Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સરકારી નોકરી 2022 : 12 પાસ યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, મહિને રૂપિયા 31540 પગાર મળશે

જો તમે પણ સરકારી નોકરીનું સપનું જોતા હોવ તો ડિજિટલ એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ તમારા માટે સારી સરકારી નોકરી લઈને આવ્યું છે. આ માટે તમારે ઉચ્ચ શિક્ષિત હોવાની પણ જરૂર નથી

Himanee Chauhan
Himanee Chauhan
Government Job
Government Job

જો તમે પણ સરકારી નોકરીનું સપનું જોતા હોવ તો ડિજિટલ એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ તમારા માટે સારી સરકારી નોકરી લઈને આવ્યું છે. આ માટે તમારે ઉચ્ચ શિક્ષિત હોવાની પણ જરૂર નથી

દેશના ઘણા યુવાનો સરકારી નોકરી મેળવવા માટે ઘણા પ્રયત્નો કરતા રહે છે, જેથી તેઓને સારી સરકારી નોકરી મળી શકે. જો તમે પણ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો, તો ડિજિટલ એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ DSRVS એટલે કે Institute of Digital Education and Employment Development એ સહાયક ગ્રામીણ વિકાસ અધિકારી માટે ભરતી શરૂ કરી છે.

DSRVS એ તેની એક નોટિસ દ્વારા આ જાણકારી આપી છે. તેમણે તેમની સૂચનામાં એ પણ જણાવ્યું કે પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો DSRVS ની તેમની 2659 ખાલી જગ્યાઓ ભરવા માટે 20 એપ્રિલ 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

ડિજિટલ શિક્ષા અને રોજગાર વિકાસ સંસ્થાન DSRVS Recruitment 2022 દ્વારા સહાયક ગ્રામ વિકાસ અધિકારીની જગ્યા પર ભરતી માટે નોટીફિકેશન Job Notification બહાર પાડવામાં આવી છે. જરૂરી લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો 20 એપ્રિલ 2022ના રોજ અથવા તે પહેલાં ઓનલાઇન મોડ દ્વારા અરજીઓ સબમિટ Apply Online કરી શકે છે. ઓનલાઈન અરજીઓની પ્રક્રિયા 11 માર્ચ 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 2659 ખાલી જગ્યાઓ પર ભરતી થવાની છે. ધોરણ 12 પાસ ઉમેદવારો પણ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે

ક્યારે અરજી કરી શકાશે When can apply

જો તમે પણ આ પોસ્ટ માટે અરજી કરવા માંગો છો, તો તમે ડિજિટલ શિક્ષણ અને રોજગાર વિકાસ સંસ્થાની સત્તાવાર વેબસાઈટ dsrvindia.ac.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. ઉપરાંત, આ વેબસાઈટ દ્વારા તમને આ પોસ્ટ સંબંધિત તમામ માહિતી સરળતાથી મળી જશે. જણાવી દઈએ કે આ પોસ્ટ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ 11 માર્ચ 2022થી શરૂ થઈ ગયું હતું.

DSRVS ARDO ભરતીની મહત્વની તારીખ Important Date of DSRVS ARDO Recruitment 2022

  1. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ, 2022
  2. પરીક્ષાની તારીખ- ઓગસ્ટ 2022
  3. મેરિટ અને પરીક્ષાના પરિણામની તારીખ- સપ્ટેમ્બર 2022

શૈક્ષણિક લાયકાત Educational Qualification

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો માટે આ પોસ્ટ માટે અરજી કરવા માટે, તમારે કોઈપણ માન્ય બોર્ડ/યુનિવર્સિટીમાંથી 12 પાસ કરેલ હોવું જોઈએ. આ ઉપરાંત, તમારી પાસે કમ્પ્યુટર કોર્સમાં ડિપ્લોમા હોવો જોઈએ. આ પછી પરીક્ષા પછી તમારી પસંદગી કરવામાં આવશે. નિયુક્ત વ્યક્તિને લગભગ 31,540 રૂપિયા માસિક પગાર આપવામાં આવશે.

આ રીતે અરજી કરો Apply This Way

  • આ માટે તમારે પહેલા DSRVSની ઓફિશિયલ વેબસાઇટ https://www.dsrvsindia.ac.in પર જવું પડશે.
  • આ પછી તમારે બાજુના રિક્રૂટમેન્ટ પોર્ટલ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી સામે સહાયક ગ્રામ વિકાસ અધિકારીની લિંક ખુલશે. તેના પર ક્લિક કર્યા પછી, તમારી સામે ઓનલાઈન અરજી ફોર્મ ખુલશે.
  • પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરો અને પછી તમારો ફોટો અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • તે પછી એપ્લિકેશન ફી ચૂકવો.
  • આમ તમે આ પોસ્ટ માટે સરળતાથી અરજી કરી શકો છો.

આ પણ વાંચો : GPSSB Recruitment 2022 : નીકળી બમ્પર ભરતી, જાણો શૈક્ષણિક લાયકાત અને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો : Soil Test : માટી પરીક્ષણથી ખેડૂતોને થશે જોરદાર ફાયદો, વાંચો સંપૂર્ણ લેખ

Share your comments

Subscribe Magazine

More on News

More