આજનો દિવસ મિડિલ ક્લાસ લોકો માટે ખૂબ જ સારો દિવસ છે. કેમ કે એક બાજુ નાણાં પ્રઘાન નિર્મલા સીતારમણ 12 લાખ સુધીની આવક વાળોને ટેક્સ સ્લેબથી બાહર કરી દીધું છે. તો બીજી બાજુ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો નોંઘાયો છે. વાસ્તવમાં 1 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2025-26 માટે નાણા પ્રધાને સંસદમાં બજેટ રજુ કર્યો હતો, જેના પછી એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થઈ ગયો છે. દિલ્લીથી મુંબઈ સુધી ગેસ સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે આ ઘટાડો કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કરવામાં આવ્યો છે અને ઘરેલું એલપીજીના ભાવ જેમના તેમ છે, એટલે કે તેમાં કોઈ પણ જાતનું ફેરફાર કરવામાં આવ્યો નથી.
દિલ્લીમાં એલપીજી સિલિન્ડરની કિંમત થઈ આટલી
બજેટના દિવસથી દિલ્લીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1804 રૂપિયાથી ઘટીને 1797 રૂપિયા થઈ ગઈ છે. આઈઓસીએલની વેબસાઈટ અપડેટ કરાયેલા ભાવ મુજબ 1 ફેબ્રુઆરી 19 કિલોનો એલપીજી સિલિન્ડર હવે દિલ્લીમાં 1797 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જો કે આ વર્ષે 1 જાન્યુઆરી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. તેની કિંમતો માત્ર દિલ્લીમાં જ નહીં પરંતુ દેશના અન્ય મહનગરોમાં પણ બદલાઈ ગઈ છે.
ચાર મહાનગરોમાં એલપીજીના ભાવમાં ફેરફાર
જો દેશના ચાર મહાનગરોની વાત કરીએ તો દિલ્લીમાં તે ઘટીને 1797 રૂપિયા થઈ ગયો છે. જ્યારે કોલકાતામાં તેની કિંમત રૂ. 1911 થી ઘટીને 1907 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે મુંબઈ હવે તે 1749.50 રૂપિયામાં વેચાશે, જો કે પહેલા 1756 માં વેચાઈ રહ્યા હતા. બીજી બાજુ ચેન્નાઈમાં આ કિંમત 1966 રૂપિયાથી ઘટીને 1959.50 રુપિયા થઈ ગઈ છે.
ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર
લાંબા સમયથી 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ 14 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે માત્ર 1 ઓગસ્ટના ભાવે ઉપલબ્ધ છે. તેની કિંમતો 1લી ફેબ્રુઆરીએ પણ સ્થિર રાખવામાં આવી છે અને તે દિલ્હીમાં 803 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ સિવાય કોલકાતામાં તેની કિંમત 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નાઈમાં 818.50 રૂપિયા છે.
Share your comments