Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કૃષિક્ષેત્રમાંથી આવ્યા ખુશીના સમાચાર, આ વર્ષે 32.36 મિલિયન ટન અનાજનું ઉત્પાદન થવાનો અંદાજ

કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા કૃષિ વર્ષ 2022-23 માટે મુખ્ય પાકોના ઉત્પાદનના બીજા આગોતરા અંદાજો બહાર પાડવામાં આવ્યા છે. વર્ષ 2022-23 માટેના બીજા એડવાન્સ અંદાજ મુજબ, દેશમાં કુલ ખાદ્યાન્નનું ઉત્પાદન 3235.54 લાખ ટન થવાનો અંદાજ છે, જે અગાઉના વર્ષ 2021-22 કરતાં 79.38 લાખ ટન વધુ છે. વર્ષ 2022-23 દરમિયાન ચોખાનું કુલ ઉત્પાદન (વિક્રમ) 1308.37 લાખ ટન થવાનો અંદાજ છે. જે ગત વર્ષની સરખામણીએ 13.65 લાખ ટન વધુ છે. દેશમાં ઘઉંનું ઉત્પાદન (રેકોર્ડ) 1121.82 લાખ ટન થવાનો અંદાજ છે, જે ગયા વર્ષના ઉત્પાદન કરતાં 44.40 લાખ ટન વધુ છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા કૃષિ વર્ષ 2022-23 માટે મુખ્ય પાકોના ઉત્પાદનના બીજા આગોતરા અંદાજો બહાર પાડવામાં આવ્યા છે. વર્ષ 2022-23 માટેના બીજા એડવાન્સ અંદાજ મુજબ, દેશમાં કુલ ખાદ્યાન્નનું ઉત્પાદન 3235.54 લાખ ટન થવાનો અંદાજ છે, જે અગાઉના વર્ષ 2021-22 કરતાં 79.38 લાખ ટન વધુ છે. વર્ષ 2022-23 દરમિયાન ચોખાનું કુલ ઉત્પાદન (વિક્રમ) 1308.37 લાખ ટન થવાનો અંદાજ છે. જે ગત વર્ષની સરખામણીએ 13.65 લાખ ટન વધુ છે. દેશમાં ઘઉંનું ઉત્પાદન (રેકોર્ડ) 1121.82 લાખ ટન થવાનો અંદાજ છે, જે ગયા વર્ષના ઉત્પાદન કરતાં 44.40 લાખ ટન વધુ છે.

ઘઉં
ઘઉં

દેશમાં આ વર્ષે મકાઈનું વિક્રમી ઉત્પાદન 346.13 લાખ ટન થશે, જે ગયા વર્ષના 337.30 લાખ ટનના ઉત્પાદન કરતાં 8.83 લાખ ટન વધુ છે. જ્યારે મગનું ઉત્પાદન 35.45 લાખ ટનના નવા રેકોર્ડનો અંદાજ છે, જે ગયા વર્ષના ઉત્પાદન કરતાં 3.80 લાખ ટન વધુ છે.

કઠોળ અંગે અંદાજ

વર્ષ 2022-23 દરમિયાન કુલ કઠોળનું ઉત્પાદન 278.10 લાખ ટન થવાનો અંદાજ છે, જે ગયા વર્ષના 273.02 લાખ ટનના ઉત્પાદન કરતાં 5.08 લાખ ટન અને છેલ્લા પાંચ વર્ષના સરેરાશ કઠોળ ઉત્પાદન કરતાં 31.54 લાખ ટન વધુ છે.

 

તેલીબિયાં ઉત્પાદન

સોયાબીન અને રેપસીડ અને સરસવનું ઉત્પાદન અનુક્રમે 139.75 લાખ ટન અને 128.18 લાખ ટન થવાનો અંદાજ છે, જે ગયા વર્ષ 2021-22ના ઉત્પાદન કરતાં 9.89 લાખ ટન અને 8.55 લાખ ટન વધુ છે. વર્ષ 2022-23 દરમિયાન દેશમાં કુલ તેલીબિયાંનું ઉત્પાદન રેકોર્ડ 400.01 લાખ ટન થવાનો અંદાજ છે, જે પાછલા વર્ષના તેલીબિયાં ઉત્પાદન કરતાં 20.38 લાખ ટન વધુ છે.વર્ષ 2022-23 દરમિયાન દેશમાં શેરડીનું ઉત્પાદન રેકોર્ડ 4687.89 લાખ ટન થવાનો અંદાજ છે. ગયા વર્ષના ઉત્પાદનની સરખામણીએ 2022-23 દરમિયાન શેરડીનું ઉત્પાદન 293.65 લાખ ટન વધુ છે. કપાસનું ઉત્પાદન 337.23 લાખ ગાંસડી (દરેક 170 કિગ્રા) અને શણ અને મેસ્તાનું ઉત્પાદન 100.49 લાખ ગાંસડી (દરેક 180 કિગ્રા) થવાનો અંદાજ છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે વિક્રમી અનાજ ઉત્પાદન અંદાજ પર જણાવ્યું હતું કે ખેડૂતોની અથાક મહેનત, વૈજ્ઞાનિકોની કાર્યક્ષમતા અને સરકારની ખેડૂત-મૈત્રીપૂર્ણ નીતિઓને કારણે કૃષિ ક્ષેત્રનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે. આ સાથે દેશમાં ખાદ્યાનના ઉત્પાદનની વૃદ્ધિ દેશની મજબૂત ખેતી વ્યવસ્થા તેમ જ દેશના ખેડૂતોની સમૃદ્ધિના સ્પષ્ટ સંકેત પાઠવી રહ્યા છે. દેશમાં વધતી વસ્તીની સાથે સતત ખેતીવાડી ક્ષેત્રમાં ઉત્પાદનમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. જે એકંદરે દેશની આર્થિક સ્થિતિ માટે સારા સંકેત છે. અન્ય સેક્ટરોની તુલનામાં કૃષિ ક્ષેત્ર સારું પ્રદર્શન કરી રહ્યું છે.

બીજા આગોતરા અંદાજ મુજબ, 2022-23 માટે મુખ્ય પાકોનું અંદાજિત ઉત્પાદન નીચે મુજબ છે:

  • અનાજ - 3235.54 લાખ ટન (રેકોર્ડ)
  • ચોખા - 1308.37 લાખ ટન (વિક્રમ)
  • ઘઉં - 1121.82 લાખ ટન (વિક્રમ)
  • ન્યુટ્રી/બરછટ અનાજ –26 લાખ ટન
  • મકાઈ - 346.13 લાખ ટન (વિક્રમ)
  • જવ - 22.04 લાખ ટન (વિક્રમ)
  • કુલ કઠોળ - 278.10 લાખ ટન (વિક્રમ)
  • ચણા - 136.32 લાખ ટન (વિક્રમ)
  • મગ - 35.45 લાખ ટન (વિક્રમ)
  • તેલીબિયાં - 400.01 લાખ ટન (વિક્રમ)
  • મગફળી - 100.56 લાખ ટન
  • સોયાબીન –75 લાખ ટન
  • રેપસીડ અને મસ્ટર્ડ - 128.18 લાખ ટન (રેકોર્ડ)
  • કપાસ - 337.23 લાખ ગાંસડી (170 કિગ્રા પ્રતિ ગાંસડી)
  • શેરડી - 4687.89 લાખ ટન (વિક્રમ)

આ પણ વાંચો:એક્વાપોનિક્સ: જલીયકૃષિ માં નવી તકનીક

Share your comments

Subscribe Magazine

More on News

More