Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતો માટે સારા સમાચાર: કૃષિ મંત્રાલય ડ્રોનના વપરાશ માટેની માર્ગદર્શિકા બહાર પાડશે

ખેતરમાં ડ્રોનથી જંતુનાશકો અને ખાતરનો છટકાવ કરવા માટે ડ્રોનના વપરાશ માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકલ્સ (એસઓપી)- માગદર્શિકા કૃષિ મંત્રાલય ટૂંક સમયમાં જાહેર કરશે.

Sukhadev Thakor
Sukhadev Thakor
use of drones
use of drones

ખેતરમાં ડ્રોનથી જંતુનાશકો અને ખાતરનો છટકાવ કરવા માટે ડ્રોનના વપરાશ માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકલ્સ (એસઓપી)- માગદર્શિકા કૃષિ મંત્રાલય ટૂંક સમયમાં જાહેર કરશે. કૃષિ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી શોમિતા બિસ્વાસે કહ્ કે ટૂંક સ યું મયમાં ડ્રોનના વપરાશ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે જેથી ખેડૂતો અને અન્ય હિતધારકોમાં વપરાશ વધે.

સીઆઈઆઈ સાઉથર્ન રિજન દ્વારા આયોજિત ડિજિટલ એન્ડ પ્રિસિશન એગ્રિકલચરને કોન્ફરન્સને સંબોધતા બિસ્વાસે કહ્યું કે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ અમે કૃષિમાં કરવા માગીએ છીએ. આર્ટિફિશિયલ ઈન્ટલીજન્સ અને ડેટા એનાલિટિક્સ વિના ડ્રોનનો વપરાશ ખેતરમાં જંતુનાશકો અને ખાતરના છટકાવ માટે થાય છે. આ ટેકનોલોજી વાપરવાનો ખર્ચ વધુ હોવાથી અમે સ્કીમ કે બિઝનેસ મોડેલ રજૂ કરવા માગીએ છીએ જેથી ખેતરમાં ડ્રોનનો વપરાશ વધે. ઊદ્યોગે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી)ના માધ્યમે પણ ખેડૂતો માટે ટેકનોલોજી ઊભી કરવી જોઈએ.

તેમણે ઉમેર્યું કે અમે સંબંધિત ઉદ્યોગને સ્થાનિક ધોરણે જ પાર્ટ્સનું ઉત્પાદન કરવા માટે આવાહન કર્યું છે જેથી આયાતને ઘટાડી શકાય. ખેતીમાં ચોકસાઈની સીધી અસર ઉપજ ઉપર પડે છે. ભારતમાં કૃષિ ટેકનોલોજી વિકસાવવાની જરૂર છે જેથી આ ગ્રામીણ વિસ્તારના યુવાઓને કૃષિ તરફ આકર્ષી શકાય. ખેડૂતો લેઝર લીવર્સ, પેન્યુમેટિક સીડ ડ્રીલ્સ અને ડ્રીપ ઈરિગેશન જેવા સાધનોનો ઉપયોગ કરે છે પરંતુ આમાં નવિનતાની જરૂર છે અને સ્ટાર્ટ-અપ્સે એવી ટેકનોલોજી વિકસાવી જોઈએ જે વપરાશમાં સરળ હોય.

સીઆઈઆઈ સાઉથર્ન રિજનના ચેરમેન અનિલ કુમાર વેન્કટ ઈપુરે કહ્યું કે ખેડૂતોને ટેકનોલોજીનો લાભ આપવા માટે પીપીપી મજબૂત બનવું જોઈએ.

આ પણ વાંચો - મહુવા પંથકમાં સોલાર કંપની દ્વારા 45 ખેડૂતો સાથે છેતરપિંડી

આ પણ વાંચો - ભારત વિશ્નમાં સૌથી વધુ કપાસ ઉત્પદાક દેશ, જાણે ખેડૂતોને ફાયદા પહુંચાડતી સરકારની નવી નીતિ વિશે

Share your comments

Subscribe Magazine

More on News

More