જ્યારે જમવાની વાત આવે ત્યારે અમે ગુજરાતીઓ તેમા સૌથી આગળ હોય છે, ખાવા-પીવામાં ગુજરાતી મોજિલો હોય છે. દેશના દરેક રાજ્યની વાનગીઓની વાત કરીએ તો સૌથી વધુ પ્રકારની વાનગીઓ (Gujarati Food) ગુજરાતમાં જ મળે છે.
જ્યારે જમવાની વાત આવે ત્યારે અમે ગુજરાતીઓ તેમા સૌથી આગળ હોય છે, ખાવા-પીવામાં ગુજરાતી મોજિલો હોય છે. દેશના દરેક રાજ્યની વાનગીઓની વાત કરીએ તો સૌથી વધુ પ્રકારની વાનગીઓ (Gujarati Food) ગુજરાતમાં જ મળે છે. પોતાના એજ ભોજનાના આધારે ગુજરાત દેશમાં ફરીથી પહેલા ક્રમે આવ્યો છે. સાચુ સાંભળ્યુ તમે. સૌથી સાફ અને સેફ ભોજન ગુજરાતમાં જ મળે છે. આ અમે નથી કહી રહ્યા, આ કહી રહી છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયની (FSSAI) રિપોર્ટ
વર્ષ 2020-21ના ફૂડ સેફ્ટી ઈંડેક્સમાં ગુજરાત (Gujarat) દેશમાં પહેલા ક્રમે છે. આ રિપોર્ટ FSSAI દ્વારા જારી કરવામાં આવી છે. ગુજરાતને આ રિપોર્ટમાં 72 ટકા સ્કોર આપવામાં આવ્યુ છે, જે બીજા રાજ્યો કરતા સૌથી વધુ છે. FSSAI જે રિપોર્ટ જારી કર્યુ છે તેમા કહવામાં આવ્યુ છે કે દેશમાં સૌથી સાફ અને સેફ ભોજન તમે ગુજરાતમાં કરી શકો છો.
મુખ્યમંત્રી રાજ્યની પ્રજાને પાઠવી શુભઇચ્છાઓ
આ રિપોર્ટ જારી થયા પછી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલ રાજ્યના લોકોને શુભઇચ્છાઓ પાઠવી છે. સાથે જ રાજ્યના સ્વાસ્થ મંત્રાલયને પણ આવા કામ કરવા બદલ આભાર વ્યક્ત કર્યુ છે. બીજી બાજુ પાટનગર દિલ્લીમાં કેંદ્રીય આરોગ્ય મંત્રી મંસુખ માંડવિયા ગુજરાતને આવાર્ડ અને સર્ટિફિકેટ આપ્યુ છે.
ગુજરાત પછી કેરળ અને તમિળનાડુ
ફૂડ સ્કીયોરિટી ઈંડેક્સમાં ગુજરાત પછી બીજા કર્મે કેરળ અને ત્રીજા કર્મે તમિળનાડુ છે. ગુજરાત, કેરળ અને તમિળનાડુ વચ્ચે આ કોમ્પિટિશન હતુ, જેમા ગુજરાતે બાજી મારી લીધી. કેંદ્ર શાસિત પ્રદેશોની વાત કરીએ તો તેમા જમ્મુ-કાશમીરને પહેલા કર્મે રાખવામાં આવ્યો છે. ત્યાર પછી અંદમાન અને નિકોબાર અને ત્રીજા કર્મે દિલ્લી છે. નાના રાજ્યોમાં પહેલા કર્મે ગોવા બીજા કર્મે મેઘાલય અને ત્રીજા કર્મે મણીપુર છે.
Share your comments