વર્ષ 2047 માં જ્યારે ભારત પોતાના 100માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે ત્યાર સુધીમાં ભારતને વિકાશીલ રાષ્ટ્રથી વિકસિત રાષ્ટ્ર બનાવાનું લક્ષ્ય વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ રાખ્યું છે. જેથી કરીને ભારતને આધુનિક ભારત બનાવાની દિશામાં કામ થઈ રહ્યો છે. એજ સંદર્ભમાં હવે કૃષિ ક્ષેત્રને પણ આધુનિક બનાવવા માટે કામ થઈ રહ્યો છે. ખેતરોમાં વપરાતા મશીનોથી માંડીને અનાજ લોકોના ઘર સુધી પહોંચે તેના માટે વિવિધ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એજ ટેક્નોલોજીના કારણે ખેડૂતોનો કામ સરળ થઈ રહ્યો છે અને તેથી તેમની આવક પણ વધી રહી છે. તેને વધુ આગળ વઘારવા માટે હવે સરકાર ખેડૂતોને ડિજિટલ આઈડી (ફાર્મર આઈડી) સાથે લિંક કરવાની યોજના ઘડી છે. સરળ ભાષામાં કઈએ તો આ ખેડૂતોના ઓળખ પત્ર તરીકે કામ કરશે. તે જ સમયમાં અત્યાર સુધી માં 1 કરોડથી વધુ ખેડૂતોને તેના સાથે જોડી લેવામાં આવ્યું છે અને તેઓને તેમનો ઓળખ પત્ર એટલે કે ડિજિટલ આઈડી આપી દેવામાં આવી છે. જણાવી દઈએ કે આ આઈડીના કારણે ખેડૂતોને ખેતીના રેકોર્ડ સાથે સંબધિત ડેટા જોવામાં મદદ મળશે.
તૈયાર કરવામાં આવી રહ્યો છે ખેડૂતોનું ડેટાબેઝ
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે જે તેમના જમીનના રેકોર્ડ સાથે જોડાયેલા છે. આ માટે કૃષિ મંત્રાલયે રાજ્યોના સહયોગથી મંગળવાર સુધી 10 રાજ્યોમાં 1 કરોડ ખેડૂતોને ડિજિટલ આઈડી આપી છે. ફાઈનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ ખેડૂતોની ડિજિટલ રજિસ્ટ્રી બનાવવાનું પગલું સરકારના ડિજિટલ કૃષિ મિશનનો એક ભાગ છે, જે ખેડૂતોને ઘણી યોજનાઓનો લાભ મેળવવા સક્ષમ બનાવે છે.
ગુજરાતના ખેડૂતો મોખરે
ખેડૂત ઓળખ કાર્ડના રૂપમાં, ખેડૂતોની જમીન, ખેતરમાં ઉગાડવામાં આવેલ પાક અને અન્ય વિગતોની વિગતો ધરાવે છે, જે સરકાર માટે રોકડ લાભો આપવા, લોન સ્વીકારવા, પાક વીમો અને પાકની ઉપજના આગોતરા અંદાજને સરળ બનાવે છે. તમને જણાવી દઈએ કે જે 10 રાજ્યોમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે તેમાંથી મોટાભાગના ખેડૂતોના ઓળખ પત્ર ગુજરાતમાં બનેલા છે. રાજ્યના 32 લાખ ખેડૂતો અત્યાર સુધીમાં આ કાર્ડ આપી દેવામાં આવ્યું છે. તેના પછી ઉત્તર પ્રદેશના 30 લાખ અને મધ્ય પ્રદેશના 28 લાખ ખેડૂતોના ઓળખપત્ર તૈયાર કરવામાં આવ્યા છે. આ સિવાય મહારાષ્ટ્ર, રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને બિહાર જેવા અન્ય રાજ્યો છે જેમણે ઓળખ કાર્ડ આપવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે.
11 કરોડ ખેડૂતોને જોડવાનો લક્ષ્યાંક
પ્રાપ્ત માહિતી મુજબ આગામી કેટલાક વર્ષોમાં 11 કરોડ ખેડૂતોને આધાર જેવી ડિજિટલ ઓળખ આપવામાં આવશે. નાણાકીય વર્ષ 26 અને નાણાકીય વર્ષ 27 માં અનુક્રમે 3 કરોડ અને 1 કરોડ ખેડૂતોને તેમના ઓળખ કાર્ડ મળશે. અંદાજ મુજબ દેશમાં 14 કરોડ ખેડૂતો છે અને તેમાંથી લગભગ 35 થી 40 ટકા ખેડૂતો પાસે જમીન નથી અને તેઓ લીઝ પર ખેતી કરે છે.
Share your comments