Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

માછલી પાલન કરનાર માટે સરકારે "મત્સ્ય સેતુ" નામની એપ કરી લોન્ચ, મળશે જરૂરી જાણકારી

સરકારે "મત્સ્ય સેતુ" નામની એપ કરી લોન્ચ કરી છે જેમા આ વ્યવસાય વિશેની તમામ માહિતી આપવામા આવી છે. સરકારે મત્સ્ય પાલનના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે ઘણી ઘણી બધી યોજનાઓ પણ બનાવી છે જેના કારણે દિવસે ને દિવસે આ વ્યવસાય વધી રહ્યો છે.

Sukhadev Thakor
Sukhadev Thakor

આજ કાલ મત્સ્ય ઉદ્યોગ એ કમાવા માટેનું સરળ સાધન બની ગયુ છે અને સરકાર પણ અવાર નવાર આ વ્યવસાય કરનારને અનેક રીતે મદદ કરી પ્રોત્સાહન આપી રહી છે. હાલમાં જ આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે સરકારે "મત્સ્ય સેતુ" નામની એપ કરી લોન્ચ કરી છે જેમા આ વ્યવસાય વિશેની તમામ માહિતી આપવામા આવી છે. સરકારે મત્સ્ય પાલનના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે ઘણી ઘણી બધી યોજનાઓ પણ બનાવી છે જેના કારણે દિવસે ને દિવસે આ વ્યવસાય વધી રહ્યો છે.

મત્સ્યઉદ્યોગને લગતા આંકડા

કદાચ તમને ખબર નહી હોય કે ભારત દેશ આજે માછલીની ખેતી કરનારો વિશ્વમાં પ્રથમ નંબર પર આવે છે અને માછલીના ઉત્પાદન કરવામાં પણ વિશ્વમાં પ્રથમ સ્થાને આવે છે. તેમજ ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો એવો દેશ છે કે જ્યાંથી માછલી નિકાસ કરાય છે. ભારતનો માછલી ઉત્પાદનમાં વિશ્વ સ્તરે  7.7% હિસ્સો છે. ઉત્પાદન. માટે ફાળો આપે છે. માછલી ઉત્પાદન અને માછલી ઉત્પાદન દ્વારા ભારતીય જીડીપી. 1% અને કૃષિ આધારિત જીડીપી. 5% ફાળો છે. ભારતમાં મત્સ્ય પાલન સાથે લગભગ 28 લાખ લોકો જોડાયેલા છે અને રોજગાર મેળવી રહ્યા છે.

મત્સ્ય સેતુ એપ્લિકેશન શું છે ?

કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગના પ્રધાન ગિરીરાજ સિંઘ દ્વારા એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ 'મત્સ્ય સેતુ' છે. આ એપ દ્વારા તમને આધુનિક માહિતી મળશે કે તમે શુધ્ધ પાણીમાં માછલીની ખેતી કેવી રીતે કરી શકો છો? આ મોબાઈલ એપ્લિકેશન ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રેશ વોટર એક્વાકલ્ચર, ભુવનેશ્વરના સહયોગથી બનાવવામાં આવી છે. આ એપ બનાવવા માટે એનએફડીબી તરફથી નાણાકીય સહાય પણ આપવામાં આવી છે. તો ચાલો મત્સ્ય પાલકો તમને આ એપ વિશે આજે હું તમને વિસ્તારથી સમજાવીશ.

21 મી સદી એટલે ટેકનોલોજીનો જમાનો અને જો ટેકનોલોજીનો બુદ્ધિથી સદુપયોગ કરમાં આવે તો લાખો રૂપિયા બેઠા બેઠા કમાઈ શકાય તેમ છે. હાલમાં માછલીની ખેતી પણ નવી ટેકનોલોજીની મદદથી કરવામાં આવે તો અઢળક નફો મેળવી શકાય તેમ છે.  આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર માછલી ઉછેરને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ પણ ચલાવી રહી છે. આ લેખમાં મત્સ્ય સેતુ એપને માછલીના ખેડુતોને ક્યા ક્યા પ્રકારના લાભ સરકાર તરફથી મળી શકે છે તેના વિશે વાત કરીશું. મત્સ્ય સેતુ એપ્લિકેશનની સુવિધાઓ શું છે? માછીમારો કેવી રીતે આ એપ્લિકેશન દ્વારા માછલી ઉછેરને લગતી માહિતી મેળવી શકે છે તેના વિશે પણ વિગતે ચર્ચા કરીશું.

મત્સ્ય સેતુ એપ્લિકેશનની સુવિધાઓ

=> આ મોબાઇલ એપ્લિકેશનમાં, માછલીઓની વિવિધ જાતિઓ વિશે જાણવા માટે ઓનલાઇન સ્વ-અધ્યયન મોડ્યુલો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

=> આ સાથે, માછલીના સંવર્ધન, બીજ ઉત્પાદન અને ખેતી કરવાની  પદ્ધતિ વિશેની માહિતી જાણકાર લોકો દ્વારા આપવામાં આવશે.

=> આ એપમાં, માછલીની ખેડૂતોના શોર્ટ વિડિઓઝ જોઈ શકશે અને વિડિયોમાં જમીન અને પાણીની ગુણવત્તા જાળવવા વિશેની માહિતી હશે.

=> આ એપ દ્વારા કાર્પ, કેટફિશ, સ્કેમ્પી, મોરલ, સુશોભન માછલી અને મોતી ફિશિંગ જેવી માછલીઓનુ આર્થિક રીતે કેટલુ મહત્વ છે તે અંગે પણ માહિતી મેળવી શકાશે.

=> આ ઉપરાંત, માછલીઓ માટેના ખાદ્યપદાર્થો અને આરોગ્ય સંચાલનને પગલે પણ શીખવવામાં આવશે.

=> માછલીની ખેતી કરતા ખેડૂતોના મનમાં પણ કંઈ સવાલ ઉભો થાય અને કોઈ પણ પ્રકારની મુંઝવણ હોય તો આ એપ્લિકેશન દ્વારા નિષ્ણાતોની વિશિષ્ટ સલાહ મેળવી શકે છે.

મત્સ્ય પાલકોને  ઇ-પ્રમાણપત્ર પણ મળશે

મત્સ્ય સેતુ એપમાં દરેક કોર્સ પૂર્ણ  કર્યા બાદ જેણે આ કોર્ષ કર્યો હશે તેને આ એપ દ્વારા ઇ-સર્ટિફિકેટ પણ આવશે.

મત્સ્યોદ્યોગ ક્ષેત્રનો વિકાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મત્સ્યઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે આશરે 20,050 કરોડના રોકાણ સાથે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMSY) હેઠળ મત્સ્યઉદ્યોગ ક્ષેત્રના ટકાવી રાખવા અને તેનો વધારે વિકાસ કરવા માટે આ યોજના શરૂ કરી હતી. આ યોજના સપ્ટેમ્બર 2020 માં શરૂ કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનું લક્ષ્યાંક

આ યોજના અંતર્ગત અત્યારે હાલમાં દેશમાં જેટલુ માછલીનું ઉત્પાદન કરવામાં આવે છે તે વધારીને  70 લાખ ટન માછલી ઉત્પાદન લક્ષ્યાંક હાંસલ કરવાનો છે. અને આશરે 1 લાખ કરોડની રૂપિયાની માછલીઓની નિકાસ કરવાનો લક્ષ્યાંક છે આ વ્યવસાયમાં આગામી 5 વર્ષમાં 55 લાખ નોકરીઓનું સર્જન કરવાનું પણ લક્ષ્યાંક છે.પરંતુ આ મહત્વાકાંક્ષી લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સરકાર અને ભાગીદારો વચ્ચે સહયોગી અને એકસૂરત પ્રયત્નો સાથે બહુપક્ષીય વ્યૂહરચનાની જરૂર છે.

મત્સ્ય સેતુ એપ્લિકેશન મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. આ એપ્લિકેશનની મદદથી તે માછલીની ખેતીની નવી તકનીકો શીખી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માછલી ખેડૂત માટે બીજી ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેની મદદથી તેઓ માછલી ઉછેર કરી સારો નફો મેળવી શકે છે.

તમારે જો અમારા આવા જ કૃષિને લગતા લેખ વાંચવા પસંદ હોય તો અમારી "કૃષિ જાગરણ" નામની વેબસાઈટની મુલાકાત લેતા રહો અને આપ તમારો કોઈ સુઝાવ પણ અમને ઈ-મેલ કે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવી શકો છો.

Share your comments

Subscribe Magazine

More on News

More