ઓગસ્ટમાં ખેડૂતોનું કમોસમી વરસાદના કારણે થયુ નુકશાનને જોતા ગુજરાતની ભૂપેંદ્રભાઈ પટેલની સરકારે બુધવારે રાહત પેકેજની જાહેરાત કરી હતી, જેને લઈને આજે એટલે કે ગુરૂવારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે મોટો નિવેદન આપ્યો છે. આજે પત્રકારો સાથે વાત કરતા રાજ્યના કૃષિ મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પક્ષમાં કરવામાં આવેલ આ મોટો નિર્ણયનું તેઓ સ્વાગત કરે છે. તેમને કહ્યું કે આવનારા એક મહિનામાં ખેડૂતોને આ રાહત પેકેજ થકી સહાય મોકલવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે સહાય મેળવવા માટે ખેડૂતોને ઓનલાઇન અરજી પડશે.
ઓક્ટોબરમાં પડેલ વરસાદના કારણે નુકશાન પામેલ મગફળી અને શાકભાજીના પાકને લઈને પણ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ઓક્ટોબરમાં વરસાદના કારણે જેટલા પણ ખેડૂતોનું નુકશાન થયુ છે તેમને બધાને સહાય આપવામાં આવશે, જેના માટે યુદ્ધના ધોરણે નુકશાનનું સર્વે ચાલુ થઈ ગયુ છે અને ટૂંક સમયમાં રિપોર્ટ આવવાના સાથે જ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરી દેવામાં આવશે.
ઓક્ટોબરમાં કમોસમી વરસાદના અસરગ્રસ્ત વિસ્તારો
ઓક્ટોબરમાં કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, સુરત,તાપી તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના છોટાઉદેપુર,નર્મદા, આણંદ, અમદાવાદ, અને સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, દેવભૂમિક દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા ગામો અસરગ્રસ્ત બન્યા છે. વરસાદના કારણે આ વિસ્તારોમાં મગફળી, ડાંગર, કપાસ, સોયાબીન, કઠોળના પાક અને શાકભાજીના ઉભા પાકનું લણણી પહેલા પાણીમાં ગરકાવ થતા નુકશાન થયુ છે. જેને લઈને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે આ જિલ્લાઓમાં નુકશાનના કિસ્સાઓમાં પણ સત્વરે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવશે.
1419.62 કરોડના રાહત પેકેજની જાહેરાત
જણાવી દઈએ કે ચાલૂ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયુ નુકશાનને જોતા રાજ્યની ભૂપેંદ્રભાઈ પટેલની સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરી દીધું છે. આ રાહત પેકેજ ઓગસ્ટ 2024 માં વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાનના લીઘે જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા પાસેથી મળી માહિતી મુજબ ગુજરાતની ભૂપેંદ્રભાઈ પટેલની સરકારે ખેત પાકને થયેલ નુકશાનને જોતા રૂ. 1419.62 કરોડ સહાય પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલ નિર્ણય હેઠળ 20 જિલ્લાઓના 136 તાલુકાના 6812 ગામોના 7 લાખથી પણ વધુ ખેડૂતોને આર્થિક નુકસાન માટે પેકેજ થકી સહાય પૂરી પાડવામાં આવશે, આ રકમ એસડીઆરએફ દ્વારા નક્કી કરાયેલા ધોરણે સાથે રાજ્યના ભંડોળમાંથી આપવામાં આવશે.
Share your comments