દેશભરમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં જે પ્રકારે અસાધારણ ભાવ વધારો થયો છે. આ સંજોગોમાં ખાદ્યતેલની કિંમતમાં પણ અસાધારણ વધારો થયો છે. આ સંજોગોમાં સરકારે ખેડૂતોને ફ્રીમાં તેલીબિયાનુ બિયારણ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. મીડિયામાં આવેલા અહેવાલ પ્રમાણે સરકારે પોતાની આ પહેલથી એવી આશા છે કે તેલીબિયાનું ઘરેલું ઉત્પાદન વધશે અને દેશ ખાદ્ય તેલની બાબતમાં આત્મનિર્ભર બનશે.
ફ્રીમાં આપવામાં આવશે તેલીબિયાના બિયારણ
હકીકતમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જાહેરાત કરી છે કે દેશના આશરે ત્રીજા ભાગના જિલ્લામાં જુલાઈથી શરૂ થતા ખરીફ પાક માટે તેલીબિયાના બિયારણ ફ્રીમાં આપવામાં આવશે. ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા હજારો પેકેટ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજનાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે રાજ્યો સાથે એપ્રિલ મહિનામાં ચર્ચા કરી હતી.
ફ્રીમાં તેલીબિયાના બિયારણ કેવી રીતે મળશે?
અહેવાલ પ્રમાણે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, તેલંગાણા અને છત્તીસગઢના 41 જિલ્લામાં આંતર-પાક માટે રૂપિયા 76.03 કરોડ રૂપિયાના ખર્ચથી સોયાબીનના બિયારણની વહેચણી કરવામાં આવશે. જ્યારે આશરે 1.47 લાખ હેક્ટર જમીનમાં તેલીબિયાનું વાવેતર થશે.
8 રાજ્યમાં વહેચવામાં આવશે સોયાબીનના બીજ
આ ઉપરાંત રૂપિયા 104 કરોડના ખર્ચ સાથે સોયાબીનના બિયારણ આઠ રાજ્યોમાં વહેચવામાં આવશે. જેમાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને ગુજરાતના કુલ 73 જીલ્લાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં 3,90,000 હેક્ટર વાવેતર વિસ્તાર હેઠળ હશે.
મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બિહારના 90 જિલ્લામાં આશરે 8.16 લાખ બીજના મિની-કિટની વહેચણી કરવામાં આવશે. અહીં ખેતીનો વાવેતર વિસ્તાર 10.06 લાખ હેક્ટર હશે.
Share your comments