છેલ્લા પાંચ વર્ષ પહેલા ગુજરાતમાં વરસાદના કારણે ખેડૂતોને મોટા પાચે નુકસાન થયું હતું. જણાવી દઈએ કે વર્ષ 2017 અને 2018 માં રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને જે નુકસાન થયુ હતું તેના લીધે સર્વે કરવામાં આવ્યું હતુ, જેથી ખેડૂતોને બગડી ગયેલ પાકનું વળતર આપવામાં આવી શકાય. જેને લઈને હવે ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યો છે. વાત જાણો એમ છે કે 6 વર્ષ પહેલા થયેલ નુકસાનને જોતા ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ એક સર્વે હાથ ધરવામાં આવ્યું હતું, જેથી ખેડૂતોને તેમના નુકસાનનું વળતર આપવામાં આવી શકાય. એજ સર્વે પર હવે ગુજરાત હાઈકોર્ટે વાંદો વ્યક્ત કર્યો છે.
સરકારની રિપોર્ટને ફગાવી નાખ્યો
વળતરને લઈને કરવામાં આવલે સર્વેની રિપોર્ટને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યું છે. તેના સાથે જ હાઈકોર્ટે સરકારને ફરીથી સર્વે કરીને રિપોર્ટ રજુ કરવાનું આદેશ પણ આપ્યો છે.હાઈકોર્ટે પોતાના નિવેદનમાં કહ્યું છે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની રજુઆત સાંભળ્યા વગર સરકાર દ્વારા બનાવામાં આવલે કમિટીએ એક તરફી રિપોર્ટ બનાવ્યો છે. તેમ જ હાઈકોર્ટ સમક્ષ અરજી કરનાર અરજદારોના ક્લેમ બાબતે પણ કમિટીએ સુનાવણીની તક નહીં આપવાની પણ રજૂઆત કરી છે.રિપોર્ટને ફગાવ્યા પછી હાઈકોર્ટે હુકુમ કર્યો છે કે હવે તેની વધુ સુનાવણી આગામી 26 જુલાઈના રોજ કરવામાં આવશે.
પહેલુ મળ્યુ નથી બીજાની થઈ ગઈ જાહેરાત
અત્યારે હાઈકોર્ટે 6 વર્ષ જુની વળતરની સર્વે રિપોર્ટ ફગાવી પણ નથી, તેથી પહેલા ગુજરાત સરકારે ચાલૂ વર્ષે માર્ચમાં થયેલ પાકના નુકસાનને લઈને વળતર આપવાની જાહેરાત પણ કરી દીધી છે. સરકારે નીતિ નિયમ મુજબ કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનનું સર્વે કરવાશે અને ત્યાર પછી ખેડૂતોને વળતર ચુકવામાં આવશે. વધુ માહિતી માટે જણાવી દઈએ કે માર્ચ અને મેમાં કમોસમી વરસાદના કારણે રાજ્યના 11 જિલ્લાના ખેડૂતોના પાકને નુકસાન થયુ હતુ, જેને જોતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
કયા જિલ્લાના ખેડૂતોને થયું હતુ નુકસાન
માર્ચ અને મે મહિનામાં કમોસમી વરસાદના કારણે ઉત્તર અને મધ્ય તેમજ દક્ષિણ ગુજારાતના ખેડૂતોના પાકે નુકસાન પામ્યો હતો. જેમાં મુખ્યતા માર્ચ 2024 માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના ખેડૂતોનું સમાવેશ થાય છે. જ્યારે મે મહિનામાં નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને નુકસાન થયું હતું. એજ જિલ્લાના ખેડૂતોને પાકની નુકસાનના વળતર ચુકવવાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જણાવી દઈએ કે સૌથી વધુ નુકસાન માર્ચમાં ખેડા, અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણાના ખેડૂતોને થયું હતું. ત્યાં લગભગ 9674 ખેડૂતોના પાકે નુકસાન પામ્યો હતો.
Share your comments