Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગ્રામ્યકક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા સરકારી સહાય

સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા માટે સહાય આપવામાં આવી રહી છે. જે હેઠળ એગ્રી કલીનીક અને એગ્રી બિઝનેસ સેન્ટર, ખેતી સાહસિકો, સેવા નિવૃત વ્યક્તિઓ, સેલ્ફ હેલ્થ ગ્રુપ્સ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન, ફાર્મર પ્રોડ્યુસર કંપની, ફાર્મર જોઈન્ટ લાયબ્રેરી ગ્રુપ્સ, ફાર્મર કો-ઓપરેટીવ સોસાયટીઝ, ઈનપુટ રીટેલ આઉટલેટ. ઈનપુટ રિટેલર્સને જમીન ચકાસણી પ્રયોગશાળા ઉભી કરવા નાણાકીય સહાય આપવા માટેની જોગવાઈ કરેલ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor

સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા માટે સહાય આપવામાં આવી રહી છે. જે હેઠળ એગ્રી કલીનીક અને એગ્રી બિઝનેસ સેન્ટર, ખેતી સાહસિકો, સેવા નિવૃત વ્યક્તિઓ, સેલ્ફ હેલ્થ ગ્રુપ્સ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન, ફાર્મર પ્રોડ્યુસર કંપની, ફાર્મર જોઈન્ટ લાયબ્રેરી ગ્રુપ્સ, ફાર્મર કો-ઓપરેટીવ સોસાયટીઝ, ઈનપુટ રીટેલ આઉટલેટ. ઈનપુટ રિટેલર્સને જમીન ચકાસણી પ્રયોગશાળા ઉભી કરવા નાણાકીય સહાય આપવા માટેની જોગવાઈ કરેલ છે. સરકારની ગાઇડલાઇન મુજબ જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવાનો કુલ ખર્ચ રૂ.5 લાખ જેટલો થશે. જેના 75% લેખે રૂ.3.75 લાખ નાણાકીય સહાય સરકાર તરફથી આપવામાં આવશે. જ્યારે બાકીના રૂ.1.25 લાખ જે-તે લાભાર્થીએ જાતે ભોગવવાના રહેશે. આ અંગેની વધુ માહિતી માટે જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.

સરકારની આ યોજનાથી ગ્રામ્ય કક્ષાએ ખેતી લક્ષી સુવિધા ઉભી થશે અને સાથે સ્થાનિક ધોરણે રોજગારીનું પણ સર્જન થશે. જમીન ચકાસણી બાબતે ખેડૂતોમાં પણ જાગૃતિ વધશે. દરેક મોટા ગામમાં આ રીતે જમીન ચકાસણી પ્રયોગશાળા ઉભી થાય તો ખેતી, ખેડૂત અને ગામ ત્રણેયને ફાયદો થાય. ખેડૂતોના સંતાનો જે શહેરોમાં નાની નોકરી કરવા સ્થળાંતર કરી રહ્યા છે એમાં પણ રોક લાવવી જરૂરી છે. સરકારની આવી યોજનાઓ ગ્રામ્ય કક્ષાએ અમલી થાય તો આ રીતે થતુ સ્થળાંતર પણ ચોક્કસ અટકે.

Share your comments

Subscribe Magazine

More on News

More