ગુજરાતમાં ઘણાં સમયથી વિવાદોમાં રહેલી બિનસચિવાલયની પરીક્ષાની તારીખ આખરે જાહેર થઈ ગઈ છે. GSSSBના ચેરમેન IAS એ.કે. રાકેશે ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે. બિનસચિવાલયની પરીક્ષા હવે 24 એપ્રિલના રોજ લેવામાં આવશે.
ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની જાહેરાત કરીને કહેવાયુ છે કે, મોકૂફ રખાયેલી બિનસચિવાલય પરીક્ષા હવે 24 એપ્રિલ 2022ના રોજ લેવાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 13મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી અને મોકૂફ રખાયેલી બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે. હવે આ પરીક્ષા આગામી 24મી એપ્રિલના રોજ યોજાશે. બે વર્ષમાં ત્રીજી વાર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રહેતા રાજ્યભરના ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઉમેદવારો દ્વારા તાત્કાલિક પરીક્ષાની તારીખ જાહેર કરવા માંગ ઉઠી હતી.
નવી SOP મુજબ પરીક્ષાનું આયોજન
આ પહેલા ફેબ્રુઆરીમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા ઉમેદવારોમાં ભારે નારાજગી પ્રવત્તિ હતી. તે સમયે એ.કે રાકેશે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હવેની પરીક્ષા નવી SOP મુજબ લેવાશે. પરીક્ષાના સુચારું આયોજન માટે આ ભરતી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ભરતી પરીક્ષાનું ટ્રાન્સપોટેશન પ્રિન્ટિગ પ્રેસથી લઈ તમામ સુવિધાઓ પર હાલ સારામાં સારી રીતે કામ ચાલી રહ્યું છે, પરીક્ષા પારદર્શક રીતે લેવામાં આવશે જેથી તૈયારી કરતાં ઉમેદવારોને પૂરતો ન્યાય મળે.
આ પણ વાંચો : JEE-Main 2022ની તારીખ થઈ જાહેર, પરીક્ષા બે તબક્કામાં યોજાશે
3900થી વધારે ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી
3901 જગ્યાઓ માટે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા. આ અગાઉ બે વખત આજ પરીક્ષા મોકૂફ રખાઈ હતી. પહેલા ધોરણ 12ને પરીક્ષામાં નહીં બેસવા જેવા મુદ્દે પરીક્ષા મોકૂફ થઇ હતી. બીજીવાર પેપર ફુટવાને પગલે અને ત્રીજી વખત ચેરમેનના રાજીનામાને કારણે પરીક્ષા મોકૂફ રહેવાતા ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો હતો.
2018માં ભરતી કરી હતી જાહેર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિવિધ ખાતાની કચેરીઓ તેમજ મહેસૂલ વિભાગ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકુન વર્ગ-3 અને સચિવાલય વિભાગ માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 માટે 2018માં જાહેરાત બહાર પાડવામાં આવી હતી.
આ પણ વાંચો : મગની આયાત ઉપર પ્રતિબંધ મુકાતા કિંમતમાં તીવ્ર ઉછાળો આવ્યો
પરીક્ષા વારંવાર મોકૂફ થતા ઉમેદવારોમાં રોષ
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા વારંવાર મોકૂફ થતાં વિદ્યાર્થીઓ નિરાશા વ્યાપી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે પરીક્ષાઓ વારંવાર મોકૂફ થવાથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ પડી ભાંગે છે. તૈયારી કરીને જ્યારે જ્યાર એક્ઝામ આપવાની તારીખ નજીક આવે છે, ત્યારે જ કોઈને કોઈ કારણોસર પરીક્ષા મોકૂફ થાય છે. ત્યારે હવે 24મી એપ્રિલના રોજ પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરાતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.
આ પણ વાંચો : ગાય-ભેંસના ડેરી ફાર્મ માટે પ્રોપર્ટી ગીરવે રાખ્યા વગર મળશે 4 લાખ સુધીની લોન
આ પણ વાંચો : 31 માર્ચ પહેલાં કરી લો આ કામ નહિતર થઈ શકે છે નુકસાન
Share your comments