Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

GEBના વીજ વિભાગના અધિકારીએ MFOI, VVIF કિસાન ભારત યાત્રામાં લીધો ભાગ, ખેડૂતોના પ્રશ્નો હલ કરવાની આપી ખાતરી

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે,

Amansinh Jadeja
Amansinh Jadeja
સૂરતના ચોર્યાસી ખાતે આવેલ ગામ કપ્લેથાના ખેડૂતો
સૂરતના ચોર્યાસી ખાતે આવેલ ગામ કપ્લેથાના ખેડૂતો

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે.  મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે હવે 15 જૂન 2024 સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

વીજ  વિભાગના અધારી સાથે ચર્ચા
વીજ વિભાગના અધારી સાથે ચર્ચા

ખેડૂતોની સમસ્યા હલ કરવાની આપી ખાતરી

કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા આયોજિત એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સતત ગુજરાતના ખુણે-ખુણે ફરીને રાજ્યના દરેક ગામમાં જઈને ત્યાનાં પ્રગતિશીલ ખેડૂતો સાથે ભેટ કરી રહી છે અને તેમને તેમના કાર્ય બદલ સન્માનિત પણ કરી રહી છે.એજ સંદર્ભમાં ખેડૂત ભારત યાત્રા આવી પહોંચી હતી સૂરત જિલ્લાની ચોર્યાસી તાલુકા ખાતે આવેલ કપ્લેથામાં. જ્યાં ગામના સરપંચ સુફિયાનભાઈ અને જીઈબીના વીજળી વિભાગના અધિકારી મનીષભાઈએ યાત્રા સાથે જોડાયા હતા અને ગામના ખેડૂતોના પ્રશ્નોના ઉત્તર તેમ જ તેમની સમસ્યાઓના ઉકેળ તેઓને આપ્યું હતું. આમાંથી જ એક ખેડૂત સમધભાઈએ ખેડૂતોના ડિપોઝિટના પૈસાને લઈને રજૂઆત કરી હતી, તેના ઉત્તરમાં મનીષભાઈએ તેમને અને બીજા ખેડૂતોને તેમના ડિપોઝિટના પૈસા પાછા આપવાની જોગવાઈ કરી હતી. તેના સાથે જ ખેતરની અંદર થતી વીજળીની સમસ્યાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી અને ખેડૂતોને તેનું ઉકેળ વેલી તકે મળશે તેની ખાતરી પણ આપવામાં આવી હતી.આ ઉપરાંત ત્યાં ભેગા થયા દરેક ખેડૂતને એમએફઓઆઈ, વીવીઆઈએફ શું છે, તેને લઈને પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને પ્રગતિશીલ ખેડૂતોને દિલ્લીમાં 1 થી 3 ડિસેમ્બર 2024 સુધી મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત MFOI, VVIF એવોર્ડ માટે નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.

ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય

તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 29 મે સુધી નથી પણ 15 જૂન 2024 સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. તેના સાથે જ ખેડૂતોને ખેતીમાં વપરાતા નવા-નવા ઉપકરણોનું પ્રશિક્ષણ પણ આપશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049).

Share your comments

Subscribe Magazine

More on News

More