Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતોએ લખ્યો પીએમ મોદીને પત્ર, જીઆઈ ટેગ મેળવનાર દાળ માટે આપો એમએસપી

સરકાર પાસેથી માંગણી કરી રહ્યા છે તેની વેચણી કરવા માટે લધુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપીની જાહેરાત કરવામાં આવે છે.જણાવી દઈએ કે હાલમાં એમએસપીને લઈને ઘણા રાજ્યના ખેડૂતોએ પ્રદર્શન કરી રહ્યા છે અને તેને કાયાકીચ દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-પ્રિન્ટરિસ્ટ
ફોટો-પ્રિન્ટરિસ્ટ

કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાં તુવેર દાળનું વાવેતર થાય છે, જેને હાલમાં જ જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો. જેને લઈને હવે ખેડૂતોએ પ્રદર્શન કરી રહ્યા છે અને સરકાર પાસેથી માંગણી કરી રહ્યા છે તેની વેચણી કરવા માટે લધુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપીની જાહેરાત કરવામાં આવે.જણાવી દઈએ કે હાલમાં એમએસપીને લઈને ઘણા રાજ્યના ખેડૂતોએ પ્રદર્શન કરી રહ્યા છે અને તેને કાયદાકીચ દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે. આ ક્રમમાં હવે કર્ણાટકના કુલબર્ગીના ખેડૂતોએ જીઆઈ ટેગ સાથે કઠોળ માટે અલગ એમએસપીની વ્યવસ્થા કરવાની માંગણી કરી છે અને તેના મુજબ પાકની કિંમતો જાહેર કરવાનું કહ્યું છે.

20 ટકા પ્રીમિયમ ભાવ આપવામાં આવે

વધુમાં ખેડૂતોએ માંગ કરી છે કે તેમને સામાન્ય તુવેર દાળ માટે એમએસપી પર 20 ટકા પ્રીમીયમ ભાવ આપવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર આમ કરે છે તો તેમને જીઆઈ ટેગવાળા ઉત્પાદનોની ઓળખ જાળવવામાં મદદ મળશે અને તેઓ આ માટે સખત મહેનત કરશે. તેમ જ જો સરકાર પ્રીમીયર ભાવ આપશે તો ખેડૂતોને જીઆઈ ટેગવાળા કઠોળ ઉગાડવા માટે વધુ પ્રેરણા મળશે અને તુવેરવી ઓળખ જાળવવામાં પણ તેઓ મદદરૂપ થશે.

પીએમઓને મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું

કર્ણાટક પ્રદેશ રેડ ગ્રામ પ્રોડ્યુસર્સ એસોસિએશનના ખેડૂતો દ્વારા એમએસપીની વ્યવસ્થા માટે અલગથી માંગ કરવામાં આવી છે. આ સંગઠનના ખેડૂતોએ એમએસપી નક્કી કરવાના મામલામાં વડાપ્રધાન પાસે હસ્તક્ષેપની માંગ ઉઠાવી છે. આ સંગઠને એમએસપીને લઈને વડાપ્રધાન કાર્યાલયને એક મેમોરેન્ડમ મોકલ્યું છે. તેમાં લખ્યું છે કે સરકારે વૈજ્ઞાનિક અને વ્યવહારુ પદ્ધતિઓને ધ્યાનમાં લઈને GI ટેગવાળા ઉત્પાદનો માટે અલગ MSP વ્યવસ્થા કરવી જોઈએ.

કાલબુર્ગીની દાળ દેશ વિદેશમાં પ્રખ્યાત

માહિતી માટે તમને જણાવી દઈએ કે કર્ણાટકના કાલબુર્ગીમાં ઉગાડવામાં આવેલ તુવેરની દાળ તેની ગુણવત્તાના કારણે દેશ વિદેશમાં પ્રખ્યાત છે, તેથી કરીને વર્ષ 2019 માં તેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતું. જણાવી દઈએ કે આ ટેગ મળતાના સાથે કોઈ પણ પ્રોડક્ટરને એક ખાસ ઓળખ મળી જાય છે અને તેને એક્સપોર્ટમાં મોટી સુવિધા મળે છે. તેમ જ કિંમતો પણ પ્રીમિયમ બની જાય છે. આ કઠોળની ખેતી કલબુર્ગીના એવા વિસ્તારોમાં વધુ થાય છે જ્યાં વરસાદ આધારિત સિંચાઈની વ્યવસ્થા સારી છે. આ કઠોળ જ્યાં ઉગાડવામાં આવે છે ત્યાંની જમીનની ગુણવત્તા પણ એવી છે કે તે GI ટેગ મેળવવામાં મદદરૂપ થાય છે. અહીંની જમીન એવી છે કે તુવેર દાળમાં કેલ્શિયમ અને પોટેશિયમનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ જ કારણ છે કે કલબુર્ગીની તુવેર દાળને પ્રીમિયમ જીઆઈ ટેગ મળ્યો છે.

Share your comments

Subscribe Magazine

More on News

More