દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ કહ્યું છે કે પોલીસ પણ રસ્તો ખોલવા માટે તૈયાર છે, પરંતુ ખેડૂતોએ વચન આપવું જોઈએ કે કોઈપણ પ્રકારની અરાજકતા નહીં થાય. પોલીસ અને ખેડૂતો વચ્ચે સંપૂર્ણ સમાધાન ન થાય ત્યાં સુધી હાલ પુરતો રસ્તો બંધ રહેશે.
ખેડૂતોના આંદોલનને 11 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. 11 મહિના પછી પોલીસે ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડિંગ હટાવવાનું શરૂ કર્યું છે. આ બંને સરહદોનો વન-વે માર્ગ ખોલવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ખુલાસો થયો કે રોડ બંધ થવાના કારણે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે બાદ ખેડૂતોએ કહ્યું કે તેઓએ રસ્તો બંધ કર્યો નથી. દિલ્હી પોલીસે કર્યું છે.
દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ કહ્યું છે કે પોલીસ પણ રસ્તો ખોલવા માટે તૈયાર છે, પરંતુ ખેડૂતોએ વચન આપવું જોઈએ કે કોઈપણ પ્રકારની અરાજકતા નહીં થાય. પોલીસ અને ખેડૂતો વચ્ચે સંપૂર્ણ સમાધાન ન થાય ત્યાં સુધી હાલ પુરતો રસ્તો બંધ રહેશે.
ટિકૈત કર્યુ જો બાઇડને ટ્વીટ, પીએમ મોદી સાથે ખેડૂતોની બાબતો પર રાખજો વિચાર
પોલીસે ટિકરી બોર્ડર પર સિમેન્ટના બનેલા બેરિકેડને પણ હટાવી દીધા છે. આ સાથે રોડની વચ્ચોવચ લગાવેલા લોખંડના ખીલાઓ પણ દૂર કરવામાં આવ્યા છે. હાલમાં સિમેન્ટની આડશ હજુ પણ અકબંધ છે. ખેડુતોના આંદોલનની વાત કરીએ તો ભારત સરકાર દ્રારા 3 કૃષિ કાયદા રજૂ કરવામાં આવ્યા છે જેની સામે હજારો ખેડુતો લગભગ 1 વર્ષથી આંદોલન કરી રહ્યા છે. રાકેશ ટિકેતની આગેવાની હેઠળ દિલ્હી-ગાજીપુર બોર્ડર પર પ્રદર્શન ચાલી રહ્યું છે, જયારે દિલ્હી- સિંધુ બોર્ડર અને દિલ્હી –ટીકરી બોર્ડર પર ખેડુતોનો જમાવડો છે. હજી સુધી 800 થી વધુ ખેડૂતો પણ પોતાના જીવ ગુમાવી ચુક્યા છે.
Share your comments