Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતોની રાજ્ય સરકારને ચેતાવણી, જો દૂધના ભાવમાં વધારો કરવામાં નહીં આવે તો થશે જળબલિદાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત શાસનમાં તો આવી ગયા છે, પરંતુ તેમના 400 પારનું સ્લોગન ચાલ્યું નથી. જેનું પાછળનું સૌથી મોટો કારણ ખેડૂત આંદોલન હતા. હવે એજ ખેડૂત આંદોલન મહારાષ્ટ્રમાં પણ ચાલૂ થઈ ગયો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત શાસનમાં તો આવી ગયા છે, પરંતુ તેમના 400 પારનું સ્લોગન ચાલ્યું નથી. જેનું પાછળનું સૌથી મોટો કારણ ખેડૂત આંદોલન હતા. હવે એજ ખેડૂત આંદોલન મહારાષ્ટ્રમાં પણ ચાલૂ થઈ ગયો છે. વાત જાણો એમ છે કે મહારાષ્ટ્રના પશુપાલકોએ દૂધના ભાવને લઈને પ્રદર્શન શરૂ કરવાની ચિમકી આપી છે. મળતી માહિતી મુજબ રાજ્યના મોટાભાગના પશુપાલકોએ હવે સરકાર સામે લડતની જાહેરાત કરી છે. સંગઠનોના જણાવ્યા અનુસાર આવતી કાલે આખા મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવશે અને જ્યાં સુધી સરકાર દૂધના ભાવ વધારવાની કામગીરી નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલૂ રહેશે. તેમ જ 1 લી જુલાઈથી પદયાત્રાને પ્રારંભ કરવામાં આવશે. રાજ્યના ડેયરી મંત્રીના ગામે ખેડૂતો ઉપવાસ કરીને પ્રદર્શન કરશે.

જળબલિદાન કરી દેવાની ચેતાવણી

પશુપાલકોએ ટૂંક સમયમાં પોતાની માંગ પૂરી કરવાની ચિમકી આપતા કહ્યું છે કે જો માંગ નંહી સંતોષાય તો અમે જળબલિદાન કરી દઈશું. જો કે બધુ અનિશ્ચિત રહેશે. પશુપાલકોએ પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં ખેડૂતોને પાડોશી રાજ્ય ગુજરાતની સરખામણીય ખૂબ જ ઓછા દરે ભાવ આપવામાં આવે છે. તેમજ ખેડૂતોનો સહકારમાં સમાવેશ કરવામાં આવતા પણ નથી.

હાઈવે બ્લોક કરવામાં આવશે

દૂધના ભાવમાં વધારો નહીં થાય ત્યાં સુધી પ્રદર્શન કરવામાં આવશે તેને લઈને મહારાષ્ટ્ર ફાર્મર્સ મિલ્ક પ્રોડક્શન ઓર્ગોનાઈઝેશનના વાઈસ પ્રેસિડેન્ટ અજીત દાદા કાલેના જણાવ્યા મુજબ અમે 25 તારીખથી મહારાષ્ટ્રના સ્ટેટ હાઈવેને બ્લોક કરીશું. સવારે 10 વાગ્યેથી લઈને સાંજે 5 વાગ્યા સુધી હાઈવે બ્લોક કરવામાં આવશે. તેની શરૂઆત અહેમદનગરથી થશે. આ પછી દરરોજ અને ક્યારેક બે દિવસ પછી કોઈને કોઈ શહેર અથવા તાલુકામાં હાઈવે બ્લોક કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો કોઈ અધિકારી સ્થળ પર આવીને અમારી માંગણી સાંભળે અને મેમોરેન્ડમ લેશે તો જામ ખુલ્લો કરવામાં આવશે. જો કોઈ નહીં આવે તો સાંજ સુધી રાસ્ત રોકો ઝુંબેશ ચાલુ રહેશે. અમારો વિરોધ 15મી જુલાઈ સુધી ચાલુ રહેશે. સમગ્ર મહારાષ્ટ્રમાં હાઈવે બ્લોક કરીને સરકારને દૂધ સંબંધિત માંગણીઓથી વાકેફ કરવાનું આમારૂ લક્ષ્ય છે,

સૌથી વધુ આપઘાત કરનાર ખેડૂતો

વધુ માહિતી માટે અમે તમણે જણાવી દઈએ કે બીજા કોઈ રાજ્ય કરતાં મહારાષ્ટ્રમાં ખેડૂતોએ સૌથી વધુ આપઘાત કરે છે. ગમે સરકાર કોણી પણ હોય પરંતુ રાજ્યમાં અત્યાર સુધી ખેડૂતોના આપઘાતને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. છેલ્લા પાંચ વર્ષમાં જ્યાં બીજા રાજ્યોમાં ખેડૂતોની આપઘાતના કિસ્સાઓમાં ઘટાડો નોંઘાયો છે તો મહારાષ્ટ્રમાં તેમાં વધારો નોંધાયો છે. એક રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રમાં દર વર્ષે 700 થી 900 ખેડૂતોએ ગરીબી અને અન્ય કારણોથી આપઘાત કરે છે, જ્યારે બીજા રાજ્યોમાં તે આકડા 10 થી વધુ નથી અને કેટલાકમાં તો તે સંપૂર્ણ પણ બંધ થઈ ગયો છે.  

Share your comments

Subscribe Magazine

More on News

More