નિયંત્રણ રેખાને અડીને આવેલા વિસ્તારોમાં ખેડુતો આ દિવસોમાં ઢોલના તાલે ડાંગરની રોપણી કરી રહ્યા છે. જેના કારણે અંકુશ રેખાની આસપાસ, જ્યા બે વર્ષ પહેલા દરેક સમયે પાકિસ્તાની ગોળીબારી અને મોર્ટારના વિસ્ફોટોનો પડઘો સતત સંભળાતો હતો, ત્યાં આજકાલ વહેલી સવારથી મોડી સાંજે અંધારુ થાય ત્યાં સુધી ઢોલની ધૂન સંભળાય છે. આ વચ્ચે ડાંગર રોપનારા ખેડુતોના યુવાનો, નાના બાળકો વચ્ચે-વચ્ચે નાચતા જોવા મળે છે.
અંકુશ રેખાના ખાદી સેક્ટરના ગુલપુર, અજોત દિગવાર વગેરે ગામોના ખેડૂતો, જેમણે ઢોલના તાલ પર ખેતરોમાં ડાંગરનું વાવેતર કર્યું હતું, તેઓ કહે છે કે બે વર્ષ પહેલા સુધી પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થતો હતો. તેના કારણે અમારા લોકોનુ ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયુ હતું. ગોળીબારના કારણે અમે ખેતરોમાં ડાંગરનું વાવેતર કરી શક્તા ન હતા, કારણ કે આ ખેતરો પાકિસ્તાની સેનાની ચોકીઓની સામે નદી કિનારે આવેલા છે. અહીં આવ્યા પછી અહીંથી ભાગવું પણ મુશ્કેલ હતું. અહીં છુપાવાની પણ કોઈ જગ્યા ન હતી. પછી અમે અમારા ઘરોમાં છુપાઈને રહેતા. આ વખતે શાંતિ છે,તેથી અમે ખૂબ જ ખુશ છીએ, અને ઢોલ વગાડીને ડાંગરના પાકનું વાવેતર કરી રહ્યા છીએ.
આ પણ વાંચો:બલ્હ અને નાચનમાં ટામેટાંનો બમ્પર પાક, એક ક્રેટ રૂ. 800માં વેચાય છે
શાંતિ હોવાના કારણે અમે લોકો એક દિવસ એકના ખેતરમાં અને બીજા દિવસે બીજાના ખેતરમાં સાથે મળીને વાવણી કરી રહ્યા છીએ. જો શાંતિ ન હોય તો દરેક વ્યક્તિ પોતાના ખેતરમાં વાવેતર કરવાની ઉતાવળમાં હોય છે, જેના કારણે દરેક વ્યક્તિ એકલો પોતાના જ પરિવારના સભ્યોને સાથે લઈને ખેતરમાં કામ કરે છે.
પૂર નિયંત્રણ અને સિંચાઈ વિભાગ સામે ખેડુતોનો રોષ
આ લોકોનું કહેવું છે કે અમે ઇચ્છીએ છીએ કે નિયંત્રણ રેખા પર પણ આવી જ રીતે શાંતિ બની રહે અને અમે પણ આરામથી પાક વાવીને પરીવાર માટે રોજીરોટી મેળવી શકીએ. આ ખેડૂતોમાં પૂર નિયંત્રણ અને સિંચાઈ વિભાગ સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ વખતે ખેતરોમાં પાણી ઓછું છે. કદાચ આ બાજુની સિંચાઈની કેનાલ ક્યાંક તૂટી ગઈ હોય, પણ તેમ છતાં અમે ખુશ છીએ. ડાંગરનું વહેલું વાવેતર કરી રહ્યા છીએ. જેથી બાદમાં કેનાલ રીપેરીંગની કામગીરી પણ સાથે મળીને કરીશુ. અમારી તો એ જ પ્રાર્થના છે કે નિયંત્રણ રેખા પર આવી જ રીતે શાંતિનુ વાતાવરણ હંમેશા રહે.
આ પણ વાંચો:ગીરમાં વરસાદ પહેલા જ મગફળીનું મબલખ આગોતરું વાવેતર શરૂ
Share your comments