Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતોને કડાણા અને નર્મદામાથી ૬૫૦૦ ક્યુસેક પાણી ૧૫ દિવસ માટે અપાશે. - નાયબ મુખ્યમંત્રી

નાયબ મુખ્યમંત્રી તિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતો માટે કડાણા ડેમમાંથી ૩૦૦૦ ક્યુસેક અને નર્મદામાંથી ૩૫૦૦ ક્યુસેક આમ કુલ મળી ૬૫૦૦ ક્યુસેક પાણી સિંચાઇ માટે ૧૫ દિવસ સુધી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Kadana Dam
Kadana Dam

નાયબ મુખ્યમંત્રી તિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતો માટે કડાણા ડેમમાંથી ૩૦૦૦ ક્યુસેક અને નર્મદામાંથી ૩૫૦૦ ક્યુસેક આમ કુલ મળી ૬૫૦૦ ક્યુસેક પાણી સિંચાઇ માટે ૧૫ દિવસ સુધી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

આગામી ૨ દિવસમાં આ પાણી મળતુ થઇ જશે. જેના પરિણામે કડાણા જમણા કાંઠા નહેરના કમાન્ડ વિસ્તારમાં આવતા ૧ લાખ ૬૦ હજાર હેક્ટર વિસ્તારના લાખો ખેડૂતોને લાભ થશે.

સાંસદ સભ્યો અને ધારા સભ્યોની રજૂઆત

તેમણે ઉમેર્યુ કે, આણંદ અને ખેડા જિલ્લાના લોકપ્રતિનિધીઓ, સાંસદસભ્યો અને ધારાસભ્યો  દ્વારા મહી જમણા કાંઠાના નહેર યોજનાના કમાન્ડ વિસ્તારોમાં ડાંગરનો ધરૂ અને અન્ય પાકોમાં વરસાદ ખેંચાતા પાણીની જરૂરીયાત ઉભી થતાં પાણી છોડવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને મારી સમક્ષ રજુઆત કરાતા આ નિર્ણય કરાયો છે.

Narmada Canal
Narmada Canal

3500 ક્યુસેક વધારે પાણી છોડાશે

તેમણે ઉમેર્યુ કે, ૧ લાખ ૬૦ હજાર હેક્ટર વિસ્તારમાં ડાંગરનું ધરૂ અને તેના વાવેતરની પ્રક્રિયા ચાલુ હોવાથી ડાંગરનો પાક હાલમાં કટોકટીમાંથી પસાર થઇ રહ્યો છે અને પાક સુકાઇ રહ્યો છે. જેથી આણંદ અને ખેડા જિલ્લાના લાખો ખેડૂતોને મદદરૂપ થવા માટે સિંચાઇ વિભાગ દ્વારા કડાણા ડેમમાંથી ૩ હજાર ક્યુસેક અને સિંચાઇ વિભાગની માંગણી ધ્યાને લઇ, સરદાર સરોવર નર્મદા નિગમ લી. એટલે કે નર્મદા વિભાગ દ્વારા  3 હજાર 500 ક્યુસેક વધુ પાણી આપી કુલ 6 હજાર 500 ક્યુસેક પાણી મહી જમણા કાંઠા સિંચાઇ વિસ્તારમાં આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાને લઇ નિર્ણય કરવામાં આવ્યો છે.

Share your comments

Subscribe Magazine

More on News

More