એક બાજુ દેશમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોએ વળી રહ્યા છે તો બીજી બાજુ કેટલાક એવા ખેડૂતો પણ છે, જેઓ અત્યારે પણ રાસાયણિક ખેતી કરી રહ્યા છે. પરંતુ જો વાત અમે તમને જણાવવા જઈ રહ્યા છે તે સાંભળીને તમને નવાઈ લાગશે. કેમ કે અમારા દેશમાં એવા કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ રાસાયણિક ખાતર તો જવા દો પોતાના પાકમાં દારૂનો છંટકાવ કરી રહ્યા છે. વાત જાણો એમ છે કે ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક ખાનગી સંસ્થાના પત્રકારો દ્વારા એક સ્ટોરી કરવામાં આવી હતી. જ્યાં તેઓને જાણવવામાં મળ્યો હતો કે ત્યાં ખેડૂતોએ બટાકાંનું ઉત્પાદન મેળવા માટે તેના ઉપર દેશી દારૂનો છંટકાવ કરી રહ્યા છે. ત્યાર પછી કૃષિ વિભાગના અધિકારિયો સાથે પણ આ મુદ્દે વાતચીત કરવામાં આવી હતી. જણાવી દઈએ ત્યાંથી પહેલા પણ રવિ પાકની ખેતી દરમિયાન પાક પર દેશી દારૂનો છંટકાવ કરવાનો સમાચાર સામે આવ્યું હતો.
ખેડૂતોનું શું છે કહેવું ?
બટાકાંના પાક પર દેશી દારૂનો છંટકાવ કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ખૂબજ છંડી થાય છે અને તાપમાન 2 થી 4 ડિગ્રીના વચ્ચે રહે છે. તેથી કરીને પાકને ઠંડીના પ્રકોપથી બચાવવા માટે અમે દેશી દારૂનો છંટકાવ કરીએ છે. ખેડૂતો કહે છે કે તેથી પાકને ગર્મી મળે છે અને તેઓ ઝડપથી કાપણી માટે તૈયાર થાય છે. તેમ જ આથી પાકને રોગચાળાથી બચાવાવમાં પણ સફળતા મળે છે. ખેડૂતો મુજબ શિયાળામાં બટાકાના પાક પર બ્લાઈટ રોગનો ભય જોવા મળે છે, તેથી પણ પાકનું રક્ષણ માટે દારૂનો છંટકાવ કરવામાં આવે છે.
તેનું નુકસાન જીવલેણ છે
ખેડૂતોનું કહેવું છે કે તેમના માટે મોંઘા સ્પ્રે અને દવાઓની સરખામણીમાં દેશી દારૂ સસ્તો છે. એટલા માટે તેઓ સસ્તા દેશી દારૂનો ઉપયોગ કરે છે.જો કે, કૃષિ વૈજ્ઞાનિકો એ વાત સાથે સહમત નથી કે દવાઓને બદલે દેશી દારૂનો છંટકાવ કરીને પાકને હિમથી બચાવી શકાય છે. કૃષિ નિષ્ણાતો કહે છે કે આનાથી પાકને તાત્કાલિક ફાયદો થઈ શકે છે, પરંતુ તેનું નુકસાન જીવલેણ હોઈ શકે છે. ભવિષ્યમાં, આમાંથી ઉગાડવામાં આવતા પાક આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેથી ખેડૂતોએ દેશી દારૂનો છંટકાવ કરવાનું ટાળવું જોઈએ.
Share your comments