Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

નિર્ણય : મહેસૂલી કામકામ માટે ખેડૂતોને નહીં ખાવા પડે હવે ગાંધીનગરના ધક્કા

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં જૂના નાબુદ થયેલા 24 જેટલા વિવિધ મહેસૂલી કાયદાઓ અન્વયે સત્તાપ્રકારના- જુની-નવી શરતોના ઉદ્દભવતા પ્રશ્નોનું નિવારણ હવે જિલ્લા કક્ષાએ જ આવી જશે.

Himanee Chauhan
Himanee Chauhan
Now Farmers Will Not Be Pushed To Gandhinagar For Revenue Work
Now Farmers Will Not Be Pushed To Gandhinagar For Revenue Work

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં જૂના નાબુદ થયેલા 24 જેટલા વિવિધ મહેસૂલી કાયદાઓ અન્વયે સત્તાપ્રકારના- જુની-નવી શરતોના ઉદ્દભવતા પ્રશ્નોનું નિવારણ હવે જિલ્લા કક્ષાએ જ આવી જશે. આ નિર્ણયથી સમગ્ર મહેસૂલી વહીવટમાં એકસૂત્રતા અને પારદર્શીતા આવશે. 

ખેડૂતોને મોટી મદદ

CM ભૂપેન્દ્ર પટેલની સરકારે આજે સવારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના ગુડ ગવર્નન્સનો આગવા અભિગમ દ્વારા મહેસૂલી પ્રક્રિયા સરળ બનાવવા ખેડૂતોને મોટી મદદ કરી છે. હવે ખેડૂતોની જમીનમાં નવી-જૂની શરતના પ્રશ્વોનું જિલ્લા કક્ષાએ જ નિવારણ આવશે. મહેસૂલી વહીવટમાં એકસૂત્રતા અને પારદર્શીતા આવશે. એટલું જ નહીં, વર્ષો જૂના નાબુદ થયેલા 24 જેટલા વિવિધ મહેસૂલી કાયદાઓનું નિવારણ થશે.    

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણ તથા વહીવટમાં પારદર્શીતાના મહત્વપૂર્ણ જનહિતકારી નિર્ણયો કર્યા છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું હતુ કે મહેસૂલી વહીવટમાં સરળીકરણની ભલામણો માટે રચાયેલી સી.એલ. મીના સમિતિના અહેવાલનો મહદ્દઅંશે સ્વીકાર કરતા મુખ્યમંત્રીએ આ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

જિલ્લા કક્ષાએ જ ખેડૂતોની સમસ્યાનું નિવારણ

હવેથી ખેડૂતોની જમીનમાં નવી-જૂની શરતના પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિવારણ આવશે. મહેસૂલી વહીવટમાં એકસૂત્રતા અને પારદર્શીતા આવશે. ઉપરાંત જૂના પુરાણા, વર્ષો જૂના નાબૂદ થયેલા 24 જેટલા વિવિધ મહેસૂલી કાયદાઓનું નિવારણ થશે.    

પારદર્શી નિરાકરણનો અભિગમ

વડાપ્રધાન મોદીએ પ્રસ્થાપિત કરેલી ગુડ-ગવર્નન્સ–સુસાશનની આગવી પરિપાટીને આગળ ધપાવતા મુખ્યમંત્રીએ રાજ્યના મહેસૂલ વિભાગના જૂના, પુરાણા, વર્ષો જૂના અને નાબુદ થયેલા 24 જેટલા વિવિધ ઈનામ નાબૂદી કાયદાઓના સંદર્ભમાં નવી/જૂની શરતની અસમંજસતાથી ઉદભવતા લોકોના પ્રશ્નોના સરળ અને પારદર્શી નિરાકરણનો અભિગમ અપનાવ્યો છે. અગાઉ આ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાને કારણે આવા ઉભા પ્રશ્નોના નિવારણ માટે અરજદારોને રાજ્ય કક્ષા સુધી લાંબા થવું પડતું હતુ. 

મહેસૂલ વિભાગ દ્વારા વિગતવાર સૂચના બહાર પાડવામાં આવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ વિષય આવતા તેમણે મક્કમતાપૂર્ણ ત્વરીત નિર્ણાયકતાથી આ સમગ્ર બાબતનું સુચારૂ નિરાકરણ લાવવા મહેસૂલ મંત્રી અને મહેસૂલ વિભાગને દિશાનિર્દેશ આપ્યા હતાં. આના પરિણામ સ્વરૂપે મહેસૂલ વિભાગે આવા નાબૂદ થયેલા 24 જેટલા કાયદાઓની બાબતમાં અગાઉ નવી અને જુની શરતની જમીનો બાબતે પ્રવર્તતી અસમંજસતા-દ્વિધા દુર કરવા વિસ્તૃત કાર્ય આયોજન કર્યુ છે અને આ અંગેની વિગતવાર સુચનાઓ મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતમાં ગરમી રિટર્ન્સ, પારો પહોંચશે 44ને પાર

આ પણ વાંચો : જગતના તાત માટે આઈ ખેડૂત Mobile App થઈ લોન્ચ, ગુજરાતના ખેડૂતોને થશે આ ફાયદો

Share your comments

Subscribe Magazine

More on News

More