જુન મહિનામાં રાજ્યમાં વરસાદની ઘટ
રાજ્યમાં ભલે જુન મહિનામાં સારો વરસાદ નથી પડ્યો વરસાદ ન પડનાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી પરંતુ ખેડૂતો માટે હવામાન ખાતાએ આગાહી કરી છે કે જુલાઈમાં ધરતીપુત્રોને મેઘરાજા નિરાશ નહી કરે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે ધરતીપુત્રોને જૂન માસમાં વરસાદની જે ઘટ પડી છે તે જુલાઈમાં પૂર્ણ થવાની આશા છે. હવામાન વિભાગે રાજ્યમાં સારો અને સાર્વત્રિક વરસાદ થશે તેની આગાહી કરી છે.
સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના
જૂન મહિનામાં વરસાદ ન પડવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. વરસાદ ન પડવાથી ખેડૂતોને ભીતી હતી કે જે વાવણી કરી છે તે નિષ્ફળ ન જાય તો સારુ પરંતુ જુલાઈ આવુ નહી બને જુન માસમાં વરસાદની જે ઘટ પડી છે ત જુલાઈમાં પૂરી થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સારો અને સાર્વત્રિક વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં એક હવાનું હળવું દબાણ સર્જાયું
જૂન માસમાં અરબી સમુદ્રમાં એકપણ વરસાદી સિસ્ટમ સક્રિય થયુ નહોતુ જેના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની ઘટ જૂન મહિનામાં જોવા મળી હતી પરંતુ જુલાઈ મહિનામાં ગુજરાતમાં સાર્વત્રીક વરસાદ આવે તેવી એક પછી એક વરસાદી સિસ્ટમ બની રહી છે. 12મી જુલાઈએ અરબી સમુદ્રમાં એક હવાનું હળવું દબાણ સર્જાયું છે જેને કારણે ગુજરાતમાં આવનારા 5 દિવસ સારો વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે.આના સિવાય ગુજરાત પર વધુ 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ છે જેમાં એક ટ્રફ કચ્છથી લો પ્રેસર સુધી સર્જાયેલું છે. પ્રેશર સર્જાતા આગામી 2 દિવસ સુધી કચ્છ જિલ્લામાં પણ સારો વરસાદ પડશે. બીજી એક વરસાદી સિસ્ટમ ઇસ્ટ-વેસ્ટ શિયર ઝોન છે જેને કારણે પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં નોંધપાત્ર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
ભારે વરસાદ આવશે.
અરબી સમુદ્રમાં સર્જાતા હવાના હળવા દબાણને લો પ્રેસર પણ કહેવામાં આવે છે.આ હવાનું દબાણ દક્ષિણ ગુજરાતથી ખૂબ નજીક છે જેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ખૂબ સારો વરસાદ પડશે. આ વરસાદી સિસ્ટમના કારણે આગામી 5 દિવસ દરમ્યાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ આ હવાના હળવા દબાણને કારણે ભારે વરસાદ આવશે.
12 જુલાઈ સુધી ગુજરાત રાજ્યમાં 39% જેટલા વરસાદની ઘટ હતી
જૂનમાં રાજ્યમાં ખૂબ ઓછો વરસાદ વરસ્યો હતો જેને કારણે રાજ્યમાં હાલ 33 માંથી 28 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. સૌથી વધુ વરસાદની ઘટ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ગાંધીનગર અને દાહોદમાં જોવા મળી રહી છે. 12 જુલાઈ સુધી ગુજરાત રાજ્યમાં 39% જેટલા વરસાદની ઘટ જોવા મળી. જેને કારણે ખેડૂતો અને વૈજ્ઞાનિકોની પણ ચિંતા વધી હતી . પરંતુ હવામાતન વિભાગના વૈજ્ઞાનિકોનું માનીએ તો અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસરથી આગામી દિવસોમાં ગુજરાતમાં ખૂબ સારો વરસાદ વરસી શકે તેમ છે.
Share your comments