Ration Card Scheme) લાગૂ કરવામાં આવી છે. આ અંગેની માહિતી કેન્દ્રીય નાણાં મંત્રાલયે આપી છે. હવે આ 9 રાજ્યોને વધારાની મદદ તરીકે રૂપિયા 23,523 કરોડ રૂપિયાની લોન આપવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે.

KJ Staff
KJ Staff
One Nation, One Ration Card Scheme
One Nation, One Ration Card Scheme

ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના ‘વન નેશન વન રાશન કાર્ડ યોજના’ (One Nation One Ration Card Scheme) લાગૂ કરવામાં આવી છે. આ અંગેની માહિતી કેન્દ્રીય નાણાં મંત્રાલયે આપી છે. હવે આ 9 રાજ્યોને વધારાની મદદ તરીકે રૂપિયા 23,523 કરોડ રૂપિયાની લોન આપવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે.

તો ચાલો અમે તમને જણાવીએ કે કેન્દ્ર સરકારે કયા-કયા રાજ્યોમાં વન નેશન વન રાશન કાર્ડ યોજના લાગુ કરી છે ?

છે 9 રાજ્યો કે જ્યાં ONOR યોજના લાગુ થઈ

આંધ્ર પ્રદેશ

ગોવા

ગુજરાત

હરિયાણા

કર્ણાટક

કેરળ

તેલંગાણા

ત્રિપુરા

ઉત્તર પ્રદેશ

લાભાર્થીઓ ગમે ત્યાંથી મળવી શકશે રાશન

વન નેશન વન રાશન કાર્ડ યોજના અંતર્ગત પ્રવાસી શ્રમિકો અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને દેશના કોઈ પણ ભાગમાં સસ્તા ભાવે ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત સરકાર યોજના સાથે સંકળાયેલ બનાવટી કાર્ડધારકોને બહાર કરવાની કવાયત પણ કરી રહી છે. આ માટે લાભાર્થીઓના રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવી રહ્યું છે. આ માટે બાયોમૅટ્રિક પ્રમાણીકરણની પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે.

અન્ય જાણકારી

અત્રે ઉલ્લેખનીય છે કે વન નેશનલ વન રાશન કાર્ડ યોજના ખૂબ જ મહત્વકાંક્ષી યોજના બની રહી છે. તે અંતર્ગત શાનદાર પ્રગતિ સાથે ઉત્તર પ્રદેશને રૂપિયા 4,851 કરોડની વધારાની આર્થિક મદદના વિકલ્પો આપવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ કર્ણાટક રૂપિયા 4,509 કરોડ અને ગુજરાત રૂપિયા 4,352 કરોડની વધારાની આર્થિક મદદ લઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં રાજ્યોની આર્થિક મદદ માટે સરકારે અનેક પગલાં ભર્યા છે. તેમાં વન નેશન વન રાશન કાર્ડ યોજનાનો પણ સમાવેશ થાય છે. આ યોજના માટે રાજ્યોને વાર્ષિક 2020-21માં ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP)ના 2 ટકા સમકક્ષ લોન મળી શકે છે. તેનાથી રાજ્યોને કોરોના કાળમાં વિકટ પરિસ્થિતિ સામે લડવામાં આર્થિક સમસ્યાનો સામનો નહીં કરવો પડે. આ સાથે જનહિતની યોજનાના માનક સ્તર પણ જળવાઈ રહેશે.

Share your comments

Subscribe Magazine

More on News

More