મગફળી વાવવાનો સમય આવી ગયો છે અને ખેડૂત ભાઈઓએ તેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. આ વખતે ગત સીઝનની તુલનામાં વધુ ખેડૂતો મગફળીના પાક ઉપર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં જાણો કે આ વખતે મગફળીનું વાવેતર કેવી રીતે થઈ શકે છે અને કૃષિ મંત્રાલયે મગફળીના પાકની સંભાવના અંગે શું માહિતી આપી છે.
દેશભરમાં મગફળીની વાવણી ચાલી રહી છે. ચાલુ સીઝનમાં દેશના જુદા જુદા રાજ્યોમાં મગફળીની વાવણી ગત વર્ષની તુલનામાં 63 હેકટર આગળ ચાલી રહી છે. વર્ષ 2020-21ના કૃષિ મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ 5 લાખ 95 હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. જ્યારે ગયા વર્ષે આજ સુધીમાં માત્ર 5 લાખ 31 હજાર હેક્ટરમાં વાવેતર થઈ શક્યું હતું. આમ જોવા જઈએ તો મગફળીનું ઉત્પાદન પણ દેશભરમાં વધી શકે છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ ઉપજનું અનુમાન
આ વર્ષે મગફળીની ઉપજ 10 મિલિયન ટનને પાર જઈ શકે છે, જેની અસર કૃષિ બજારોના ભાવમાં જોવા મળશે. 2020-21ના પાક માટે કૃષિ મંત્રાલયે જાહેર કરેલા ત્રીજા આગોતરા અંદાજ મુજબ મગફળીની ઉપજ એક કરોડ એક લાખ ટન સુધી પહોંચી શકે છે, જ્યારે પાછલાં વર્ષે મગફળીના પાકની ઉપજ 99 લાખ ટનની નજીક હતી.
મગફળીનો હાલનો ભાવ
ડીડી કિસાન દ્વારા અપાયેલી માહિતી મુજબ ગુજરાતની મંડીઓમાં મગફળીનો ભાવ આશરે 5600 છે. ત્યારે બેંગ્લોરમાં મગફળીનો ભાવ 3250ની નજીક રહ્યો હતો અને કર્ણાટકની અન્ય મંડીઓમાં પણ ભાવ 5000ની આસપાસ હતો. તે જ સમયે ઉત્તર પ્રદેશની મંડીઓમાં 5700ની આસપાસ ભાવ રહ્યો હતો.
પાછલાં વર્ષે મગફળીની બહોળા પ્રમાણમાં નિકાસ કરવામાં આવી હતી
નાણાંકીય વર્ષ 2019-20માં ભારત સરકારે 711.4 મિલિયન યુ.એસ.ની મગફળીની નિકાસ કરી છે. આનો અર્થ એ થયો કે ભારતે આશરે 5100 કરોડ રૂપિયાની મગફળી અન્ય દેશોને વેચી દીધી છે. મગફળીની ખેતી ભારતમાં વિપુલ પ્રમાણમાં થાય છે અને ખેડુતો પણ તેમાંથી સારી આવક મેળવે છે.
મગફળીના વાવેતર સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
મગફળી ઝાયદ અને ખરીફ બંને સીઝનનો પાક છે. તમે બે વાર વાવણી કરીને સારી આવક મેળવી શકો છો. મગફળી ઉગાડવા માટે તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? ચાલો આપણે તમને જણાવી દઈએ કે રેતાળ લોમવાળી જમીનમાં મગફળીનો સારો પાક ઉગાડી શકાય છે. સૌથી અગત્યની બાબત એ છે કે તમે જે ખેતરમાં મગફળી વાવવાનું વિચારી રહ્યા છો તે ઓછામાં ઓછા એક મહિના સુધી નીંદણથી મુક્ત રાખવી જોઈએ. મગફળીના પાક માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી પરિસ્થિતિએ ખૂબ જ ધ્યાન રાખવું કે સિંચાઈએ અગત્યની બાબત છે.
જમીનની તૈયારી
આ પાકને રેતાળ, ગોરાડું તેમજ મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. ભારે કાળી, ચીકણી અને ક્ષારવાળી જમીન માફક આવતી નથી. મગફળીમાં ડોડવાના સારા વિકાસ માટે હળથી ખેડ કરી પાકના જડિયા વીણી બે વખત કરબ અને સમાર ચલાવી જમીન ભરભરી અને સમતલ બનાવો. વધુ ઊંડી ખેડ ની ભલામણ નથી ચાસની જમીન ઉપર પોલીથિન શીટ (7-8 માઇક્રૉન) દ્વારા કવર કરી (મલચિંગ) વાવેતર કરવાથી 20% વધારે ઉત્પાદન મેળવી શકાય છે.
Share your comments